આજનો ઇતિહાસ ૧ ફેબ્રુઆરી

આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે ભારતમાં વર્ષ ૧૯૭૭ માં ૧ ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી અને આથી દર વર્ષે આજની તારીખે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

આજના દિવસે ઇન્ડિયન નેવી માટે બહુ જ મહત્વપૂર્ણ દિવસ મનાય છે.

વર્ષ ૨૦૦૩ માં અવકાશમાંથી પરત પૃથ્વી પર પરત આવતી વખતે ‘કોલમ્બિયા યાન’ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ જેમાં ભારતીય અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રી છે.

વર્ષ ૧૮૫૫ માં ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૧૯૭૨ માં ‘ઇન્ડિયન ઇન્ટરનેશનલ એવિએશન ઓથોરિટી’ની રચના કરવામાં આવી.

સેલિબ્રિટીની વાત કરીયે તો આજે બોલીવુડ એક્ટર જેકી શ્રોફ, ક્રિકેટર અજય જાડેજા ના આજે બર્થ ડે છે

૧ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1790 – ન્યુયોર્ક શહેરમાં પ્રથમ વખત ‘સુપ્રીમ કોર્ટ ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ’નું આયોજન કરવામાં આવ્યું.
  • 1793 – ફ્રાન્સે ‘યુનાઇટેડ કિંગડમ’ અને નેધરલેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1797 – લોર્ડ કોર્નવોલિસે બંગાળના ગવર્નર જનરલ તરીકે શપથ લીધા.
  • 1814 – ફિલિપાઈન્સમાં જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 1,200 લોકો મૃત્યુ પામ્યા.
  • 1827- કલકત્તા બંગાળ ક્લબની સ્થાપના થઈ.
  • 1835 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દાર્જિલિંગને સિક્કિમની લીઝ પર લીધું. મોરેશિયસમાં ગુલામીનો અંત આવ્યો.
  • 1855 – ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું ઔપચારિક ઉદ્ઘાટન થયું.
  • 1881 – દિલ્હીની સૌથી જૂની કોલેજ સેન્ટ સ્ટીફન્સ કોલેજની સ્થાપના થઈ.
  • 1884 – ટપાલ વીમા યોજના અમલમાં આવી. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના પ્રથમ વોલ્યૂ ‘એ ટુ આન્ટ’નું પ્રકાશન થયું.
  • 1908 – પોર્ટુગીઝ રાજા કાર્લોસ પ્રથમ અને ક્રાઉન પ્રિન્સ લુઇસ ફિલિપની લિસ્બનમાં હત્યા કરવામાં આવી અને મેન્યુઅલ દ્વિતીય શાસક બન્યો.
  • 1922 – મહાત્મા ગાંધીએ અસહકાર ચળવળને વધુ તીવ્ર બનાવવાની જાણકારી ભારતના વાઇસરોયને આપી.
  • 1924 – USSR એ યુનાઇટેડ કિંગડમને માન્યતા આપી. બ્રિટને સોવિયેત સંઘને માન્યતા આપી.
  • 1949 – ‘પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા’ એ ‘એસોસિએટેડ પ્રેસ ઑફ ઈન્ડિયા’ને હસ્તગત કરી.
  • 1953 – નેધરલેન્ડ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પૂરને કારણે 2500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં એકલા નેધરલેન્ડ્સમાં જ 1836 લોકોના મોત થયા હતા.
  • 1956 – દક્ષિણ આફ્રિકાએ સોવિયત સંઘના કોન્સ્યુલેટના કર્મચારીઓને પરત બોલાવવા માંગ કરી.
  • 1958 – ઇજિપ્ત અને સીરિયાનું ‘યુનાઇટેડ આરબ રિપબ્લિક’માં વિલીન કરવામાં આવ્યું, જે 1961 સુધી ટકી રહ્યું.
  • 1964 – ભારતમાં ‘યુનિટ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી.
  • 1972 – ‘ઇન્ડિયન ઇન્ટરનેશનલ એવિએશન ઓથોરિટી’ની રચના કરવામાં આવી.
  • 1974 – બ્રાઝિલના સાઓ પાઉલોમાં 25 માળની બેંકની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 227 લોકોના મોત થયા હતા. કુઆલાલમ્પુરને સંઘીય પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
  • 1976- ‘રાષ્ટ્રીય સંવાદ સમિતિ સમાચાર’ની રચના કરવામાં આવી.
  • 1977 – ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ની રચના કરવામાં આવી. 1 ફેબ્રુઆરીના રોજ ભારતમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ નેશનલ રેલ મ્યુઝિયમ દિલ્હીની સ્થાપના થઇ.
  • 1979- 14 વર્ષ સુધી દેશનિકાલ રહ્યા બાદ અયાતુલ્લા ખોમેનીનું ઈરાન આગમન.
  • 1985 – મોહમ્મદ અઝહરુદ્દીને કાનપુરમાં સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • 1991 – અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના કારણે લગભગ 1200 લોકોના મોત થયા.
  • 1992 – ભોપાલના મુખ્ય ન્યાયાધીશે ‘યુનિયન કાર્બાઇડ’ના ભૂતપૂર્વ CEO વોરેન એન્ડરસનને ફરાર જાહેર કર્યા. (ભોપાલ ગેસ દુર્ઘટના)
  • 1992 – કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ બદલીને ‘રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી’ રાખવામાં આવ્યું.
  • 1994 – જોસ અનાલા લેસો સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારના પ્રથમ ઉચ્ચ કમિશનર પદ નિમણુંક.
  • 1998 – પીટર કોર્ડાએ માર્સેલો રિયોસને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.
  • 2002 – અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું આતંકવાદીઓએ માથું કાપી હત્યા કરી.
  • 2003 – અવકાશમાંથી પરત પૃથ્વી પર પરત આવતી વખતે ‘કોલમ્બિયા યાન’ દુર્ઘટનાગ્રસ્ત થતા ભારતના કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા.
  • 2004 – સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન નાસભાગમાં 251 લોકો મૃત્યુ પામ્યા હતા અને 244 ઘાયલ થયા હતા.
  • 2005 – નેપાળના રાજા જ્ઞાનેન્દ્રએ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને હટાવ્યા અને ત્રણ વર્ષ માટે તમામ વહીવટી અધિકારો પોતાની પાસે લઇ લીધા.
  • 2006 – યુનાઇટેડ સ્ટેટ્સે દસ વર્ષની ‘અમેરિકન કોમ્પિટિટિવ પ્લાન’ની જાહેરાત કરી.
  • 2007 – ઇફ્કો (IFFCO) એ જોર્ડનની કંપની JPMની સાથે સંયુક્ત સાહસ સ્થાપવાનું નક્કી કર્યું.
  • 2009 – ચાર દેશોની ‘પંજાબ ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટ’માં ભારતે ન્યુઝીલેન્ડને 2-0થી હરાવ્યું. મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પ્રથમ વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
  • 2012 – ઈજીપ્તના પોર્ટ સઈદમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં 74 લોકો માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *