બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉનમાં લોકોના મસીહા બનીને આવ્યા હતા. તેમણે લોકડાઉનમાં લોકોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. તેઓ અત્યાર સુધીમાં લાખો લોકોને તેમના ઘરે પહોંચાડી ચુક્યા છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગે સોનુ સૂદના સ્થળે દરોડા પાડ્યા હતા.
જે બાદ તે ઘરની બહાર જોવા મળ્યા ન હતા. હવે સોનુ સૂદ સ્ટન્ટ કરીને આઈટી રેડનું ટેન્શન દૂર કરી રહ્યા છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ તેમના વીડિયો શેર કરતા રહે છે. આજે તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટેન્શન વગર સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં સોનુ સૂદ લિફ્ટથી ક્યારેક ઉપર અને ક્યારેક નીચે જતા જોવા મળે છે. તે પગ ફેલાવીને આરામથી પડેલા જોવા મળે છે. વીડિયો શેર કરતા સોનુએ લખ્યું – જીવન એક લિફ્ટ જેવું છે. ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. બસ એટલું ધ્યાનમાં રાખો કે યોગ્ય ફ્લોર પર ઉતરો. સોનુ સૂદની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી – કિંગ. ત્યાં ઘણા લોકોએ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી.
સોનુ સૂદ પર 20 કરોડની કરચોરીનો આરોપ લાગ્યો હતો. પરંતુ તે આ બાબતે ચૂપ ન બેઠા અને તે ફરી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તે પછી તેએ તેમના ઘરની બહાર સ્પોટ થવા લાગ્યા હતા. તેઓ લોકોની મદદ માટે ઘરની બહાર આવવા લાગ્યા હતા.
સોનુએ કહ્યું હતું કે હું જણાવી દઉં કે બધી વસ્તુઓ આ સમયે પ્રક્રિયામાં છે અને દરેકની સામે છે. હું લોકોને મળવા નીચે આવ્યો છું. આ લોકો 4 દિવસથી મારી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દો અત્યારે મારા માટે મહત્વનો છે. બાકીના લોકો તેમનું કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનુના ફાઉન્ડેશન પર બહારથી પૈસા આવી રહ્યા છે. આ અંગે સોનુએ કહ્યું હતું કે દરેક ફાઉન્ડેશનની અંદર, ખાસ કરીને મારા ફાઉન્ડેશનમાં જે પણ પૈસા આવે છે, તે મારી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના હોય છે.