જાણો ૦૮/૧૦/૨૦૨૪ મંગળવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો માં ચંદ્રઘંટાની પૂજા

Navratri Puja 2022 : જાણો નવરાત્રી ક્યારે શરૂ થાય છે?-INDIA NEWS GUJARAT -  India News Gujarat

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

આસો સુદ પાંચમ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ., (સુ) ૭ (ક.) ૨૧ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૨૮ ક. ૦૯ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.

નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૮ ક. ૦૯ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા. ચંદ્ર-વૃશ્ચિક ૨૮ ક. ૦૯ મિ. સુધી પછી ધન.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૬ વ્રજ માસ : આસો

માસ-તિથિ-વાર : આસો સુદ પાંચમ

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૪ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૫મો રોજ અશીશવંદ

રાસ-ગરબા | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 2

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

ચાર રાશિના જાતકો માટે દિવસે હશે એકદમ શાનદાર, અટકી પડેલાં કામ થશે પૂરા…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. જો કોઈ જગ્યાએ તમારા પૈસા અટવાઈ ગયા હશે તો તે આજે પાછા મળવાની શક્યતા છે. તમારા દુશ્મનો આજે તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. કોઈ નવું વાહન ખરીદી શકો છો. રાજકારણમાં હાથ અજમાવી રહેલાં લોકોને આજે કોઈ મોટું પદ મળતાં ખુશીનો પાર નહીં રહે. આજે કોઈ સાથે પણ અહંકારથી વાત કરવાનું ટાળો, નહીં તો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. પરિવારના લોકો આજે તમારી વાતને સંપૂર્ણ મહત્ત્વ આપશે. આજે તારા સૂચન પર અમલ કરવામાં આવશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજે તમારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે કોઈ જૂના મિત્રની યાદ સતાવશે. પરિવારના કોઈ સભ્યને મળવા એમના ઘરે જશો. આજે કોઈ પાસેથી પણ પૈસા ઉધાર લેતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ પૈસા પાછા આપવામાં તમને મુશ્કેલી પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નવા કામની શરૂઆત કરવા માટે સારો રહેશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનરને કોઈ જગ્યાએ લોન્ગ ડ્રાઈવ વગેરે પર લઈ જશે. આજે કામના સ્થળે તમારું મન કામને બદલે બીજી બધી બાબતો પર રહેશે. તમારા સ્વભાવને કારણે આજે તમે કેટલાક કામ આવતીકાલ પર નાખવાનો પ્રયાસ કરશો. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં અવરોધ આવી રહ્યા હશે તો તે દૂર થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વનો રહેશે. આજે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સારી રીતે વિચારવું પડશે. પ્રોપર્ટી સંબંધિત મામલામાં આજે કોઈ સાથે વાદ-વિવાદ થશે. લાંબા ગાળાની તમારી યોજનાને વેગ મળશે. વેપારમાં તમે લીધેલો કોઈ પણ નિર્ણય આજે તમને ખુશી આપશે. માતા-પિતા સાથે આજે કોઈ મહત્ત્વના કામ વિશે વાત કરશો. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે અધ્યાત્મિક કાર્યોમાં જોડાઈને નામ કમાવશો. ઘરના રિનોવેશન પર પૂરતું ધ્યાન આપશો. આજે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશો. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. કોઈ જૂના વ્યવહારને કારણે આજે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે આજે કોઈ સાથે કોઈ મહત્ત્વની માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમારે ખર્ચ વિશે વિચારવો પડશે. કેટલાક ખાસ અને મહત્ત્વના લોકોને મળશો. પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો. આજે કોઈ ટેન્શનને કારણે પરેશાન હતા તો તેમાંથી પણ તમને રાહત મળશે. માતા-પિતા સાથે આજે કેટલીક પારિવારિક બાબતો વિશે ચર્ચા-વિચારણા કરશો.

તુલા રાશિના જાતકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. કામકાજમાં કોઈ મુશ્કેલી સતાવી રહી હતી તો મિત્રની મદદથી આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદાને ફાઈનલ ટચ આપશો. તમારી આસપાસનું વાતાવરણ આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથી સાથેના તમારા સંબંધો સુધરી રહ્યા છે.

આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમારી પત્ની તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે. કોઈની સાથે તમારા વિવાદને કારણે તમે પરેશાન રહેશો. વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે આવતી કાલ માટે તમારું કામ છોડવાનું ટાળવું જોઈએ. તમને તમારા ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમારે કોઈ કામની યોજના બનાવીને આગળ વધવું પડશે.

આજનો દિવસ તમારા માટે ધર્માદા કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો દિવસ રહેશે. તમારે તમારી દિનચર્યા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. પૈસાની બાબતમાં ઉતાવળમાં કોઈ પગલું ન ભરો. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. જો તમને કોઈ નવી જવાબદારી મળશે તો તમે ખૂબ જ ખુશ થશો. જો વિદ્યાર્થીઓ કોઈપણ સરકારી નોકરી સંબંધિત પરીક્ષામાં હાજર રહે છે, તો તેઓ વધુ સારા પરિણામ મેળવશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું પડશે. પારિવારિક સમસ્યાઓ અંગે તમે તમારા પિતા સાથે વાત કરી શકો છો. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. તમે કોઈ બિનજરૂરી કામને લઈને ચિંતિત રહેશો. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારે તમારા કામમાં કોઈ સહકર્મીની મદદ લેવી પડી શકે છે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો આજે દૂર થઈ રહ્યા છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુકનિયાળ રહેશે. કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આજે એના માટે અનુકૂળ સમય ચે. ધાર્મિક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેશો. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. આજે કોઈ સંબંધી તમારે ત્યાં સમાધાન કરવા માટે આવી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે બેસીને પારિવારિક સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો. તમને કોઈ કામથી સારો આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. જો તમે કોઈ કામ માટે લોન વગેરે માટે અરજી કરી રહ્યા હતા, તો તમને તે પણ સરળતાથી મળી જશે. આજે કોઈ સાથે પણ ખૂબ જ સમજી વિચારીને વાત કરો.

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને ચમકદાર છે.

Navratri 2022 Puja: After puja of devi chandraghanta do this totka money  problem may be solve | Navratri 2022 Totke: નવરાત્રીમાં આજે મા ચંદ્રઘંટાની  પૂજા બાદ કરો 10 રૂપિયાનો આ ટોટકો, આર્થિક ...

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને ચમકદાર છે. માતાને ચાર હાથ છે અને માતાનું વાહન સિંહ છે. ચાલો જાણીએ મા કાત્યાયનીની પૂજા વિધિ અને આરતી.

રાસ-ગરબા | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *