બાંગ્લાદેશી પોર્ન સ્ટાર રિયા બર્ડેની મુંબઈમાં ધરપકડ

બાંગ્લાદેશી પોર્ન સ્ટાર રિયા બર્ડે નકલી દસ્તાવેજો સાથે ભારતમાં રહેવાનો આરોપ.

મહારાષ્ટ્રની ઉલ્હાસનગર પોલીસે શુક્રવારે પોર્ન સ્ટાર રિયા બર્ડેની ધરપકડ કરી લીધી હતી. રિયાને ભારતીય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આરોહી બર્ડે અને બન્ના શેખના નામથી ઓળખવામાં આવે છે. રિયા બર્ડે પર બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતમાં રહેવાનો આરોપ છે અને આ આરોપના કારણે ઉલ્હાસનગર સ્થિત હિલ લાઈન પોલીસે પકડી છે.

Saif Ali Khan: Didn't have option to live off parents' money

આ મામલે આઈપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૯, ૩૪ અને ૧૪ એ હેઠળ કેસ નોંધાયો છે. રિયા પર આરોપ છે કે મૂળ બાંગ્લાદેશી છે અને તેની માતા, ભાઈ અને બહેન બનાવટી દસ્તાવેજ બનાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય ડોક્યુમેન્ટ બનાવવા માટે રિયાની માતાએ અમરાવતીના એક શખ્સ સાથે લગ્ન કર્યા હતા.

Who is Riya Barde? Bangladeshi Porn Star Arrested Over Illegal Stay in  India After Faking Documents | Republic World

હાલ આ મામલે પોલીસે રિયા સિવાય તેની માતા અંજલી બર્ડે ઉર્ફે રુબી શેખ, પિતા અરવિંદ બર્ડે, ભાઈ રવિન્દ્ર ઉર્ફે રિયાજ શેખ અને બહેન રિતુ ઉર્ફે મોની શેખને પણ આરોપી બનાવ્યા છે. પોલીસે જણાવ્યું કે રિયા ઘણા પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલી હતી અને તેણે ઘણી પોર્ન ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય રિયા આરોહી નામથી પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે.

સમગ્ર મામલાની તપાસ કરનાર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સંગ્રામ માલકરે જણાવ્યું કે તપાસમાં જાણ થઈ છે કે રિયાની માતા અંજલી બાંગ્લાદેશની રહેવાસી છે અને તે પોતાની બે પુત્રીઓ રિયા અને પુત્રની સાથે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. રિયાની માતાએ પશ્ચિમ બંગાળની હોવાનો દાવો કરતા અમરાવતીના રહેવાસી અરવિંદ બર્ડે સાથે લગ્ન કર્યા અને બાદમાં પોતે અને બાળકો માટે બનાવટી જન્મ પ્રમાણ પત્ર અને અન્ય બનાવટી દસ્તાવેજ બનાવીને ભારતીય નાગરિકનો પાસપોર્ટ બનાવી દીધો જેથી તે પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *