મુસ્લિમ મહિલાઓ જૈન પરિવારના ઘરે-ઘરે જઈને મકાન વેચવાનું પૂછી રહી છે : જૈન પરિવારને હેરાન કરવાના આક્ષેપ…

સુરતના સીટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ અને મુસ્લિમના મકાનો વેચવાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને તંત્ર દ્વારા અશાંતધારો લગાવવામાં આવ્યો છે. ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં રહેતા લોકો મહિલાઓને આગળ કરી હિન્દુઓના મકાન વેચવાના છે એવું પૂછવા જતા વિવાદ ઉભો થયો છે. જોકે, મુસ્લિમ મહિલાઓ જૈન લોકોના દરવાજા ખખડાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા સાથે આ વીડિયોના આધારે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી ને ફરિયાદ કરતા આ મામલે પોલીસ દ્વારા તપાસનો શરૂ કરવામાં આવી છે.

અશાંત ધારો લગાવવામાં આવ્યો
સુરતમાં સૌથી જૂનો કોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિન્દુ વસ્તી સાથે મુસ્લીમ લોકો પણ રહે છે. ત્યારે આ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓનાં અને હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમોને ડરાવી-ધમકાવીને મકાન પડાવવાની ફરિયાદો મળતી હતી. જેને લઈને તંત્ર અને સરકાર દ્વારા વિસ્તારમાં અશાંતધારો મૂકવામાં આવ્યો છે. અહીં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોના મકાન લઇ શકતા નથી. મકાન લેવા માટે સોસાયટીના રહીશોની પરવાનગીથી લઇને બીજી અનેક સરકારી પ્રોસીજર કરવાની રહે છે.

જૈન પરિવારને હેરાન કરવાના આક્ષેપ
આ એપાર્ટમેન્ટમાં કેટલાક જૈન લોકોના મકાન વેચાઇ ગયા છે. અહીં રહેતાં બીજાં લોકો મકાન ખાલી કરીને જાય તે માટે આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં જૈન સમાજના લોકોની મોટા પ્રમાણમાં વસ્તી છે. જ્યારે આ લોકોના મકાન લેવા માટે મુસ્લિમ સમાજ દ્વારા હવે નવી રીત અજમાવવાની શરૂ કર્યા હોવાની આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી છે.

મુસ્લિમ મહિલાઓ ઘર વેચવાનું છે તેમ પૂછીને હેરાન કરે છે
અહીંયા મુસ્લિમ સમાજ દ્વારા કેટલીક મહિલાઓને આગળ કરી તે સમાજના લોકોના મકાનના દરવાજા ખખડાવીને આ તમારું મકાન વેચવાનું છે, આ પ્રકારની હેરાનગતિ શરૂ થઈ છે. જેને લઇને જૈન સમાજના કેટલાક લોકોએ સુરત પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ સાથે ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીને પણ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, જૈન સમાજના લોકોના ઘરના દરવાજા મુસ્લિમ મહિલાઓ દ્વારા આવીને મકાન વેચવાની પૂછપરછ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા સાથે આ વીડિયો સાથે સમાજના અગ્રણીઓએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના ગૃહવિભાગે સુરત પોલીસને આપી છે.

જોકે, આ મામલે વીડિયો વાયરલ થતાંની સાથે જ સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેમાં સુરતના રેન્જના અધિકારી પ્રવીણ માલ દ્વારા તપાસ બાદ મીડિયાને જાણકારી આપવામાં આવી હતી કે, આ મકાન જોવું છે અને મકાનમાલિક બનાવવાને લઇને લોકોએ તમામ ફ્લેટ વેચવા કાઢ્યા છે. ત્યારે આવી જાણકારી મળતાં મહિલા આ ચોક્કસપણે આવી અને મકાન વેચવાનું છે તેવી પૂછપરછ કરતી હોવાની વિગતો મળી છે. જોકે, છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં અનુસંધાને લઈને પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવે છે. હજુ સુધી કોઈપણ વ્યક્તિને ધમકાવીને મકાન ખાલી કરવું અથવા તો વેચવા માટે મજબૂર કરવાની કોઇપણ ફરિયાદ પોલીસને મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *