વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ કરી લોન્ચ

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે નેશનલ સિંગલ વિન્ડો લોન્ચ કરી છે, જે રોકાણકારો અને વ્યવસાયો માટે એક કોમન પ્લેટફોર્મ છે. તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોકાણકારોની મંજૂરી સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે.આ પ્લેટફોર્મ લોન્ચ થયા બાદ હવે રોકાણકારોએ કોઈપણ બિઝનેસ શરૂ કરતા પહેલા અલગ અલગ ઓફિસોમાં જઈને મંજૂરી મેળવવાની  જરૂર રહેશે નહીં. ગોયલે કહ્યું કે તેનાથી પારદર્શિતા આવશે. આ સિવાય જવાબદારી પણ વધશે.

હાલમાં નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર 18 કેન્દ્રીય વિભાગોની 9 રાજ્યોમાંથી મંજૂરીની સંપૂર્ણ વ્યવસ્થા છે. ડિસેમ્બર સુધીમાં પાંચ રાજ્યોમાંથી 14 અન્ય કેન્દ્રીય વિભાગોની મંજૂરીની પ્રક્રિયા પણ સામેલ કરવામાં આવશે. નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર હાલમાં ઘણા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે રોકાણકારો માટે નવો બિઝનેસ શરૂ કરવા માટે ખૂબ મહત્વની છે.

KYC સર્વિસ હેઠળ એક રોકાણકારને એ જાણકારી આપવામાં આવે છે કે તમને ક્યાંથી મંજૂરીની જરૂર છે અને તેના માટે શું પ્રક્રિયા હોય છે. આમાં રોકાણકારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના જવાબોના આધારે મંજૂરી સંબંધિત માહિતી મળે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ એક માર્ગદર્શન જેવું છે.

કોમન રજીસ્ટ્રેશન ફોર્મની મદદથી રોકાણકારોએ એક જ ફોર્મ ભરવાનું હોય છે, જે વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે હોય છે. વિવિધ મંત્રાલયો માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી.

State registration form એક ક્લિક પર ઉપલબ્ધ છે અને જે રાજ્યમાં રોકાણ કરવું છે, તેનું સિંગલ વિન્ડો એક્સેસ મળે છે.

Document Repository: એક રીતે ઓનલાઈન સ્ટોરેજ જેવું છે, જ્યાં રોકાણકારનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. બધા ડોક્યુમેન્ટો અહીં જમા કરી શકાય છે અને જરૂરિયાત મુજબ અહીંથી ઉપયોગ પણ કરી શકાય છે.

E-Communication module: આ ફીચરની મદદથી રોકાણકારોને ઓનલાઈન પ્રતિભાવ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *