શાહરૂખ ખાન( Shahrukh Khan)ને હિન્દી ફિલ્મોના બાદશાહ માનવામાં આવે છે. આજે પણ યુવાન વર્ગ અને ખાસ કરીને છોકરીઓમાં SRK ની છબી એક લવિંગ બોયની છે. કિંગ ખાન(King Khan) ઘણી બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં આ સુપર સ્ટારના મોટા પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડ પર સતત ડ્રગ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. આવા સમયે આ કેસે ફરી એકવાર શાહરૂખ સહિત સમગ્ર ફિલ્મ ઉદ્યોગને શંકાના દાયરામાં મૂકી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવેલા સવાલ બાદ આ મોટી કંપનીઓ શાહરૂખ ખાન સામે કોઈ પણ મોટું પગલું ભરી શકે છે.
ડ્રગના કેસમાં આર્યન ખાનની સંડોવણી બાદ હવે તેની ખોટ તે તમામ કંપનીઓને થઈ રહી છે જેમણે શાહરુખ સહિતના દાગી કલાકારો સાથે તેમની કંપનીની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને તેની જાહેરાત કરતી કંપનીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. સોશિયલ સાઈટ પર લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે બીજાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરશે જ્યારે તેનો પોતાનો દીકરો ડ્રગ્સ લે છે. લોકો ટ્રોલ કરવાનું શરૂ કરતા જ કંપનીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી શાહરૂખ ખાન અભિનીત કમર્શિયલની સંખ્યા ઘટી છે.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ શાહરુખ ખાન ઉપરાંત તે બ્રાન્ડ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે જેને SRK દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે અન્ય લોકોને કેવી રીતે પ્રેરિત કરશે કે તેનો પોતાનો દીકરો ડ્રગના કેસમાં ફસાયેલો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની વર્તમાન બ્રાન્ડ વેલ્યુ લગભગ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખ હાલમાં 40 જેટલી મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યો છે. આમાં BYJU જેવા શૈક્ષણિક સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થાય છે. પોતાના પુત્રના વિવાદ બાદ શાહરુખ બીજાના બાળકોને લઈ શિક્ષણ માટે કઈ રીતે સલાહ આપી શકે?
ફેબ્રુઆરી 2021 માં મલ્ટિનેશનલ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખની આગળ માત્ર ત્રણ સેલિબ્રિટી છે, વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ શાહરૂખથી આગળ છે.
શાહરૂખ ખાન કમાણીની બાબતમાં વિશ્વના ઘણા ટોચના સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ફોર્બ્સ દ્વારા દેશના ટોપ 10 અભિનેતાઓની યાદીમાં સામેલ છે. શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કિંગ ખાન જેરી સેનફિલ્ડ અને ટેલર પેરી પછી તે વિશ્વનો ત્રીજો સૌથી ધનિક અભિનેતા છે. ફિલ્મ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ કંપની, વીએફએક્સ અને આઈપીએલ ટીમ સાથે સંકળાયેલા શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા છે.