૪૨.૨ ડિગ્રી ! રાજકોટમાં કાળઝાળ ગરમી

હવામાન વિભાગે હીટવેવની ચેતવણી પોરબંદર-ભાવનગર અને કચ્છ માટે આપી અને ગરમી રાજકોટમાં.

Trending GIF hot sun heat perfect loops blazing scorching very hot

સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અનિશ્ચિતતા વચ્ચે હવામાન વિભાગે હીટવેવ, વાવાઝોડા અને કમોસમી વરસાદની ચેતવણી આપી છે ત્યારે મંગળવારે હવામાન વિભાગની આગાહીથી વિપરીત સ્થિતિ રાજકોટમાં જોવા મળી છે, હવામાન વિભાગે કચ્છ, પોરબંદર અને ભાવનગર માટે હીટવેવ એલર્ટ આપ્યું હતું પરંતુ રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં ૪૨.૨ ડિગ્રી નોંધાઈ હતી.

હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: ગુજરાતીઓ કાળજાળ ગરમીમાં શેકાવા થઇ  જાવ તૈયાર - જાણો કેટલા ડીગ્રી રહેશે તાપમાન - Trishul News

મધ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી તા.૩જી સુધી કમોસમી વરસાદ તેમજ મીની વાવઝોડુ ફૂંકાવાની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે મંગળવાર અને બુધવારના રોજ પોરબંદર જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લા માટે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે. જો કે, હવામાન વિભાગની આગાહીથી વિપરીત રીતે હિટવેવની અસર જોવા મળી હતી અને રાજકોટમાં એપ્રિલ માસના પ્રારંભે જ મહત્તમ તાપમાનનો પારો ૪૨.૨ ડિગ્રીને અડકી જતા રાજકોટ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.

Hot Outside Lorne Greene Boiling Heat GIF | GIFDB.com

બીજી તરફ મંગળવારે રાજ્યમાં પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો હતો જેમાં ભુજમાં ૪૧.૩, અમરેલીમાં ૪૦.૯, અમદાવાદમાં ૪૦.૮, ડીસામાં ૪૦.૭, ગાંધીનગરમાં ૪૦.૬, કંડલામાં ૩૯.૯, પોરબંદરમાં ૩૯.૭, વડોદરામાં ૩૯.૪, નલિયામાં ૩૯, દીવમાં ૩૮.૬, સુરતમાં ૩૮.૦, ભાવનગરમાં ૩૭.૨, જામનગરમાં ૩૭.૧ અને વેરાવળમાં ૩૫.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાત માટે આગામી ૩ એપ્રિલ સુધી મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *