એલોન મસ્કનું ગર્લફ્રેન્ડ ગ્રીમ્સ સાથે બ્રેકઅપ

ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલોન મસ્કનું નામ તો સાંભળ્યું જ હશે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ તે અને તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સ અલગ થઈ ગયા છે. એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેની કુલ સંપત્તિ 209 બિલિયન ડોલર છે. જ્યારે જેફ બેઝોસ બીજા નંબરે છે, જેની નેટવર્થ 198 બિલિયન ડોલર છે. એલોન મસ્કએ આ માહિતી ‘પેજ સિક્સ’ સાથે શેર કરી અને કહ્યું કે તે અને ગ્રીમ્સ અલગ થઈ ગયા છે.

 

મસ્કએ કહ્યું કે તેઓ અલગ થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાને મળતા રહે છે. કેનેડિયન ગાયક ગ્રીમ્સ (33) અને મસ્ક (50) ને X A-Xii નામનો એક વર્ષનો પુત્ર છે. મસ્ક અને ગ્રીમ્સ પહેલી વખત મે 2018 માં મળ્યા હતા અને તેમના પુત્રનો જન્મ મે 2020 માં થયો હતો. મસ્ક તેમના પુત્રના નામને લઈને ઘણી ચર્ચામાં હતો. મસ્ક અને ગ્રીમ્સ છેલ્લે આ મહિનાની શરૂઆતમાં મેટ ગાલામાં સાથે જોવા મળ્યા હતા. ગ્રીમ્સે એકલા રેડ કાર્પેટ પર હાજરી આપી હતી, પરંતુ ઇવેન્ટમાં મસ્ક સાથે જોડાયા હતા.

તેમના બ્રેકઅપનું કારણ સમજાવતા મસ્કએ કહ્યું કે, “ઘણીવાર એવું બને છે કે સ્પેસ એક્સ અને ટેસ્લામાં મારા કામને કારણે, હું વધારે  પડતો ટેક્સાસમાં રહું છું અથવા અન્ય દેશોમાં મુસાફરી કરતો હોવ છું, જ્યારે ગ્રીમ્સનું વધારે પડતું કામ લોસ એન્જલસમાં હોય છે.” તે અને બાળક X અત્યારે મારી સાથે જ રહે છે.

મસ્કના અગાઉ કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે લગ્ન થયા હતા, જેની સાથે તેને પાંચ પુત્રો છે. તેણે વેસ્ટવર્લ્ડ (Westworld) અભિનેત્રી તાલુલા રાઈલી સાથે પણ બે વાર લગ્ન કર્યા છે. મસ્કએ 2010 માં રાઈલી સાથે પ્રથમ લગ્ન કર્યા અને 2012 માં છૂટાછેડા લીધા. તે પછી, મસ્ક અને રાઈલીએ 2013 માં ફરીથી લગ્ન કર્યા અને 2016 માં ફરીથી છૂટાછેડા લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *