ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ-વિરામ મંત્રણા થઈ, પડી ભાંગી અને આખરે યુદ્ધવિરામ થઈ ગયું ત્યારે ઈરાનનું ૪૦૦ કિલો જેટલું સમૃદ્ધ યુરેનિયમ ક્યાં છે તેની અમેરિકા કે ઈઝરાયલને કંઈ ખબર નથી. પરિણામે અમેરિકાની ચિંતા વધી ગઈ છે. કારણ કે આટલું યુરેનિયમ ૧૦ એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.

Donald Trump: కాల్పుల విర‌మ‌ణ అతిక్ర‌మించ‌కండి.. ట్రుత్ సోష‌ల్‌లో డోనాల్డ్  ట్రంప్-Namasthe Telangana

અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ રવિવારે વહેલી સવારે ઈરાનનાં ત્રણ પરમાણુ સંકુલો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન ઉપર છ બંકર-બસ્ટર-બોમ્બ નાંખ્યા હતા. પરંતુ આ ત્રણે પરમાણુ સંકુલોમાંથી ૬૦ % સમૃદ્ધ યુરેનિયમ ગુમ થઈ ગયું છે. હવે, તેને ૯૦ % સુધી શુદ્ધ કરવામાં થોડો જ સમય લાગે તેમ છે. જો તે સ્તરે યુરેનિયમ વિશુદ્ધ થઈ જાય તો તે ૧૦ એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.

ઈરાન 10 પરમાણુ બોમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ, ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં 1 - image

ઈરાન અમેરિકા સાથેની મંત્રણા સમયે, આ યુરેનિયમ એક પ્રબળ લિવરેજ (હથિયાર) તરીકે વાપરવા માગે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે જ તેવું પાક્કું અનુમાન બાંધીને ઈરાને તેનાં યુરેનિયમનો જથ્થો કોઈ અજ્ઞાાત-સ્થળે ફેરવી દીધો છે. ઇઝરાયલ પણ આ ગણતરીને પુષ્ટી આપે છે.

The environmental impact of a bunker buster bomb — Instrumental  Communications

અમેરિકા ઉપપ્રમુખ જે.ડી. વાન્સે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે યુદ્ધે ચઢ્યું નથી. પરંતુ તે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છાનો સખત વિરોધ કરે છે. આ સાથે તેઓએ કહ્યું અમે ઈરાનના સત્તાધિશો સામે લડીએ છીએ, તેની જનતા સામે નહીં. અમે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છા સામે લડીએ છીએ. સાથે તેમ પણ સ્વીકાર્યું કે ઈરાનના પરમાણુ સંકુલો સંપૂર્ણત: નાશ પામ્યાં નથી. 

Early US intelligence report suggests US strikes only set back Iran's  nuclear program by months

પછી તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલીક સંવેદનશીલ-બાબતો તેઓ જાહેર કરી શકે નહીં. સાથે વિશ્વાસ પૂર્વક કહ્યું કે ઈરાન પર કરાયેલા પ્રચંડ હુમાલાઓએ, ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાછો ઠેલવી જ દીધો છે. આ તબક્કે તો અમેરિકા તેટલું જ ઈચ્છે છે, જે ઈચ્છા પૂરી પણ થઈ છે.

Newsnight - Will Trump bomb Iran? - BBC iPlayer

સેટેલાઈટ તસ્વીરોમાં તે સ્પષ્ટ દેખાયું છે કે ઈરાનનો મુખ્ય ન્યૂક્લિયર પ્લાંટ ફોર્ડો પર્વતની અંદર ઊંડે સુધી રચવામાં આવ્યો છે, તેની બહાર ૧૬ ટ્રક ઉભા હતા. આ પ્લાંટ પર્વતોમાં એટલે ઊંડે રચાયો છે કે, જ્યાં મિસાઈલ હુમલા થઈ ન શકે, તેથી અમેરિકાએ ઈરાનની ત્રણે ન્યૂક્લિયર ફેસિલિટી, ફોર્ડોસ, નાતત્ઝ અને ઈસ્ફરાનને ભારે નુકસાન થયું હોય તેમ સ્પષ્ટ દેખાયું હતુ. પેલા ટ્રક પણ ગૂમ થઈ ગયેલા જણાતા હતા.

Topic | Trump's White House | The Sydney Morning Herald

ટૂંકમાં ઈરાનના પરમાણું કાર્યક્રમ કરતું રહસ્યનું જાળું રહેલું છે. અમેરિકા અને ઈઝરાયલ માટે તો તે ચિંતાનો વિષય છે જ, પરંતુ વિશ્વ શાંતિ માટે પણ ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *