નડીયાદમાં લવ જેહાદનો ભયાનક કિસ્સો

નડિયાદમાં નર્સિંગમાં અભ્યાસ કરેલી એક યુવતીને સ્થાનિક મુસ્લિમ યુવકે નવેમ્બર ૨૦૨૦માં સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અને અવારનવાર શારીરિક સબંધ પણ બાંધ્યા હતા, અને થોડા મહિનાઓ પહેલા યુવતીને પોલેન્ડ મોકલવાની અને ત્યાં જઈ લગ્નની લાલચ આપી યુવતી પાસે પાંચ લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. અને મુસ્લિમ યુવકના પ્રેમમાં અંજાઈ ગયેલી યુવતી દ્વારા પોતાના પિતાને પોતે પોલેન્ડ જવા માંગે છે તેમ જણાવી રૂપિયા મેળવ્યા હતા. અને થોડા દિવસમાં મુખ્ય આરોપી યાશર ખાન પઠાણે પોતાના એક જય નામના મિત્ર પાસે પોલેન્ડના ડુપ્લીકેર વિઝાનુ સર્ટિફિકેટ બનાવી યુવતીને આપ્યું હતું. અને યુવતીએ પોતાના પિતાને બતાવી નિર્ધારિત તારીખે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે આરોપી યાસરખાન દ્વારા યુવતીને દુબઇ મોકલી દેવામાં આવી હતી. જોકે આરોપીએ પોતે થોડા દિવસમાં દુબઇ આવશે તેમ જણાવતા યુવતી માની ગઈ હતી અને દુબઇ પહોંચી ગઈ હતી.

હિન્દુ યુવતી દુબઇની જે હોટલમાં રોકાઈ હતી ત્યાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી યુવતીને મળતા તેને આરોપી યાસરખાનનો સંપર્ક કર્યો હતો. અને પોતાને પરત ભારત આવવાનું જણાવતા દબાણમાં આવેલ આરોપીએ યુવતીને ટિકિટ મોકલી નડિયાદ બોલાવી હતી. અને આરોપીએ ભાડાનું ઘર રાખી યુવતીને ચાર મહિના કરતા વધારે સમય ગોંધી રાખી હતી અને અવાર નવાર શારીરિક સબંધો બાંધ્યા હતા અને આરોપી જયારે ઘરની બહાર જતો ત્યારે યુવતીને ઘરમાં રાખી બહારથી લોક મારી દેતો હતો.

આરોપીનો પિતા જાબિર ખાન પઠાણ અને ફેઝલ ખાન પઠાણ બીજી ચાવી લઇ યુવતી જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી જઈ યુવતી સાથે શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કરતા હતા. જોકે યુવતી આરોપીના ભાઈ અને પિતાના વશમાં ન આવતા આરોપી મૂંઝવણમાં મુકાયા હતા. અને કંઈ રીતે યુવતીથી છુટકારો મેળવવો તેનો પ્રયાસ કરતા હતા. પણ યુવતીએ યાસર સાથે લગ્નની જીદ કરતા યાસરના માતા શહેનાઝ પઠાણ રૂમ પર જઈ યુવતીને બુરખો પહેરવા અને કલમા પઢવા દબાણ કરતા હતા.

આરોપીની માતાએ યુવતીને જણાવ્યું હતું કે યાસર તેમના કહ્યામાં નથી તેથી યુવતીને પોતાના ઘરે જતા રહેવા જણાવતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા નડિયાદ પોલીસ મથકે આવી ૧૦ લોકો વિરુદ્ધ પોતાની ફરિયાદ આપતાં પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે . જ્યારે મુખ્ય આરોપી સહીત બે લોકો પોલીસ પકડથી દૂર હોય પોલીસની ચાર ટીમો આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *