ખાનગી ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યુમાં તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ ચેતવણી આપી છે કે ચીન સાથે યુદ્ધનો ખતરો છે. વુએ કહ્યું કે તાઈવાનનું સંરક્ષણ આપણા હાથમાં છે અને અમે તેના માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. મને ખાતરી છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો તેમને ઘણું સહન કરવું પડશે. ‘આ સાથે તેણે ઓસ્ટ્રેલિયા પાસેથી મદદ પણ માંગી છે.
નોંધપાત્ર બાબત એ છે કે ચીને તાજેતરમાં તાઈવાનની આસપાસ તેની લશ્કરી ગતિવિધિઓને તીવ્ર બનાવી છે. જેના કારણે આ વિસ્તારમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. ગયા અઠવાડિયે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના 120થી વધુ વિમાનો તાઈવાનમાં એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન ઉપર ઉડતા જોવા મળ્યા હતા.
ગયા શનિવારે ચીનનો રાષ્ટ્રીય દિવસ હતો. તે જ દિવસે 39 PLA વિમાન તાઈવાન વિસ્તાર ઉપર ઉડાન ભરી હતી. આમાં પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. તાઈવાન ઉપરાંત અમેરિકાએ પણ આ ઘટનાની નિંદા કરી હતી.
સોમવારે તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 50થી વધુ PLA વિમાન તેના પ્રદેશમાં પ્રવેશ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ગતિવિધિ છે. પીએલએ વિમાનો ટાપુ રાષ્ટ્ર તાઈવાનની સરહદથી 200થી 300 કિલોમીટર સુધી પહોંચી ગયા હતા. જે તાઈવાન માટે મુશ્કેલી છે. તાઈવાને ઘણી વખત કહ્યું છે કે તે ચીનના હુમલાથી ડરે છે.
ચીન બાબતોના નિષ્ણાત મેલબોર્ન યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ તનેજા કહે છે કે તાઈવાનનો આ ડર ખોટો નથી. પ્રોફેસર તનેજાએ કહ્યું ‘ચીને ક્યારેય કહ્યું નથી કે તે તાઈવાન પર સત્તાનો ઉપયોગ નહીં કરે. ચીનનો ઉદ્દેશ તાઈવાનને પોતાની અંદર સમાવેશ કરવાનો છે. તેણે કહ્યું છે કે જો તેને સત્તાનો ઉપયોગ કરવો હોય તો તે કરશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાનના કબજાને અસહ્ય ગણાવ્યો છે. આ સાથે ચીને તેની સૈન્ય અને રાજદ્વારી તૈયારીઓમાં પણ વધારો કર્યો છે. જ્યારે શુક્રવારે ચીનનો રાષ્ટ્રીય દિવસ હતો, ત્યારે ચીને તાઈવાન તરફ એક પછી એક યુદ્ધ વિમાનો મોકલ્યા હતા.
શુક્રવારથી અત્યાર સુધીમાં લગભગ 150 ફાઈટર જેટ ચીનથી તાઈવાન મોકલવામાં આવ્યા છે. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગે ચીનને ચેતવણી આપી છે કે જો ચીન તાઈવાનના ટાપુને જોડવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે.