પેન્શનરોની હયાતીની ખરાઇ હવે ઘરઆંગણે જ થશે

રાજ્ય સરકાર દ્વારા પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હવેથી પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે બેંક કે સંબંધિત ઓફિસે ધક્કા નહી ખાવા પડે. તેમને આ સેવાનો લાભ ઘરઆંગણે અને તે પણ વિનામૂલ્યે મળશે.

હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે.

Digital Life Certificate: Good News! Digital life certificate of elderly pensioners  will be made at home, know how here - informalnewz

હયાતીની ખરાઇ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની પોસ્ટ ઓફિસ/ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર-આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવશે.

Annual Life Certificate: What is the last date to submit Jeevan Pramaan to  continue receiving pension - The Economic Times

આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઇના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે.

How to submit annual life certificate using doorstep banking service:  Important things pensioners must know - The Economic Times

રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.

Charges for doorstep banking service to submit life certificate for  pensioners of SBI, Canara Bank, PNB, Bank of India - Jeevan Pramaan-  Digital Life Certificate | The Economic Times

ગાંધીનગર ખાતે થયેલ સમજૂતી કરાર વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા, નાણા વિભાગ ના સચિવ ટી.નટરાજન, જી.એસ.ટી. કમિશ્નર રાજીવ ટોપનો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Charges for doorstep banking service to submit life certificate for  pensioners of SBI, Canara Bank, PNB, Bank of India - Jeevan Pramaan-  Digital Life Certificate | The Economic Times

સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે ?

પેન્શનર્સને ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેને હવે IPPB ની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ , મોબાઇલ નંબર જેવા મહત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રીક લેશે.
જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શરન્સના ડિજીટલી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશનથી ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થઇ જશે. જેની એક ડિજીટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે.,

Bank Rules: Pensioners must complete this important work today or else they  will not get pension - informalnewz

અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનર્સને પણ આ સેવાનો લાભ મળશે.જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનને સંપર્ક કરવાનો રહેશે.

સોમનાથ પ્રતિષ્ઠા દિન

દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે આજથી 69મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ |  Dwadash Jyotirling Somnath Temple 69th Pranapratitha Mahotsav from today -  Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *