આવનાર ઇદના તહેવારને લઈને ગર્વમેન્ટ એ ગાઇડલાઈન જાહેર કરી

રાજ્ય સરકારે (Gujarat Government) ઇદના તહેવારને (Eid Calibration) લઈને ગાઇડલાઈન જાહેર કરી છે. જણાવી દઈએ કે 19 ઓક્ટોબરે એટલે કે મંગળવારે ઇદ છે અને આ તહેવારમાં ઇદની ઉજવણી રૂપે જુલૂસ નીકળતું હોય છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ગાઇડલાઈન (Eid Guideline) રજૂ કરી છે. ગાઈડલાઈન પ્રમાણે ઇદનું જુલૂસ માત્ર એક જ દિવસ કાઢી શકાશે. એટલે કે 19 ઓક્ટોબર અને મંગળવારના રોજ જ ઇદનું જુલૂસ કાઢી શકાશે. આ ઉપરાંત મહત્તમ 15 વ્યક્તિ અને એક જ વાહનનો જુલૂસમાં ઉપયોગ કરી શકાશે. તેમજ ઉજવણીમાં નીકળતું જુલૂસ જે વિસ્તારનું હશે ત્યાં જ ફરી શકશે. અને અન્ય વિસ્તારમાં તેને લઇ જવાશે નહીં.

 

રાજ્ય સરકારે કહ્યું છે કે શક્ય એટલા ઓછા સમય જુલૂસ પૂર્ણ કરવાનું રહેશે. જુલૂસમાં સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. પરંતુ બને તેટલું જલ્દીથી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ નિયમો સાથે ઇદની ઉજવણીને છૂટ આપવામાં આવી છે. સાથે જ સરકારે રાત્રી કર્ફ્યુને લઈને નિર્ણય લીધો છે. આ સાથે જ 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. 10 નવેમ્બર સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત્ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *