આઇપીએસ કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરીને કાર્તિકે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. કાર્તિકને પહેલાથી જ આઈએએસ કેડરમાં જોડાવાની ઈચ્છા હતી. જે પૂર્ણ થઇ છે. કાર્તિક સુરતનો પહેલો આઈએએસ ઓફિસર બની શકે છે.
કાર્તિક એસ,આર,રાવ ને આદર્શ માને છે
કાર્તિકના પિતા વરાછામાં લેબોરેટરી ચલાવે છે. સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતિ કરાવનાર ડોકટરો પણ હાજર નહોતા. ત્યારે તે વાત સાંભળીને સુરતના એસ.આર.રાવ જે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા તેમને સુરતની ભોગોલીક પરિસ્થિતિ બદલી નાંખી હતી. અને સુરત ફરી સોનાની મૂરત બની ગઈ. તેમના આ પ્રયત્નો જોઈને કાર્તિકને પણ આઈએએસ બનવાની ઈચ્છા થઇ હતી. હાલ કાર્તિક હૈદરાબાદમાં છે. અને વધુ અભ્યાસની તૈયારી કરી રહ્યો છે.
ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી
કાર્તિક જીવાણી ગુજરાતમાંથી દેશમાં ટોપ 10માં આવ્યો હોય એવો પ્રથમ વિદ્યાર્થી બન્યો છે. કાર્તિકે દેશમાં 8મુ સ્થાન મેળવ્યું છે. આ પહેલા ગુજરાતમાંથી દેશમાં ટોપ 10માં કોઈ આવ્યું નથી. છેલ્લે વર્ષ 2008માં સુરતના પૂર્વ કલેકટર ધવલ પટેલે દેશમાં 13મુ સ્થાન મેળવ્યું હતું. કાર્તિકે દેશમાં 8મુ સ્થાન મેળવીને રાજ્યમાં નવો ઇતિહાસ સર્જ્યો છે.