જાણો ૦૬/૦૪/૨૦૨૫ રવિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

રામનવમી

Ram Navami 2025: Spread the Festive Cheer! Images Stickers And WhatsApp GIFs  To Share With Family And Friends News24 -

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ (ક.) ૧૭ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૩૦ ક. ૨૫ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ વસંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૫ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ નોમ

– શ્રી રામ નવમી

– ચૈત્રી નવરાત્રી સમાપ્ત

– શ્રી સ્વામિનારાયણ જયંતી

– રવિપુષ્ય ૩૦ ક. ૨૫ મિ. સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૫ મો રોજ અશીરવંધ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આજે રામનવમીના દિવસે પાંચ રાશિના જાતકોને મળશે Good News…

Happy Ram Navami 2025: 30+ wishes, images, greetings, messages, GIFs and  WhatsApp status to share with loved ones - Hindustan Times

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની વાણીમાં સૌમ્યતા બનાવી રાખવી પડશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પરું થશે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. આજે કાયદાકીય બાબતમાં થોડી સાવધાની રાખવાનો રહેશે. આજે કોઈ કામને લઈને તમને ખોટી માહિતી આપી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે આ રાશિના જાતકો કામની સાથે સાથે પરિવાર માટે પણ સમય કાઢશો. સંબંધોમાં આજે મજબૂતી આવશે. આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે વાતચીત કરશો. આજે કોઈ જૂનું વચન પૂરું કરવું પડશે. કામના સ્થળે કામનું દબાણ વધતા તમારે ગભરાવવાની જરૂર નથી. આજે તમે તમારા તમામ કામ સમયસર પૂરા કરશો. સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. આજે તમે તમારા પરિવારના સભ્યને કોઈ વાત રહેશો. કોઈ વાતને લઈને જો ચિંતા સતાવી રહી હતી તો આજે એ પણ દૂર થઈ જશે. કોઈ જૂની ભૂલ પરથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. આજે કોઈ જૂની લેવડ- દેવડને લઈને સાવધાની રાખવી પડશે. સાસરિયાઓ સાથે આજે કોઈ વાત સાથે બોલાચાલી થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે કોઈ યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો. આજે નોકરી બદલવાને લઈને કોઈ મહત્વનું પગલું ભરશો. આજે તમારે ખૂબ જ સમજી વિચારીને કામમાં આગળ વધવું પડશે. આજે તમે સાથીને લીને શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે. આજે તમારે કોઈ પણ વાતચીતમાં ખૂબ જ સમજદારી દેખાડવી પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે. આજે તમારા ખર્ચ વધશે, જે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. આજે ઘરે કોઈ નવું વાહન લાવી શકો છો. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ ખોટી સંગતમાં પડી શકે છે. વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા મળશે. તમારા પ્રગતિમાં કોઈ અવરોધ આવી રહ્યા હશે તો તે પણ દૂર થશે. આજે કોઈ પાસેથી માંગીને વાહન ચલાવવાનું ટાળો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે કોઈ કાયદાકીય બાબતને લઈને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. બિઝનેસમાં આજે તમે નવા નવા ઉપકરણોનો સમાવેશ કરશો, જેના માટે થોડું ઉધાર લેવું પડી શકે છે. આજે પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે. આજે કામના સ્થળે બોસ તમારા સૂચનથી ખુશ થઈ શકે છે. મિત્રના કહેવા પર આજે તમે શેરબજારમાં રોકાણ કરવાથી બચો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો. તમારી મહેનત રંગ લાવશે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીના પ્રેમમાં ડૂબેલા જોવા મળશે અને તેઓ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પણ સમજી શકશે નહીં. તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમે નવું ઘર વગેરે ખરીદી શકો છો, જેના માટે તમને સરળતાથી લોન મળશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મજાનો રહેશે, પરંતુ અહીં-ત્યાં બેસીને તમારો ખાલી સમય બગાડો નહીં. તમારે બીજા કોઈના મામલામાં બિનજરૂરી બોલવાનું ટાળવું પડશે. તમારા ઉતાવળા સ્વભાવને કારણે ભૂલ થઈ શકે છે. તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા આહારમાં સંતુલિત આહારનો આનંદ માણશો. તમારા જીવનસાથી તમારી સાથે ખભે ખભો મિલાવીને ચાલશે, જેથી તમે તમારું કામ સરળતાથી કરી શકશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને લાંબા અંતરની યાત્રા પર જવાની તક મળશે. તમારી મહેનતને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. તમારી લાંબા ગાળાની યોજનાઓ ગતિ પકડશે. તમારે તમારા બોસ શું કહે છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા કોઈ સાથીદાર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ કામમાં તમે તમારા ભાઈઓ પાસેથી સલાહ લઈ શકો છો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા કોઈ મિત્ર સાથે દલીલ થવાની શક્યતા છે. તમારે તમારા કાર્યસ્થળ પર કોઈપણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું પડશે અને રાજકારણ તરફ આગળ વધતા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા આગળ આવશો. તમારા મનસ્વી સ્વભાવને કારણે તમે મોટી ભૂલ કરી શકો છો.

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમારે તમારા ખાવા-પીવાની આદતો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમારા મનમાં કોઈ નવું કામ કરવાની ઈચ્છા જાગી શકે છે. તમે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. પરિવારના કોઈ સભ્યની વાતથી તમને ખરાબ લાગી શકે છે. વિદેશમાં તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાના તમારા પ્રયાસોમાં તમે સફળ થશો. તમે ફરવા જવાની યોજના બનાવી શકો છો.

મીન રશિના જાતકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેશે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો, જે તમને માનસિક શાંતિ પણ આપશે. તમે તમારા જીવનસાથી સાથે મળીને ભવિષ્ય માટે યોજના બનાવશો. પૈસાના મામલામાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારી મહેનત અને સમર્પણથી, તમે કાર્યસ્થળ પર કોઈપણ કાર્ય સમય પહેલા પૂર્ણ કરી શકશો, જેના કારણે તમારા બોસ પણ તમારાથી ખુશ રહેશે. તમારે ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવાનું પણ ટાળવું પડશે.

Ram Navami 2025 Todays Puja Vidhi Muhurat; Rituals Traditions | Fasting  Rules | रामनवमी आज, पूजा के लिए ढाई घंटे का एक मुहूर्त: 2 मिनट में घर पर  आसान विधि से करें

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *