ટાટા સન્સે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદી, રતન ટાટાએ ટ્વીટ કર્યું “Welcome back, Air India.”

સરકારે એર ઈન્ડિયા (Air India) માટે ટાટા ગ્રુપ (Tata Group)ની બિડને મંજૂરી આપી. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદ્યું છે. આ સોદા હેઠળ તે એરલાઈન્સનું 15,300 કરોડનું દેવું ચૂકવશે અને સરકારને 2,700 કરોડ રૂપિયા રોકડ તરીકે મળશે. ટાટા ટ્રસ્ટના વડા રતન ટાટાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “Welcome back, Air India.”

આ ડીલ બાદ એરલાઈન્સ સેક્ટરમાં મુખ્યત્વે ચાર કંપનીઓ રહેશે. આ કંપનીઓ ઈન્ડિગો, ટાટા ગ્રુપ એરલાઈન્સ, સ્પાઈસ જેટ અને ગોફર્સ્ટ હશે. OAGના ડેટા મુજબ દિલ્હી દેશનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ટાટા ગ્રુપ પહેલાથી જ બે એરલાઈન્સ Air Asia India અને Vistaraનું સંચાલન કરી રહ્યું છે.

હવે તેમની પાસે Air India અને Air India Express પણ છે. આ રીતે દિલ્હી એરપોર્ટ પર ચારેય એરલાઈન્સની કુલ ક્ષમતા 40.17 ટકા થઈ ગઈ. આ ઈન્ડિગો કરતા 3 ટકા વધારે છે. આ રીતે ઈન્ડિગોને હવે ડોમેસ્ટીક એરલાઈન્સમાં કઠિન પડકારનો સામનો કરવો પડશે.

દીપમના સચિવ તુહીનકાંત પાંડેએ જણાવ્યું હતું કે આ સોદા હેઠળ સંપાદન પૂર્ણ થયા બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો ધરાવશે. આ સિવાય એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો અને Air India SATSમાં 50 ટકા હિસ્સો પણ ટાટા ગ્રુપને મળ્યો છે.

આ ડીલ હેઠળ ટાટા ગ્રુપને એર ઈન્ડિયાનો સમગ્ર કાફલો પણ મળી જશે. એર ઈન્ડિયાના કાફલામાં 117 વાઈડ બોડી એરક્રાફ્ટ અને 24 નેરો બોડી એરક્રાફ્ટ છે. આ સિવાય તેમની પાસે એર ઈન્ડિયા, ઈન્ડિયન એરલાઈન્સ અને મહારાજા બ્રાન્ડ પર પણ માલિકીના અધિકારો હશે.

એર ઈન્ડિયામાં ઘણી ખામીઓ હતી, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. કદાચ આ જ કારણ છે કે ટાટાએ આ સોદામાં ખૂબ રસ દાખવ્યો. એક સપ્તાહમાં એર ઈન્ડિયા પાસે 4,486 સ્થાનિક સ્લોટ અને 2,738 આંતરરાષ્ટ્રીય સ્લોટ હતા.

આંતરરાષ્ટ્રીય સ્લોટમાં 358 પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે. 72 સાપ્તાહિક સ્લોટ્સ યુએસ, કેનેડા માટે જે ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન અને ટોરોન્ટો જેવા શહેરો માટે છે. ઈંગ્લેન્ડના હીથ્રો, લંડનના સ્ટેન્સ્ટેડ અને બર્મિંગહામ માટે 74 સાપ્તાહિક સ્લોટ્સ છે.

એર ઈન્ડિયાના સંચાલન વિશે વાત કરીએ તો તે 98 ડેસ્ટીનેશન અને દેશના 42 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સર્વિસ પૂરી પાડતી હતી. આ ડેટા 1 નવેમ્બર 2019નો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *