QUAD બેઠકમાં PM મોદીએ કહ્યું- હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું

ત્રણ દિવસીય પ્રવાસ પર અમેરિકા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શુક્રવારે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે મુલાકાત કરી. બંનેની બેઠકમાં બંને દેશોના સંબંધો, કોરોના સહિત વિભિન્ન મુદ્દા પર ચર્ચા થઇ. પીએમ મોદીએ જો બાઇડેનને કહ્યું કે આ દાયકો ભારત અને અમેરિકા માટે ખૂબ મહત્વપૂર્ણ હશે. અમેરિકન રાષ્ટ્રપતિનું વિઝન ખૂબ પ્રેરક છે.

તો બીજી તરફ, થોડીવાર બાદ વોશિંગ્ટનમાં પીએમ મોદી અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે ક્વાડની બેઠકમાં મુલાકાત કરશે. માર્ચ મહિનામાં વર્ચુઅલ રીતે ક્વાડના ટોકહ્ના નેતાઓની બેઠકો થઇ ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દ્વારા ચીન અને પાકિસ્તાન માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. પીએમ મોદીએ પ્રવાસ પહેલાં દિવસે પાંચ કંપનીઓના સીઇઓઝ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે-સાથે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી.

આપણે ચારેય લોકતાંત્રિક દેશ છીએ- ઓસ્ટ્રેલિયાઇ પીએમ સ્કોટ મોરિસન
ઓસ્ટ્રેલિયાઇ પીએમ સ્કોટ મારિસને ક્વાડ સંમેલનમાં પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, આપણે ચારેય લોકતાંત્રિક દેશ છીએ. આપણે એવી વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ જે આઝાદી આપે છે. આપણે મુક્ત અને ઇંડો-પેસેફિક ક્ષેત્રમાં વિસ્તાર ધરાવીએ છીએ.

જ્યારે દુનિયા કોરોનાથી સામે લડી રહી, QUAD ફરી સક્રિય: મોદી
પોતાના શરૂઆતી સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ QUAD નો ઉદ્દેશ સમજાવતાં કહ્યું કે સૌથી પહેલાં વર્ષ 2004 બાદ QUAD દેશ એકજુટ થયા હતા. ત્યારે સુનામીનો સામનો કરવા દરેક પ્રકારની મદદ કરવામાં આવી હતી. હવે જ્યારે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે ફરી દુનિયાની ભલાઇ માટે QUAD સક્રિય થયું છે.

પીએમ મોદીએ કહ્યું- હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે કામ કરશે
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન આ વાત પર ભાર મુક્યો કે QUAD દેશોને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવું પડશે. તેમની નજરમાં QUAD નો ઉદ્દેશ્ય જ આ ચે કે તમામ મળીને દુનિયામાં શાંતિ સ્થાપિત કરે, તેને સમૃદ્ધિ તરફ લઇ જાય.

QUAD દેશોની બેઠક શરૂ
QUAD દેશોની બેઠક શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના મનની વાત કરી લીધી છે. બંને દેશએ આ સંગઠનના મહત્વ પર ભાર મુક્યો છે અને કોરોનાકાળમાં સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ આ બેઠકમાં પોતાના વિચાર રાખી રહ્યા છે.

ક્વાડ શિખર સંમેલન
અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન શરૂ થઇ ગયું છે. આ વાતચીત ક્વાડના ચાર દેશોના નેતાઓ વચ્ચે બેઠક શરૂ થઇ ગઇ છે. ભારતીય પ્રતિનિધિમંડળ ક્વાડ દેશોના નેતાઓના શિખર સંમેલન માટે વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં પહોંચી ચૂક્યા છે.

થોડીવારમાં QUAD દેશોની બેઠક
રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પીએમ મોદીની મુલાકાત બાદ વોશિંગ્ટનમાં QUAD દેશોની મહત્વપૂર્ણ બેઠક થવા જઇ રહી છે. ગત વખતે માર્ચ મહિનામાં વર્ચુઅલ રીતે આયોજિત કરવામાં આવેલી બેઠક બાદ હવે આમને-સામને ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના નેતાઓ બેઠકમાં સામેલ થશે. થોડીવારમાં શરૂ થનાર બેઠક દ્વારા પાકિસ્તાન, ચીન માટે આગામી સમયમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *