નિક જોનાસનો ભારતીય સંસ્કૃતિ પ્રેમ: કોઇ પણ સારુ કામ કરતા પહેલા પુજા કરવાનો કરે છે આગ્રહ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને તેમના અંગત અને વ્યવસાયિક જીવન વિશે અપડેટ કરતા રહે છે. પ્રિયંકા અને નિક બંને અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી છે અને તેમના રિવાજો સંપૂર્ણપણે અલગ છે. પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ નિકને ભારતીય રિવાજો ખૂબ ગમવા લાગ્યા છે. પ્રિયંકાએ ખુદ પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

 

પ્રિયંકાએ ‘વિક્ટોરિયાના સિક્રેટ્સ’ પોડકાસ્ટમાં નિક વિશે ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે અલબત્ત તે અને નિક બંને અલગ અલગ સંસ્કૃતિના છે, પરંતુ તેઓ એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરે છે અને તે નિકના ધર્મમાં પણ માને છે.

પ્રિયંકાએ તેના પોડકાસ્ટમાં કહ્યું કે તે અને નિક અલગ અલગ સંસ્કૃતિના છે પરંતુ આધ્યાત્મિક રીતે બંને એક જ માર્ગ પર છે. જ્યારે અમારી લાગણીઓ, સંબંધો અને વિશ્વાસની વાત આવે છે ત્યારે નિક અને હું એક જ લાઇનમાં આવીએ છીએ. હું માનું છું કે ધર્મ તમને તે માર્ગ પર લઈ જાય છે જ્યાં ભગવાન છે.

 

પ્રિયંકાએ કહ્યું કે હું ઘરમાં ઘણી પૂજા કરું છું. જ્યારે પણ અમે કોઈ મોટું અને સારું કામ શરૂ કરીએ છીએ ત્યારે નિક મને પૂજા કરવાનું કહે છે. કારણ કે મેં જીવનમાં હંમેશા આ રીતે કામ શરૂ કર્યું છે. ભગવનનો આભાર માનીને. મને એજ પ્રકારની સંભાળ અને સંસ્કાર મળ્યા છે. નીકને પણ એક અલગ પ્રકારની પરવરિશ મળી છે જેને અમે પણ અમારા પરિવારમાં અપનાવવાનો પ્રયત્ન કર્યો છે.

 

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક વર્ષ 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પ્રિયંકા અને નિકે હિન્દુ અને ખ્રિસ્તી બંને રીત રિવાજ મુજબ લગ્ન કર્યા. તેમના ભવ્ય લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં પ્રિયંકા સ્પેનમાં તેની આગામી ફિલ્મ સિટાડેલનું શૂટિંગ કરી રહી છે. તેણે તાજેતરમાં જ તેની બોલીવુડ ફિલ્મની જાહેરાત પણ કરી છે. તે ફરહાન અખ્તરની ગર્લ્સ રોડ ટ્રીપમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ જી લે ઝારા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *