આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાથી વજન વધે છે. આ માટે આપણે વજન ઘટાડતી વખતે ઠંડુ પાણી પીવાનું ટાળીએ છીએ. પરંતુ શું ઠંડુ પાણી પીવાથી ખરેખર વજન વધે છે?
હાલના સમયમાં વજન વધવું દરેકને પરેશાન કરી રહ્યું છે. તેમાંથી મોટાભાગના લોકો આ દિવસોમાં વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી અનેક બાબતોમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ફ્રિજમાં ઠંડુ પાણી પીવાથી વજન વધે છે. આ માટે આપણે વજન ઘટાડતી વખતે ઠંડુ પાણી પીવાનું ટાળીએ છીએ. પરંતુ શું ઠંડુ પાણી પીવાથી ખરેખર વજન વધે છે?
તરસ છીપાવવા માટે પાણી શ્રેષ્ઠ સાધન છે. આ દરમિયાન એક સૌથી વધારે ગેરસમજ એ છે કે ઠંડુ પાણી પીવાથી વજન વધી શકે છે. પરંતુ શું ઠંડુ પાણી પીવાથી ખરેખર વજન વધે છે? તાજેતરમાં ન્યુટ્રિશનિસ્ટ અમિતા ગડ્રેએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે સ્પષ્ટતા કરી હતી.
ઠંડુ પાણી અને વજન વધવાનું સત્ય અમિતાના જણાવ્યા પ્રમાણે પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે, જેમાં ઝીરો કેલરી હોય છે. વળી ઠંડુ પાણી પીવાથી વજન વધતું નથી. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ઠંડું પાણી પીવાથી તમારા ચરબીના કોષો જામી જશે નહીં, જેમ કે હુંફાળું પાણી પીવાથી તે પીગળશે નહીં. પૂરતું પાણી ન મળવાથી તમે અસ્વસ્થતા અનુભવી શકો છો અને તમારી મેટાબોલિઝમની પ્રક્રિયાને અસર કરી શકો છો. તે તાપમાન વિશે વધુ વિચારવાને બદલે પૂરતું પાણી પીવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.