દુનિયાનો સૌથી મોટો સેક્સ સ્કેંડલ આવ્યો સામે

પોલીસ અનુસાર પાકિસ્તાની યૂનિવર્સિટીઓ નશીલી દવાઓ અને યૌન શોષણનો અડ્ડો બની ચૂકી છે. તપાસ બાદ પોલીસને વિદ્યાર્થીનીઓનાં ૫,૫૦૦ અશ્લીલ વીડિયો મળી આવ્યાં છે. 

પાકિસ્તાનમાં સૌથી મોટો સેક્સ સ્કેંડલ સામે આવ્યો છે. આ દુનિયાનો સૌથી મોટો સેક્સ સ્કેંડલ માનવામાં આવી રહ્યો છે જેમાં કૉલેજની  ૫,૫૦૦ છાત્રાઓનાં અશ્લીલ વીડિયો મળી આવ્યાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ અનુસાર આ છાત્રાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમની નથી.  પાકિસ્તાનનો આ મામલો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સ્કેંડલ સંબંધિત અનેક અલગ-અલગ વીડિયો સામે આવ્યાં છે તેમાંથી એક વીડિયોમાં કારની ડિક્કીથી એક છોકરી નિકળીને એક ઘરમાં જતી નજરે પડે છે. આ છોકરીને એક વ્યક્તિ લઈને આવે છે અને ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવે છે. આ પીડિતા એવી હજારો છોકરીઓમાંની એક છે જેમને પહેલાં ડ્રગ્સ આપવામાં આવે છે અને પછી તેમના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરવામાં આવે છે.

પાકિસ્તાનની ઈસ્લામિયા યૂનિવર્સિટી બહાવલપુરનો છે જે પોલીસ અનુસાર નશીલી દવાઓ અને યૌન શોષણનો અડ્ડો બની ચૂકી છે. તપાસમાં આરોપીઓનાં મોબાઈલમાંથી અનેક પુરાવાઓ મળ્યાં છે જેમાં અશ્લીલ વીડિયોની સાથે વોટ્સએપ ચેટ્સ મળી આવી છે જેનાથી સાબિત થાય છે કે આ ગંદી રમત વર્ષોથી ચાલી રહી છે. એજાઝ હુસૈન નામક વ્યક્તિ આ સમગ્ર સ્કેંડલનો મુખ્ય આરોપી છે જેની ગેંગ હજારો છોકરીઓનાં અશ્લીલ વીડિયો બનાવી તેમનું શોષણ કરી રહી છે.

સેક્સ સ્કેંડલ વિશે અબૂ બકરની ધરપકડ બાદ જાણકારી મળી હતી જે ઈસ્લામિયા યૂનિવર્સિટી બહાવલપુરનાં ડાયરેક્ટર ફાઈનેંસ છે અને તે ૨૮ જૂનનાં એક યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. તપાસમાં તેની પાસેથી ૧૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેના મોબાઈલમાં હજારો અશ્લીલ વીડિયો મળી આવ્યાં હતાં જેની મદદથી તે કોલેજની વિદ્યાર્થીનીઓનું શોષણ કરી રહ્યો હતો. આ બાદ રિટાયર્ડ મેજર એજાઝ હુસૈનને પકડવામાં આવ્યું જે કોલેજનો સિક્યોરિટી ઓફિસર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *