કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad- Mumbai Bullet Train project) નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આ નિવેદન આપ્યું છે. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી કે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 25થી વધુ પિલર તૈયાર કરી દેવાયા છે જ્યારે નવેમ્બરથી દરેક મહિને 50 પિલરોનું નિર્માણ કરવામાં આવશે.

 

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાતના આણંદમાં રેલવે લાઈન બનાવવા માટે ઘણા સમય પહેલા કામ શરૂ થઈ ગયું છે. હમણાં, લાઇન બનાવવા માટે પાઇલ અને પાઇલ કેપનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આણંદના અનેક સ્થળોએ એક સાથે ખોદકામ ચાલી રહ્યું છે.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પેકેજ C-4 અંતર્ગત વાપી-સુરત-વડોદરા વચ્ચે પીલ્લર બાંધવાનું શરૂ થયું છે. એટલું જ નહીં, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સુરત અને નવસારી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આ રૂટનો પહેલો સેગમેન્ટ તૈયાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *