હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે ભારેથી અતિ ભારે વરસાદની આપી ચેતવણી

ચક્રવાત ‘ગુલાબ’ (Cyclone Gulab) રવિવારે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) અને દક્ષિણ ઓડિશામાં (Odisha) નબળું પડ્યા બાદ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. સોમવારે સવારે 5.30 વાગ્યે આ ચક્રાવાત જગદલપુર (છત્તીસગઢ) થી લગભગ 110 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થી 140 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હતું.

આગામી 12 કલાક દરમિયાન ચક્રવાત લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને નબળું પડવાની સંભાવના છે. સોમવારે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ (20 સેમીથી વધુ) થવાની સંભાવના છે. જ્યારે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ઓડિશા અને રાયલસીમામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ભારતના હવામાન વિભાગે (India Metrological Department) જણાવ્યું હતું કે, આગામી 2-3 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, મરાઠવાડામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હૈદરાબાદમાં ભારતીય હવામાન વિભાગે સોમવારે આગામી 24 કલાક માટે તેલંગાણામાં ફ્લેશ ફ્લડ રિસ્ક (FOR) ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન બદરદ્રી કોઠાગુડેમ, ખમ્મમ, આદિલાબાદ, ભુવનાગિરી, આસિફાબાદ, મંચેરિયલ, નિર્મલ, વારંગલ, કરીમનગર, રાજન્ના સિરીસીલા, જયશંકર ભૂપલપલ્લે, મુલુગુ, જગિતિયાલ, મહબુબાબાદ જીલ્લામાં મધ્યમથી ભારે પૂર આવવાની સંભાવના છે.

ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ (Metrological Department) દ્વારા વિદર્ભ, મરાઠાવાડા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આગાહી મુજબ રાજ્યમાં 27-28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ, નાસિક, (Nasik) પુણે, સતારા, ઓરંગાબાદ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ગઢચિરોલી, ચંદ્રપુર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *