આજથી 76 વર્ષ પહેલા 6 ઓગસ્ટ 1945એ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર દુનિયાનો પહેલો પરમાણુ બોમ્બ હુમલો કર્યો હતો. જેના ત્રણ દિવસ બાદ જાપાનના જ નાગાસાકી શહેર પર બીજો પરમાણુ બોમ્બ હુમલો કર્યો હતો. જે બાદ બંને શહેર લગભગ સમગ્ર રીતે તબાહ થઈ ગયો હતો અને રિપોર્ટ અનુસાર, દોઢ લાખથી વધારે લોકોના જીવ ચાલ્યા ગયા હતા. આ સિવાય જે હુમલામાં બચી ગયા હતા તે અપંગતાનો શિકાર થઈ ગયા.
યોશિહિદે સુગાએ જાપાનમાં 76 વર્ષ પહેલા થયેલા પરમાણુ બોમ્બ બ્લાસ્ટની વર્ષગાંઠ પર હિરોશિમામાં આયોજિત સમારોહમાં ભાષણના કેટલાક ભાગને છોડી દીધો હતો, જેનુ આયોજન વિસ્ફોટમાં મૃત્યુ પામેલાની યાદમાં કરવા માટે દર વર્ષે કરવામાં આવે છે. આને લઈને તેમણે માફી માગી છે.
75 વર્ષ પહેલાં 6 અને 9 ઓગસ્ટના રોજ જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલામાં હિરોશિમાની સાડાત્રણ લાખની વસતિમાંથી લગભગ 1,40,000 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ, નાગાસાકીમાં લગભગ 74,000 લોકો માર્યા ગયા હતા. અમેરિકાની આ દુષ્કૃત્યના પગલે બીજું વિશ્વયુદ્ધ અચાનક સમાપ્ત થઈ ગઈ હતું. જાપાને 14 ઓગસ્ટ 1945ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. જોકે કેટલાક નિષ્ણાતોના મતે જાપાન સરેન્ડર કરવાની સ્થિતિમાં હતું. પરમાણુ હુમલામાં જીવતા બચી ગયેલા લોકોને હિબાકુશા કહેવામાં આવે છે. જીવિત બચી ગયેલા લોકોને પરમાણુ બોમ્બના હુમલા બાદ શહેરોમાં રેડિએશન અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના આજે એકપણ મેમ્બર હાજર નથી, પરંતુ આ હુમલા બાદ જ્યારે જે-તે સમયે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે આ બોમ્બ ફેંકીને કોઈ જ ભૂલ નથી કરી એ વાત પર જ ભાર મૂક્યો હતો.