ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં ૨૪ કલાકમાં તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે સેવી હતી.
ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં એક તરફ ઉનાળો બરોબર જામી ચુક્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચામાસા જેવો માહોલ પણ સર્જાયો છે. એક તરફ હીટવેવ તો બીજી તરફ ગાજવીજ સાથે પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં ૨૪ કલાકમાં તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે સેવી હતી.
અમદાવાદ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેર
ગુજરતામાં ઉનાળાની ગરમી વચ્ચે હવમાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટડાો નોંધાયો હતો. રાજ્યમાં ૩૨.૮ ડિગ્રીથી લઈને ૪૩.૮ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં ૪૩.૬ ડિગ્રી, અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં ૩૨.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | ૪૩.૫ | ૨૬.૬ |
ડીસા | ૪૨.૮ | ૨૫.૧ |
ગાંધીનગર | ૪૧.૨ | ૨૬.૦ |
વિદ્યાનગર | ૪૦.૬ | ૨૬.૪ |
વડોદરા | ૪૧.૬ | ૨૬.૬ |
સુરત | ૩૮.૬ | ૨૭.૦ |
વલસાડ | – | – |
દમણ | ૩૪.૮ | ૨૮.૬ |
ભૂજ | ૪૧.૦ | ૨૬.૪ |
નલિયા | ૩૭.૦ | ૦૦ |
કંડલા પોર્ટ | ૩૭.૮ | ૨૫.૯ |
કંડલા એરપોર્ટ | ૪૩.૫ | ૨૫.૩ |
અમરેલી | ૪૨.૮ | ૨૫.૨ |
ભાવનગર | ૩૯.૦ | ૨૪.૪ |
દ્વારકા | ૩૨.૮ | ૨૭.૩ |
ઓખા | ૩૩.૦ | ૨૭.૪ |
પોરબંદર | ૩૭.૦ | ૨૩.૨ |
રાજકોટ | ૪૩.૬ | ૨૫.૮ |
વેરાવળ | ૩૨.૬ | ૨૬.૭ |
દીવ | ૪૦.૦ | ૨૪.૭ |
સુરેન્દ્રનગર | ૪૩.૫ | ૨૬.૪ |
મહુવા | ૩૮.૨ | ૨૧.૩ |
કેશોદ | ૪૦.૩ | ૨૫.૫ |
૨૪ કલાક બાદ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ઉનાળા વચ્ચે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. આગામી ૩ મેથી લઈને ૭ મે વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે ત્રીજી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ચોથી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
ચોથી અને પાંચમી મેના દિવસે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે સાત મેના રોજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.