ચીનની મધ્યસૃથ બેંકે બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોને ગેરકાયદેસર ગણાવ્યા છે. ડિજિટલ મનીનો ઉપયોગ વાૃધી રહ્યો છે ત્યારે ચીને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંાૃધ મૂકી દીાૃધો છે.
ચીને ૨૦૧૩માં જ બેંકોને ક્રિપ્ટોકરન્સીાૃથી દૂર રહેવા જણાવ્યું હતું. ચીનની સરકારે ફરીાૃથી આ વાત યાદ અપાવી છે. અગાઉ પણ ચીને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી.
ચીનની સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે ડિજિટલ કરન્સીને કારણે નાણાકીય સિસ્ટમમાં અવરોાૃધ ઉભો કરે છે.આ ઉપરાંત ડિજિટલ કરન્સીનો ઉપયોગ મની લોન્ડરિંગ સહિતના અપરાાૃધોમાં કરવામાં આવી રહ્યો છે.
પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ પોેતાની વેબસાઇટમાં જણાવ્યું છે કે વર્ચ્યુઅલ કરન્સી ડેરિવેટીઝ ટ્રાન્ઝેકશન ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓ છે અને તેના પર સંપૂર્ણપણે પ્રતિબંાૃધ મૂકવામાં આવ્યો છે.
ચીનના રેગ્યુલેટર્સને ચિંતા સતાવે છે કે ક્રિપ્ટોકરન્સીને કારણે શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીનું ફાઇનાન્સિયલ સિસ્ટમ પર અંકુશ નબળું પડી જશે.આ ઉપરાંત ક્રિમિનલ પ્રવૃત્તિઓ વાૃધવાનો પણ ડર સતાવી રહ્યો છે.