અભિનેત્રીએ ખુદ તેના સોશિયલ મીડિયા દ્વારા તેના તમામ ચાહકો સાથે આ માહિતી શેર કરી છે. ગોલ્ડન વિઝાનો અર્થ એ છે કે હવે ઉર્વશી રૌતેલા આગામી 10 વર્ષ સુધી યુએઈમાં રહી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ વિઝા બિઝનેસ મેન અને રોકાણકારો તેમજ ડોક્ટરો અને એવા જ બીજા પ્રોફેશનના લોકોને આપવામાં આવતા હતા. જ્યાં હવે તેની માંગને ધ્યાનમાં રાખીને હવે કલાકારોને આ વિઝા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ સારા સમાચાર શેર કરતા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર લખ્યું “હું પહેલી ભારતીય મહિલા છું જેને 10 વર્ષ માટે આ ગોલ્ડન વિઝા માત્ર 12 કલાકમાં મેળવ્યા છે. મારા અને મારા પરિવાર માટે સ્વર્ણ નિવાસ સાથેની આ અદભૂત ઓળખ માટે હું અત્યંત આભારી મહેસુસ કરી રહી છું.
યુએઈ સરકાર તેના શાસકો અને લોકોને મારી શુભેચ્છાઓ. “અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ને પણ આ ગોલ્ડન વિઝા મળી ચૂક્યા છે. અભિનેતાએ આ માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આપી હતી.
ગોલ્ડન વિઝા આપવા પાછળના દેશોનો હેતુ રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. નાગરિકો ‘રેસીડેન્ટ બાઈ ઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ’ હેઠળ ગોલ્ડન વિઝા માટે અરજી કરી શકે છે. અરજી કર્યા પછી દેશ વિઝાની માંગ કરવા વાળા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને ખાતરી થયા પછી જ કે આ ગોલ્ડન વિઝા અરજદારને આપવામાં આવે છે.
ઉર્વશી છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં રહીને રણદીપ હુડા સાથે વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’નું શૂટિંગ કરી રહી હતી, ત્યારબાદ તે હવે તેના આગામી મ્યુઝિક વીડિયોના શૂટિંગ માટે દુબઈ પહોંચી ગઈ છે. આજે, અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મજબૂત પકડ છે, જ્યાં તેને સોશિયલ મીડિયા પર 41 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.