નમક વગર ખોરાક ફિક્કો લાગે છે આથી નમક વિનાના ભોજનની કલ્પના કરી શકાતી નથી. જો કે વધારે પડતો નમકિન ખોરાક લેવો આરોગ્ય માટે ખૂબજ નુકસાનકારક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ દર વર્ષે ૩૦ લાખથી વધુના મુત્યુ મીઠાનું અતિ સેવન કરવાથી થાય છે આથી મીઠાનો વપરાશ ઓછો કરવા માટે વિશ્વ નાગરિકોને ભલામણ કરવામાં આવી છે. ખાધ પર્યાવરણમાં સુધારણા અને જીવન બચાવવા માટે ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલના નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નવા બેંચમાર્કથી વર્ષ ૨૦૨૫ સુધી મીઠાના વપરાશમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર લોકો સરેરાશ રોજ ૯ થી ૧૨ ગ્રામ મીઠાનું સેવન કરે છે. જયારે દરેક વ્યકિતએ રોજ ૫ ગ્રામથી વધારે નમકનો ઉપયોગ કરવો જોઇએ. આપણે જાણીએ છીએ કે સોડિયમ એટલે કે મીઠુ આપણા દૈનિક આહારનો એક હિસ્સો છે કારણ કે શરીરને હાઇદ્રેટેટ રાખવામાં મદદ કરે છે એટલું જ નહી શરીરને શારીરિક રીતે એકટિવ રાખે છે. નમકના સેવનથી થાયરોઇડનું સ્તર સારુ થાય છે. નમક લો બ્લેડ પ્રેશરને નોર્મલ કરે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસના લક્ષણોમાં સુધારો કરે છે પરંતુ જયારે તેનું હાઇબીપી,સ્ટોક અને કિડનીની સમસ્યા પેદા કરે છે. નવા દિશા નિર્દેશો મુજબ ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલ જાળવી રાખવા લોકોને નમકનું ઓછું સેવન કરવા પ્રેરણા આપશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો હેતું પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સની જયાં વપરાશ વધારે થાય છે ત્યાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન ઓછું કરવાનો છે. સોડિયમ બેંચમાર્ક જુદા જુદા પ્રોસેસ્ડ ફૂડ પેક, નમકીન સ્નેકસ, મીટ પ્રોડકટ અને પનીરમાં સોડિયમના પ્રમાણ અંગે ૫ મે ના રોજ નવા માપદંડ બહાર પાડવામાં આવ્યા છે. આ ગાઇડન્સ મુજબ ૧૦૦ ગ્રામ પોટેટો વેફરમાં ૧૦૦ મિલીગ્રામ સોડિયમ હોવું જોઇએ જયારે પાઇ અને પેસ્ટ્રીમાં ૧૨૦ ગ્રામ સુધી પ્રોસેસ્ડ મીટમાં ૩૪૦ મિલીગ્રામ સોડિયમથી વધારે પ્રમાણ હોવું જોઇએ નહી.વિશ્વમાં રોજનું પાંચ ગ્રામ કરતા બમણા મીઠાનો ઉપયોગ થતો હોવાથી હ્વદય સંબંધી બીમારીઓનો ખતરો વધી રહયો છે. વિશ્વમાં એક અબજથી પણ વધુ લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે તેના માટે પણ મીઠાનું વધારે પડતું સેવન જવાબદાર છે.