જાણો ૨૯/૦૪/૨૦૨૫ મંગળવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

Parshuram Jayanti PNG, Vector, PSD, and Clipart With Transparent Background for Free Download | Pngtree

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

શ્રી પરશુરામ જ્યંતી

Parshuram Jayanti PNG Transparent Images Free Download | Vector Files | Pngtree

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ.) ૬ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૯ / વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ બીજ

શ્રી પરશુરામ જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૩૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૧૮મો રોજ રશ્ને

Parshuram Jayanti PNG, Vector, PSD, and Clipart With Transparent Background for Free Download | Pngtree

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આજનો દિવસ અમુક જાતકો માટે લઈ આવશે ‘શુભ’ સમાચાર

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

આજનો દિવસ વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ સારો રહેશે. પણ આજે કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરતા નહીં તો તમે છેતરાઈ શકો છો. તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આજે સામાજિક કાર્યમાં તમારી ભાગીદારી વધશે. તમને તમારા પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારે સતર્ક રહેવું પડશે, વિરોધીઓ સક્રિય રહેશે અને તકનો લાભ લેવાનો પ્રયાસ કરશે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ રહેશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તે પૂર્ણ થઈ શકે છે. આજે તમારે વાહનો અને ઘરગથ્થું ઉપકરણો પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

વૃષભ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. દિવસભર કામને લઈને તમારા પર માનસિક દબાણ રહેશે. તમે તમારી નાણાકીય સ્થિતિ સુધારવા વિશે વિચારશો. વધતા ખર્ચા તમને મૂંઝવણમાં મૂકશે. આજે કોઈની સાથે દલીલ થવાની શક્યતા છે, તેથી શાંતિ અને ધૈર્ય સાથે આગળ વધવું તમારા હિતમાં રહેશે. તમારા મિત્રો અને નજીકના સંબંધીઓની વાતોથી તમે ખુશ થશો. આજની સાંજ તમે મનોરંજનમાં વિતાવશો. આજે પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બની શકે છે. કોઈ દૂરના સંબંધીના સ્વાસ્થ્ય બગડવાના સમાચાર મળી શકે છે.

આજે મિથુન રાશિને મિલકત સંબંધી લાભ થઇ શકે છે. જો તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારું કામ થઇ જશે. જો તમે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો તેને થોડા સમય માટે મુલતવી રાખવું વધુ સારું રહેશે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમને માન-સન્માન મળશે. આજે તમારા પરિવારના સભ્યો પણ તમારી વાતને મહત્વ આપશે અને તમારી સલાહનું પાલન કરશે. તમે ઘણા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. મનપસંદ ભોજન માણશો. આજે તમે તમારા બાળકોના શિક્ષણ માટે સમય કાઢશો અને તેમની સાથે મનોરંજક ક્ષણો વિતાવશો.

કર્ક રાશિના જાતકો માટે ભાગીદારીમાં કોઈ કામ કરવા માટે આજનો દિવસ સારો રહેશે, પરંતુ તમારા જીવનસાથીનું કોઈ કામ તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. આજે તમે બાળકો સાથે સમય વિતાવશો. તમે પિકનિક પર જવાની યોજના પણ બનાવી શકો છો. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવા પડશે. કામ પર ચાલી રહેલી સમસ્યાઓને અવગણશો નહીં અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરજો. તમારા વાહનમાં અચાનક ખામી સર્જાવાથી ખર્ચમાં વધારો થઈ શકે છે. બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું.

આજે સિંહ રાશિના લોકો ધાર્મિક યાત્રા પર જવાની શક્યતા છે. પરિવારમાં લગ્ન કે કોઈ શુભ પ્રસંગ બની શકે છે, જેથી તમે ઉત્સાહિત રહેશો. આજે તમને મિત્રો અને પરિચિતો સાથે સુખદ ક્ષણો વિતાવવાની તક મળશે; કોઈની સાથે તમારા વિચારો શેર કરીને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. પરંતુ તમારે મિલકત અને કાનૂની બાબતોમાં સાવધાની રાખવી પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. નાણાકીય બાબતોમાં ઉધાર વ્યવહારો ટાળજો . તમારે તમારા બાળકોની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. તમે કાલે તમારા પ્રેમી સાથે રોમેન્ટિક સાંજ વિતાવી શકો છો.

કન્યા રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારે તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને અવગણવી ન જોઈએ. તમારે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેવો પડશે. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદ કરી શકો છો. તમને આજે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. કન્યા રાશિ માટે આજનો દિવસ નાણાકીય બાબતોમાં ઉત્સાહજનક રહેશે. તમને વ્યવસાયમાં સારી કમાણી થશે. તમે કેટલાક સર્જનાત્મક અને મનોરંજક કાર્યક્રમોનો આનંદ માણી શકો છો. પ્રેમ જીવનની દ્રષ્ટિએ દિવસ રોમેન્ટિક રહેશે. તમે તમારા પ્રેમી સાથે એક યાદગાર સાંજ વિતાવી શકો છો.

તુલા રાશિના નક્ષત્રો સૂચવે છે કે આજે તમારો દિવસ મૂંઝવણભર્યો હોઈ શકે છે. આજે તમારા વ્યવસાયમાં કોઈ ટેકનિકલ સમસ્યાથી તમે પરેશાન થઈ શકો છો. તમારે કોઈ ખાસ કામ માટે યાત્રા પર જવું પડી શકે છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમારે તેમાં સાવધાની રાખવી પડશે અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે, નહીં તો સમસ્યાઓ થઈ શકે છે. જો ભાઈ-બહેનો સાથે કોઈ બાબતમાં વિવાદ થયો હોય, તો તે ઉકેલાઈ જશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા વિવાહિત જીવનમાં, તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ આનાથી તણાવ નહીં થાય પરંતુ તમારી વચ્ચે પ્રેમ વધશે.

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ખુશહાલીભર્યો રહેશે. તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. આજે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સુધારો થશે. તમને કંઈક નવું જાણવા અને શીખવાની તક મળશે. ખરીદીની યોજના બનાવી શકો છો. સારી વાત એ છે કે જો પરિવારનો કોઈ સભ્ય બીમાર છે, તો તેની તબિયતમાં સુધારો થશે. તમારો કોઈ મિત્ર તમને કોઈ રોકાણ યોજનાની સલાહ આપશે, પરંતુ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ તમારા પૈસાનું રોકાણ કરજો. આજે તમને મિલકત સંબંધિત કામમાં સફળતા મળશે.

ધન રાશિ માટે આજનો દિવસ મિશ્ર રહેશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની છબી સુધરશે. વ્યવસાય કરતા લોકો કોઈ નવું કામ કરવાની યોજના બનાવી શકે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી, તમારું કોઈપણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે. બાળકોની ખુશી માટે, તમે આજે ખરીદી કરી શકો છો અથવા તેમને ભેટ આપી શકો છો. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ ઝગડો હોય તો તે દૂર થશે અને પરસ્પર તાલમેલ વધશે. આજે મિલકતમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે.

મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. વ્યવસાયમાં નફો કરવા માટે, તમારે સખત મહેનત કરવી પડશે. દિવસનો બીજો ભાગ કમાણીની દ્રષ્ટિએ સારો રહેશે. વિદ્યાર્થીઓ કોઈ નવા સંશોધનમાં ભાગ લઈ શકે છે જેથી તેમના જ્ઞાનમાં વધારો થશે. તમારે કોઈ કામ માટે ટૂંકી યાત્રા પર જવું પડી શકે છે. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે; મિત્રો તરીકે દેખાતા કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેમનાથી સાવધ રહો. તમે નાના બાળકો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. તમારો સાંજનો સમય મનોરંજનમાં પસાર થશે.

સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને તમારી છબી સુધારવાની તક મળશે. આજે સામાજિક અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ વધશે. જો તમે લાંબા અંતરની મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય અચાનક બગાડથી તમે પરેશાન થઈ શકો છો. આજે તમને મિત્રો અને પડોશીઓ તરફથી સહયોગ મળશે. ઘરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

મીન રાશિ માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લાવશે. જો તમે તમારા વ્યવસાય અને કાર્યમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તે કરી શકો છો. કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. તમારું મન પૂજા પાઠ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આગળ વધશે, જે તમારા મનને ખુશ રાખશે. અભ્યાસની સાથે, વિદ્યાર્થીઓ કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લેશે, જેનાથી અભ્યાસમાં તેમની રુચિ વધી શકે છે. પરંતુ જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે યોગ્ય નથી. મિલકતની બાબતોમાં સાવધાની રાખજો.

Parshuram Jayanti PNG Transparent Images Free Download | Vector Files | Pngtree

અક્ષય તૃતીયા પર વર્ષો બાદ દુર્લભ સંયોગ

Create Akshaya Tritiya 2025 Animated Wishes Link with Name | Free Editor

સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી શુભ મુહુર્તોથી એક માનવામાં આવે છે, જ્યારે કોઈપણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી હોતી. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે અને સમૃદ્ધિ લાવે છે. આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની સાથે-સાથે સોનું, ચાંદી અથવા કિંમતી ધાતુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Akshaya Tritiya 2022 WhatsApp stickers: How to share Happy Akshaya Tritiya  WhatsApp wishes | How-to

હિન્દુ પંચાગ પ્રમાણે આ વર્ષે અક્ષય તૃતીયા ૩૦ એપ્રિલના રોજ છે અને ખાસ વાત એ છે કે આ દિવસે ગજકેસરી યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને માલવ્ય રાજયોગ જેવા ખૂબ જ શુભ સંયોગો પણ બની રહ્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. 

Akshaya Tritiya 2025: When is Akha Teej? Know Exact Date, Time, and  Significance - The Times of India

આવી સ્થિતિમાં અક્ષય તૃતીયા પર બનેલા આ ખાસ યોગોના પ્રભાવના કારણે કેટલીક રાશિના જાતકોને કારકિર્દી, ધનઅને અંગત જીવનમાં મોટો લાભ અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ એ ૩ ભાગ્યશાળી રાશિઓ વિશે.

વૃષભ રાશિ

અક્ષય તૃતીયા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદથી પ્રગતિ અને સફળતાના યોગ બની રહ્યા છે. તમને તમારા કારકિર્દીમાં નવી તકો મળી શકે છે, સંપત્તિ અને રોકાણ માટે ખૂબ જ સારો સમય છે. એકંદરે આ દિવસ સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખોલી શકે છે.

મિથુન રાશિ

અક્ષય તૃતીયા મિથુન રાશિના જાતકો માટે અપાર ધન લાભની તકો લઈને આવી રહી છે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રગતિની પુષ્કળ તકો મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે અને પારિવારિક સંબંધો પણ મજબૂત બનશે.

મીન રાશિ

અક્ષય તૃતીયા પર મીન રાશિના જાતકો માટે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. કારકિર્દીમાં બમ્પર લાભ, પ્રમોશન અને પગાર વધારાના યોગ છે. વાહન કે મિલકત ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી સમૃદ્ધિના દ્વાર ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *