મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બેઠક

ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: જોઝે રામોઝોર્તા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક કરી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.

આપણે ૨૨ જાન્યુઆરીને દિવસે શું શું કરીશુ?

√.ઘરમાં દેવોનું પૂજા સ થાન સજાવીશું
√.રાંગોળી પુરીશું
√.દિવસે હાર તોરણ બાંધિશું
√.રામ દિવો કરીશું
√.સરસ મજાના દિવડાં કરીશું
√.આકાશ કંદીલ લગાવીશું
√.ફટાકા ફોડીને ખુશી મનાવીશું
√.મિઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન જમીશું
√.ગળપણના પદાર્થો ખાઈશું
√.ધજા, પતાકા અને તોરણો ફરકાવીશું
√.આપણા જીવનમાં બે દિવાળી ઉજવવાનો યોગ આ ૫०० વર્ષની પ્રતિક્ષા પછી આવ્યાં છે, તમે તમારા પડોશી લોકોને પણ આ ઉજવણી કરવા જણાવો.

વિશ્વ સમાચાર તરફથી જય શ્રીરામ🚩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *