ગુજરાતમાં ૧૫ મી જૂન સુધીમાં ચોમાસું બેસી શકે

ગુજરાતમાં ચોમાસું એક-બે દિવસ પહેલા પધારશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఏపీలోకి నైరుతీ రుతుపవనాలు  – News18 తెలుగు

રાજ્યમાં ચોમાસું એક-બે દિવસ વહેલું બેસવાની આગાહી છે.  હવામાન વિભાગના મતે આ વર્ષે ગુજરાતમાં ૧૩થી ૧૫ જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના ૧૫ દિવસ પછી જ શરૂ થાય છે.  હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે કારણ કે, ત્યાં સુધી પ્રતિ કલાક ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થઈ જશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ ફૂંકાશે.  ત્યારબાદ સાત જૂન સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ૧૫ જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.

Pin on Україна

જો પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તે પહેલા રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.  આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ પણ ફૂંકાશે. જો કે ત્યાર પછી પણ ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમીની સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનો ચાલુ રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *