જાણો ૦૨/૧૦/૨૦૨૪ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

ચૌદસ-પૂનમ-અમાસનું શ્રાધ્ધ

મહાલયા – શ્રાધ્ધપક્ષ સમાપ્ત

કંકણાકૃતિ સૂર્યગ્રહણ-દેખાવાનું નથી.

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ. મિ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૦ મિ. (સુ) ૭ (ક.) ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલા બાળકની કન્યા (પ,ઠ,ણ) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૨ ક. ૨૩ મિે સુધી પછી હસ્ત.

ગોચર ગ્રહ :- સૂર્ય- કન્યા મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૧૦/વ્રજ માસ : આસો

માસ-તિથિ-વાર : ભાદરવા વદ પૂનમ

– ચૌદસ-પૂનમ-અમાસનું શ્રાધ્ધ

– સર્વપિતૃ અમાસ

– દર્શ અમાસ

– મહાલયા – શ્રાધ્ધપક્ષ સમાપ્ત.

– રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી

– કંકણાકૃતિ સૂર્યગ્રહણ – દેખાવાનું નથી.

– ગજચ્છાયા વ્રત સમાપ્ત ૧૨ ક. ૨૩ મિ. થી સૂર્યાસ્ત

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રહિઉલઅવ્વલ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૯મો રોજ ફરવરદીન

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

ત્રણ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન, થશે ધનલાભ… જાણી લો શું છે તમારી રાશિના હાલ?

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વારા ખોલનારો રહેશે. આજે કોઈ નવું કામ કરવું તમારા માટે સારું રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થશે. તમારી આવક વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. લવ લાઈફ જીવતા લોકો ખૂબ જ રોમેન્ટિક મૂડમાં હશે અને પોતાના પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરવાની નવી રીતો અપનાવશે. તમને તમારી પારિવારિક સમસ્યાઓમાંથી પણ ઘણી હદ સુધી રાહત મળશે. તમે તમારી માતાને લઈને મોસાળના લોકોને મળવા જશો.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. બિઝનેસમાં આજે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે, કારણ કે એને કારણે સમસ્યા થશે. પૈતૃક સંપત્તિના સંબંધમાં તમને કેટલાક સારા લાભ મળી શકે છે. તમે તમારી સુખ-સુવિધાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારી અજ્ઞાનતાને કારણે તમારું ધ્યાન અમુક રીતે ભટકી શકે છે. બાળકે શિક્ષણને લઈને કેટલાક મોટા પગલા લેવા પડશે. રાજકારણ અને સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની વિશ્વસનીયતામાં વૃદ્ધિ થશે.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે જો પૈસાને કારણે કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે દૂર થશે. આજે તણાવમાંથી મહદ અંશે તમને રાહત મળશે. તમે કામમાં વ્યસ્ત રહેશો. ટૂંકા અંતરની મુસાફરી કરી શકો છો. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે પૂરતા પ્રયાસો કરશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂરું થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખાણીએ સારો રહેશે. આજે તમે તમારા કામ પૂરા કરવામાં વધારે પડતો ઉત્સાહ અને ઉમંગ દેખાડશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે, જેને કારણે તમારી પ્રસન્નતાનો પાર નહીં રહે. જીવનસાથીથી આજે કોઈ વાત પણ ગુપ્ત ના રાખો, કારણ કે જો એ વાતો જાહેર થશે તો શક્ય છે તમારા બંને વચ્ચે સમસ્યા થઈ શકે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા કામનું આયોજન કરવું પડશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કેટલાક અનુભવી લોકોને મળશો અને એમનો અનુભવ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કેટલાક નવા લોકોને મળવામાં આજે તમને સફળતા થશે. તમારી બુદ્ધિ અને વિવેકથી ઘણું બધું હાંસિલ કરી શકો છો. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારા પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે થોડું વિચારવું પડશે.

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. તમારી પાસે વધારે કામ રહેશે, કારણે તમારું મન અહીંયા ત્યાં વ્યસ્ત રહેશે. તમારા ખર્ચમાં તમારી પરેશાનીનું કારણ બનશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના સંબંધમાં મિત્ર પાસેથી મદદ મેળવી શકે છે. તમારી નોકરી બદલવાનો તમારો નિર્ણય સારો રહેવાનો છે, તેથી તમે ફેરફાર કરી શકો છો. પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તમારે એના વિશે વિચારવું પડશે.

ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે અને તમે નવું ઘર પણ ખરીદી શકો છો. જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય, તો તમને તે મળવાની દરેક સંભાવના છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો. તમારા ખર્ચને લઈને તમને કોઈ ટેન્શન નહીં રહે અને તમે કેટલાક મોંઘા ખર્ચ પણ પૂરા કરી શકશો. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસો પોતાના કામ પર ધ્યાન આપવાનો રહેશે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ દેખાડશો તો તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. આજે તમારું કોઈ કામ બગડશે, જેને કારણે તમારું મન વ્યથિત રહેશે. નોકરીમાં કોઈ વિવાદ થવાની સંભાવના છે, તેથી કોઈ વાતને પ્રોત્સાહિત કરશો નહીં. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે કોઈ કામમાં આળસ કરી રહ્યા છો, તો તે તમને નુકસાન પહોંચાડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારા પર કામનું દબાણ વધી રહ્યું છે. તમારી જવાબદારીઓ આજે કોઈ પર પણ છોડવાનું ટાળો, નહીં તો એને પૂરી કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે. ધાર્મિક કાર્યમાં આજે તમારી રૂચિ વધી રહી છે. પારિવારિક જીવનમાં તાલમેલ જાળવીને રાખો. કોઈ ધાર્મિક કાર્ય તરફ ઝુકાવ મળશે. આજે કામને લઈને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ આજે તેમના અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે. આજે તમારે તમારા પરિવારના સભ્યને લઈને ભાવનાત્મક નિર્ણય લેવાથી બચવાનો રહેશે, નહીં તો પાછળથી પસ્તાઈ શકો છો. માતા તમારા માટે ભેટ લાવી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ નવા કાર્યમાં રસ કેળવી શકે છે. તમારી આસપાસ રહેતા લોકોથી અંતર રાખવું તમારા માટે સારું રહેશે, કારણ કે તેઓ તમારા મિત્રોને બદલે તમારા દુશ્મન બની શકે છે. આજે કોઈ સ્કીમમાં કરેલાં રોકાણથી તમને સારો એવો લાભ થઈ રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું શીખવાનો રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામમાં ફેરફાર આવતા સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારી વિચારસરણીથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. પૈતૃક સંપત્તિને લઈને જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે ઉકેલ આવશે. આજે તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.

meen

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કામના સ્થળે આજે તમારી યોજનાઓ સફળ થશે. આજે તમારા અનુભવનો ઉપયોગ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દેશો. આજે કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પાછા મળી શકે છે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવીને આગળ વધવું પડશે, નહીંતર મતભેદને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. વિદેશ જઈ ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે.

Astrology Sun sign - Free animated GIF - PicMix

૪૮ કલાક બાદ શનિ બદલશે ચાલ

Shani Dev GIF - Shani Dev - Discover & Share GIFs

જ્યોતિષશાસ્ત્રમાં તમામ ૯-૯ ગ્રહોમાં શનિને સૌથી ક્રુર અને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિની વક્ર દ્રષ્ટિ જો જાતક પર પડે તો તેની જિંદગીમાં મુસીબતોના પહાડ તૂટી પડે છે તો બીજી બાજું જો કોઈ પર શનિની કૃપા દ્રષ્ટિ પડે છે તો તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ જોવા મળે છે. આવો આ શનિ ૪૮ કલાક બાદ એટલે કે ૩ જી ઓક્ટોબરના બપોરે ૧૨:૧૦ કલાકે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે અને ૨૭ મી ડિસેમ્બરન સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને ડિસેમ્બર મહિના સુધી જલસા જ જલસા રહેશે…

Astrologie GIF - Trouver sur GIFER

શનિના આ નક્ષત્ર પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પૂરા થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. વેપારમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થશે, પૈસા બચાવશો. નવી ડીલ ફાઈનલ થશે.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધ થશે. શિક્ષણમાં પણ સફળતા મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. કામના સ્થળે તમારા ઉપરી તમારા કામથી ખુશ થઈને તમારી પ્રશંસા કરશે.

નોકરી કરી રહેલાં ધન રાશિના જાતકોને ધનલાભ થશે. કોઈ સારી નોકરી મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક પરિણામ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે. કરિયરમાં લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *