પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો,. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૩ માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી.  પ્રધાનમંત્રીએ તિમોર લેસ્તેને તેના 11માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં, ભારત પાસેથી ટેકો માંગ્યો હતો.

 ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા 

રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષીય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સહકાર જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના બે સંસ્કરણોમાં તિમોર-લેસ્ટેની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી. ભારત ૨૦૦૨ માં તિમોર-લેસ્તે સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ દેશોમાંનો એક હતો.

આપણે ૨૨ જાન્યુઆરીને દિવસે શું શું કરીશુ?

√.ઘરમાં દેવોનું પૂજા સ થાન સજાવીશું
√.રાંગોળી પુરીશું
√.દિવસે હાર તોરણ બાંધિશું
√.રામ દિવો કરીશું
√.સરસ મજાના દિવડાં કરીશું
√.આકાશ કંદીલ લગાવીશું
√.ફટાકા ફોડીને ખુશી મનાવીશું
√.મિઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન જમીશું
√.ગળપણના પદાર્થો ખાઈશું
√.ધજા, પતાકા અને તોરણો ફરકાવીશું
√.આપણા જીવનમાં બે દિવાળી ઉજવવાનો યોગ આ ૫०० વર્ષની પ્રતિક્ષા પછી આવ્યાં છે, તમે તમારા પડોશી લોકોને પણ આ ઉજવણી કરવા જણાવો.

વિશ્વ સમાચાર તરફથી જય શ્રીરામ🚩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *