બીજુ નોરતું: બ્રહ્મચારિણી માતાની પૂજા વિધિ અને આરતી

નવરાત્રીમાં (Navratri 2021) બીજા દિવસેમાં બ્રહ્મચારિણી (Brahmacharini) સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગા પૂજાના (Durga puja) અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને (lord shankar) પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું. આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના (Brahmacharini Puja) નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.

મંત્ર:

या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

નવરાત્રીમાં બીજા દિવસેમાં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગા પૂજાના અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું.

માતા બ્રહ્મચારિણીની આરતી

जय अंबे ब्रह्माचारिणी माता।
जय चतुरानन प्रिय सुख दाता।
ब्रह्मा जी के मन भाती हो।
ज्ञान सभी को सिखलाती हो।
ब्रह्मा मंत्र है जाप तुम्हारा।
जिसको जपे सकल संसारा।
जय गायत्री वेद की माता।
जो मन निस दिन तुम्हें ध्याता।
कमी कोई रहने न पाए।
कोई भी दुख सहने न पाए।
उसकी विरति रहे ठिकाने।
जो ​तेरी महिमा को जाने।
रुद्राक्ष की माला ले कर।
जपे जो मंत्र श्रद्धा दे कर।
आलस छोड़ करे गुणगाना।
मां तुम उसको सुख पहुंचाना।
ब्रह्माचारिणी तेरो नाम।
पूर्ण करो सब मेरे काम।
भक्त तेरे चरणों का पुजारी।

આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.

શાસ્ત્રોની માન્યતા છે કે, ભગવતીએ ભગવાન શિવને પોતાના પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે એક હજાર વર્ષ સુધી ફળોનું સેવન કરી તપ કર્યું હતું. એ પછી ત્રણ હજાર વર્ષ સુધી ઝાડના પાન ખાઇ તપ કર્યું, આ કઠોર તપ બાદ એમને બ્રહ્મચારિણી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું.ભક્ત આ દિવસે પોતાના મનને ભગવતી માતાના ચરણોમાં એકાગ્રચિત કરીને સ્વાધિષ્ટાન ચક્રમાં સ્થિત કરે છે અને માતાની કુપા પ્રાપ્ત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા, તપનું આચરણ કરનાર ભગવતી, જે કારણે એમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *