સીબીએસઈએ ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ ના સેમ્પલ પેપર કર્યા જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ ૧૦ માં અને ૧૨ માં ધોરણની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ ૧૦ માં અને ૧૨ માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. આ સાથે જ સીબીએસઈએ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

CBSE Class 10 & 12 Sample Papers Released | Marking Scheme Updates

સીબીએસઈએ ૧૦ માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૬૧ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.

CBSE: पश्चिम एशिया के 7 देशों में दोबारा होगी कक्षा 12वीं बोर्ड परीक्षा,  मार्क्स में सुधार करने का मिलेगा मौका - cbse class 12 board exams to be  held again in 7

સીબીએસઈએ ૧૨ માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.

CBSE Sample Papers 2027 Released: Download Class 10, 12 SQP - Careerindia

આ સેમ્પલ પેપરની મદદથી વિદ્યાર્થીઓ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે છે. જેમ કે, સેમ્પલ પેપરના માધ્યમથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પેટર્ન વિશે જાણી શકે છે. તેને ઉકેલવાથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ મેનેજમેન્ટને વધુ સારું બનાવી શકે છે.

CBSE SQP Class 12 | CBSE Sample Papers 2027 Released for Class 10, 12 at  cbse.nic.in; Assessment Scheme Unchanged - Telegraph India

સીબીએસઈ એ બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે સેમ્પલ પેપર જાહેર કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈએ જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ ૨૦૨૬ બોર્ડ પરીક્ષાની જેમ જ રહેશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *