રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે.

LIVE राजस्थान चुनाव परिणाम | Rajasthan Election Results | राजस्थान लोकसभा  चुनाव 2024 – NDTV India

આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી. જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ ૬૦ બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે. આ સિવાય ૧૦ બાળકોનું મોત નિપજ્યું છે. જોકે, હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે.

Image

શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

Image

આ મામલે ઝાલાવાડના પોલીસે જણાવ્યું ,કે ૧૦ બાળકોના મોત થયા છે અને ૧૧ અન્ય ઘાયલ થયા છે. ૧૦ બાળકોને ઝાલાવાડ મોકલવામાં આવ્યા છે, જેમાંથી ત્રણથી ચારની હાલત ગંભીર છે. શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Image

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ભગવાનને ઓછામાં ઓછી જાનહાનિ અને ઈજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’

राजस्थान में बड़ा हादसा: झालावाड़ में सरकारी स्कूल की बिल्डिंग भरभराकर  गिरी, 5 बच्चों की मौत; 20 से ज्यादा घायल | BiG Breaking: Rajasthan Jhalawar  Government School ...

રાજસ્થાન સરકારમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘ઝાલાવાડની એક શાળામાં એક દુ:ખદ ઘટના બની છે. તે દુઃખદ છે. બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. છત કેવી રીતે તૂટી તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.’

School building collapses in Rajasthan's Jhalawar 5 children dead villagers  rescued children trapped in debris - Rajasthan News | Bhaskar English

Somnath Shivotsav Shravan 2025: Devotee Safety, New Facilities | શ્રાવણ  મહિનામાં સોમનાથ જતાં હો તો આટલું જાણી લો: જો ન જઈ શકો તો આવી રીતે કરો ઝૂમ  એપથી ઓનલાઈન પૂજા - Gir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *