શારદીય નવરાત્રીના અંતિમ દિવસે મહાનવમી પર પૂજા હવન કરવામાં આવે છે. મહાનવમી પર હવન કરવાથી જ નવરાત્રીમાં કરવામાં આવેલ માતા દુર્ગાની પૂજા આરાધાનાનું પૂરું ફળ મળે છે. આ વર્ષે અશ્વિન મહિનાની નવરાત્રીની નવમી આજે 14 ઓક્ટોબર 2021ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે હવન-પૂજન કરવા ઉપરાંત કન્યા પૂજન પણ કરવામાં આવે છે. કન્યાઓને ભોજન કરાવી એમને ભેટ આપવામાં આવે છે. મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે.
નવરાત્રીની મહાનવમી તિથિ 13 ઓક્ટોબર રાત 8.07 મિનિટથી 14 ઓક્ટોબર સાંજે 6.52 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન પૂજા માટે સુભ મુહૂર્ત બ્રમ્હ મુહૂર્તમાં સવારે 4.42થી 5.31 સુધી અને અભિજીત મુહૂર્ત સવારે 11.44 થી 12.30 સુધી રહેશે. સાથે જ આ વખતે 14 ઓક્ટોબરે સવારે 9.36થી આખા દિવસે રવિ યોગ રહેશે.
નવમીના દિવસે સવારે જકળડી નહિ સાફ કપડાં પહેરો. માતા સિદ્ધિદાત્રી માટે પ્રસાદ તૈયાર કરો. માતાને ભોગમાં નવરસ યુક્ત ભોજન અને 9 પ્રકારના ફૂલહાર ચઢાવવા જોઈએ. ત્યાર પછી ધૂપ-દીપ પ્રગટાવો. માતાની આરતી કરો. નવમીના દિવસે માતાના બીજ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. એ સમયે ભક્તોની બધી મનોકામના પુરી થાય છે. એની સાથે જ પુરા વિધિ-વિધાનથી હવન કરવું જોઈએ. અંતમાં 2થી 10 વર્ષની કન્યાઓનું પૂજન કરવું જોઈએ. એમને હલવા પુરીનું ભોજન કરાવવું જોઈએ અને ભેટ આપવી જોઈએ. જો 9 કન્યાઓ ન બોલાવી શકો તો 2 કન્યાઓનું પૂજન પણ કરી શકો છો.