બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ હસન સામે હત્યાનો ગુનો

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શાકિબ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના અદબોર પોલીસ મથકમાં શાકિબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રુબેલ કપડાંની ફેરી કરી ગુજરાન ચલાવી રહ્યો હતો જેનું એક પ્રદર્શન દરમિયાન મોત થયું હતું.

Murder Case On Shakib Al Hasan: बांग्लादेशी क्रिकेटर शाकिब अल हसन पर हत्या  का केस दर्ज, अभिनेता फर्दौस अहमद पर भी मर्डर का आरोप | 🏏 LatestLY हिन्दी

શાકિબ ઉપરાંત બાંગ્લાદેશી અભિનેત્રી ફિરદૌસ અહમદ વિરુદ્ધ પણ હત્યાનો ગુનો નોંધાયો છે. શાકિબ આ મામલે ૨૮મા જ્યારે ફિરદૌસ ૫૫મા નંબરની આરોપી છે. અન્ય આરોપીઓમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓબૈદુલ કાદર અને ૧૫૪ અન્ય લોકો સામેલ છે. આ ગુનામાં અંદાજે ૪૦૦થી ૫૦૦ અજાણ્યા લોકોને પણ આરોપી બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *