અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરને એન્ટ્રી આપશે નહિ

હવેથી અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરનું હેન્ડલિંગ નહીં કરે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ટેલ્કમ પાઉડરના નામે 3000 કિલો ડ્રગ્સ મોકલતા વિવાદ સર્જાયો હતો.

ડ્રગ્સ માફિયાઓની મેલી મુરાદ બર ન આવે તે માટે અદાણી પોર્ટ પર તમામ ટર્મિનલ ઉપરાંત થર્ડ પાર્ટી ટર્મિનલ્સ ઉપર પણ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરોનું હેન્ડલિંગ ન કરવાનો નિર્ણય લેવાયો છે.

અદાણી પોર્ટસ એન્ડ લોજિસ્ટિક્સ કંપનીએ સોમવારે જણાવ્યું કે, તે 15 ઓક્ટોબરથી પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનર કાર્ગોનું હેન્ડલિંગ કરશે નહીં. અદાણી પોર્ટસ – સેઝના સીઈઓ સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું કે, 15 ઓક્ટોબર 2021થ કંપની ઈરાન, પાકિસ્તાન અને અફઘાક્તિાનથી આવતા એક્ઝિમ કન્ટેનરાઈઝડ કાર્ગોને હેન્ડલ કરશે નહીં.

આ સૂચના કંપની દ્વારા સંચાલિત તમામ ટર્મિનલો અને અદાણી પોર્ટ – સેઝ પરના થર્ડ પાર્ટી ટર્મિનલ્સને પણ આગામી નવી ઘોષણા સુધી લાગુ પડશે. ઉલ્લેખનિય છે કે, લગભગ મહિના પહેલા અદાણી ગુ્રપની કંપની દ્વારા સંચાલિત બંદર ઉપર 21000 કરોડના મૂલ્યનું 3000 કિલોગ્રામ હેરોઈન ઝડપાયા મોટો વિવાદ થયો અને આ ઘટના બાદ જ કંપનીએ આવો નિર્ણય લીધો છે. આ નિર્ણય કંપની દ્વારા નવી ઘોષણા સુધી અમલમાં રહેશે.

મુંદરા પોર્ટ પર 15 સપ્ટેમ્બરે ડીઆરઆઈએ ઝડપેલા 3 હજાર કિલો 21 હજાર કરોડના હેરોઈન પ્રકરણની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને સોંપવામાં આવી છે. આ એજન્સીની પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવી રહ્યુ છે કે, કરોડોનો આ હેરોઈનની ડિલીવરી દિલ્હીના શખ્શને મળવાની હતી. આ ડ્રગ્સ તાલિબાની નિયંત્રણવાળા અફઘાનિસ્તાનમાંથી ભારત પહોંચ્યુ હતુ.

ત્રણ હજાર કિલો હેરોઈનની તપાસ ગત બુધવારે એનઆઈએ ને સોંપાઈ હતી. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર એનઆઈએ એ મચાવરમ સુધાકરન, દુર્ગા પીવી ગોવિંદરાજુ, રાજકુમાર પી અને ગેરકાયદેસર ગતિવિિધ( રોકથામ) કાયદાની કલમો હેઠળ નોંધાયેલ કેસની તપાસ શરૂ કરાઈ છે.

ઈરાનના અબ્બાસ બંદરથી મુંદરા પોર્ટ પર આવેલા 2988.21 કિલો હેરોઈન પ્રકરણની તપાસ દરમિયાન આ  કરોડોનો જથૃથો અફઘાનિસ્તાનથી ભારત પહોંચ્યુ હતુ. ફરાર થઈ ગયેલ એક આરોપી સિવાયના બધા આરોપીઓની ડીટેઈલ્સ એનઆઈએ ને સોંપી દેવાઈ છે. જો કે, ડીઆરઆઈ કુલદિપસિંહ નામના દિલ્હીના એક કારોબારીની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યુ હતુ. જેને આ હેરોઈન મળવાનું હતુ.

અફઘાનિસ્તાનના ડ્રગ ડીલર હસન હુસેને આ ખેપ મોકલી હોવાનું અને તેણે સુધાકરને કુલદિપસિંહને આ કન્ટેનર સપ્લાય કરવાનું કહ્યુ હતુ. જેથી, કુલદિપસિંહને અફઘાન ડ્રગ ડીલર સાથે સંબંધ હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, વિજયવાડાની પેઢીએ ટેલ્કમ પાઉડરના નામે ડ્રગ્સ આયાત કર્યું હતું અને આ આયાતમાં અદાણી પોર્ટ દ્વારા માત્ર કન્ટેનરનું હેન્ડલિંગ કરાતું હોવાનું અગાઉ જાહેર થઈ ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *