વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડ્રેસિંગ ટેબલ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.
/indian-express-gujarati/media/media_files/2026/09/23/vastu-tips-for-dressing-and-dining-table-direction-2026-09-23-16-40-12.jpg)
વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન પર બહુ અસર કરે છે. કારણ કે જો આપણું ઘર વાસ્તુ શાસ્ત્ર બનેલું ન હોય તો ઘરમાં રહેતા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આ સાથે જ વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કઇ દિશામાં કઇ ચીજ રાખવી તેની ચોક્કસ માહિતી આપી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બનેલા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
એવું માનવામાં આવે છે કે ફર્નિચરને યોગ્ય દિશામાં રાખવાથી ઘરનું વાતાવરણ હકારાત્મક રહે છે, જ્યારે ખોટી દિશામાં મૂકવામાં આવેલી વસ્તુઓ માનસિક તણાવ અને ઘરેલું મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ડ્રેસિંગ ટેબલ અને ડાઇનિંગ ટેબલ પણ આવી વસ્તુઓમાં શામેલ છે. ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓ કઈ દિશામાં રાખવી ઉત્તમ માનવામાં આવે છે.

ડ્રેસિંગ ટેબલ કઈ દિશામાં મૂકવું જોઈએ?
વાસ્તુ અનુસાર ડ્રેસિંગ ટેબલને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું સારું માનવામાં આવે છે. ડ્રેસિંગ ટેબલના અરીસાની અસર રૂમની ઊર્જા અને પ્રકાશ પર પડે છે, તેથી ડ્રેસિંગ ટેબલના સ્થાનનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ડ્રેસિંગ ટેબલનો ગ્લાસ એવી જગ્યાએ ન હોવો જોઈએ જ્યાં સૂતી વખતે અરીસો તમને દેખાય છે. જો ઓરડામાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો રાત્રે કાચને કપડાથી ઢાંકી દેવો જોઈએ. ઉપરાંત, રૂમના દરવાજાની એકદમ સામે ડ્રેસિંગ ટેબલ રાખવાનું ટાળવું જોઇએ.

ડાઇનિંગ ટેબલ માટે કઈ દિશા યોગ્ય માનવામાં આવે છે?
વાસ્તુ શાસ્ત્રમાં પશ્ચિમ દિશાને ડાઇનિંગ એરિયા માટે શુભ માનવામાં આવે છે. ઉપરાંત ડાઇનિંગ ટેબલ ઉત્તર પશ્ચિમ દિશામાં પણ મૂકી શકાય છે. ડાઇનિંગ ટેબલને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અથવા પૂજા સ્થાનની સામે મૂકવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે.

ઉપરાંત ડાઇનિંગ ટેબલનું કદ પણ રૂમ અનુસાર હોવું જોઈએ. ટેબલ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને તેના પર બિનજરૂરી વસ્તુઓ ન મૂકવી જોઈએ.

ખોટી દિશામાં મૂકવાથી શું અસર થાય છે?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ફર્નિચર ખોટી દિશામાં મુકવાથી ઉર્જાના સંતુલનને અસર કરે છે. તે ઘરના વાતાવરણ, પરસ્પર સંબંધો અને માનસિક શાંતિને અસર કરી શકે છે. જો કે, આ વાસ્તુ ઉપાયો પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે અને તેની અસરોને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત માનવામાં આવતી નથી.


આ બાબતો પણ ધ્યાનમાં રાખો
ડ્રેસિંગ ટેબલ અને ડાઇનિંગ ટેબલ મૂકતી વખતે રૂમમાં જગ્યાનું ધ્યાન રાખો. ડાઇનિંગ ટેબલ એવી જગ્યાએ મૂકવું સારું હોય છે જ્યાં પરિવારના તમામ સભ્યો આરામથી બેસી શકે. ઉપરાંત ડ્રેસિંગ ટેબલની આસપાસ સારી લાઇટિંગ અને સ્વચ્છતા જાળવવી જોઈએ.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
