આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે ભારતમાં વર્ષ ૧૯૭૭ માં ૧ ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી અને આથી દર વર્ષે આજની તારીખે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે.
આજના દિવસે ઇન્ડિયન નેવી માટે બહુ જ મહત્વપૂર્ણ દિવસ મનાય છે.
વર્ષ ૨૦૦૩ માં અવકાશમાંથી પરત પૃથ્વી પર પરત આવતી વખતે ‘કોલમ્બિયા યાન’ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ જેમાં ભારતીય અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અવકાશ યાત્રી છે.
વર્ષ ૧૮૫૫ માં ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૭૨ માં ‘ઇન્ડિયન ઇન્ટરનેશનલ એવિએશન ઓથોરિટી’ની રચના કરવામાં આવી.
સેલિબ્રિટીની વાત કરીયે તો આજે બોલીવુડ એક્ટર જેકી શ્રોફ, ક્રિકેટર અજય જાડેજા ના આજે બર્થ ડે છે
૧ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
1790 – ન્યુયોર્ક શહેરમાં પ્રથમ વખત ‘સુપ્રીમ કોર્ટ ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ’નું આયોજન કરવામાં આવ્યું.
1793 – ફ્રાન્સે ‘યુનાઇટેડ કિંગડમ’ અને નેધરલેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.
1797 – લોર્ડ કોર્નવોલિસે બંગાળના ગવર્નર જનરલ તરીકે શપથ લીધા.
1814 – ફિલિપાઈન્સમાં જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 1,200 લોકો મૃત્યુ પામ્યા.
1924 – USSR એ યુનાઇટેડ કિંગડમને માન્યતા આપી. બ્રિટને સોવિયેત સંઘને માન્યતા આપી.
1949 – ‘પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા’ એ ‘એસોસિએટેડ પ્રેસ ઑફ ઈન્ડિયા’ને હસ્તગત કરી.
1953 – નેધરલેન્ડ, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પૂરને કારણે 2500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં એકલા નેધરલેન્ડ્સમાં જ 1836 લોકોના મોત થયા હતા.
1956 – દક્ષિણ આફ્રિકાએ સોવિયત સંઘના કોન્સ્યુલેટના કર્મચારીઓને પરત બોલાવવા માંગ કરી.
1958 – ઇજિપ્ત અને સીરિયાનું ‘યુનાઇટેડ આરબ રિપબ્લિક’માં વિલીન કરવામાં આવ્યું, જે 1961 સુધી ટકી રહ્યું.
1964 – ભારતમાં ‘યુનિટ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી.
1972 – ‘ઇન્ડિયન ઇન્ટરનેશનલ એવિએશન ઓથોરિટી’ની રચના કરવામાં આવી.
1974 – બ્રાઝિલના સાઓ પાઉલોમાં 25 માળની બેંકની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 227 લોકોના મોત થયા હતા. કુઆલાલમ્પુરને સંઘીય પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
1976- ‘રાષ્ટ્રીય સંવાદ સમિતિ સમાચાર’ની રચના કરવામાં આવી.
1977 – ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ’ની રચના કરવામાં આવી. 1 ફેબ્રુઆરીના રોજ ભારતમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ નેશનલ રેલ મ્યુઝિયમ દિલ્હીની સ્થાપના થઇ.
1979- 14 વર્ષ સુધી દેશનિકાલ રહ્યા બાદ અયાતુલ્લા ખોમેનીનું ઈરાન આગમન.
2002 – અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું આતંકવાદીઓએ માથું કાપી હત્યા કરી.
2003 – અવકાશમાંથી પરત પૃથ્વી પર પરત આવતી વખતે ‘કોલમ્બિયા યાન’ દુર્ઘટનાગ્રસ્ત થતા ભારતના કલ્પના ચાવલા સહિત સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા.
2004 – સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન નાસભાગમાં 251 લોકો મૃત્યુ પામ્યા હતા અને 244 ઘાયલ થયા હતા.
2005 – નેપાળના રાજા જ્ઞાનેન્દ્રએ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને હટાવ્યા અને ત્રણ વર્ષ માટે તમામ વહીવટી અધિકારો પોતાની પાસે લઇ લીધા.
2006 – યુનાઇટેડ સ્ટેટ્સે દસ વર્ષની ‘અમેરિકન કોમ્પિટિટિવ પ્લાન’ની જાહેરાત કરી.
2007 – ઇફ્કો (IFFCO) એ જોર્ડનની કંપની JPMની સાથે સંયુક્ત સાહસ સ્થાપવાનું નક્કી કર્યું.
2009 – ચાર દેશોની ‘પંજાબ ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટ’માં ભારતે ન્યુઝીલેન્ડને 2-0થી હરાવ્યું. મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝાની ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પ્રથમ વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
2012 – ઈજીપ્તના પોર્ટ સઈદમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં 74 લોકો માર્યા ગયા હતા.