આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ દિવસે મોંઘવારીનો મોટો ઝાટકો આમ આદમીને મળ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
જો કે ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.
LPG Gas Cylinderની લેટેસ્ટ કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.
હવે નવું એલપીજી ગેસ કનેક્શન(LPG Gas Connection) મેળવવું હવે પહેલા જેવું મુશ્કેલ કામ રહ્યું નથી. એલપીજી કનેક્શન મિસ્ડ કોલ(Missed Call) પર ઉપલબ્ધ થશે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC) એ LPG કનેક્શન માટે નવી સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો હવે મિસ્ડ કોલ પર નવું એલપીજી કનેક્શન મેળવી શકે છે. આ નંબર 8454955555 પર ડાયલ કરો અને ઘરે બેઠા LPG ગેસ કનેક્શન મેળવો. ઇન્ડિયન ઓઇલ (IOC) એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
આ ઉપરાંત હાલના ઈન્ડેન ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપીને રિફિલ બુક કરી શકે છે. હવે તે જ નંબર પર નવા એલપીજી કનેક્શન સાથે ગેસ રિફિલ બુક કરવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે.