ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે તો તેણે ભારત સાથેના સંબંધોને ઝડપથી સુધારવાની જરૂર છે.

A look back at Nikki Haley's time in the White House

બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદોના મુદ્દાને કારણે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે ફાટ ન થવા દેવી જોઈએ. અમેરિકાએ તેના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તે ભૂલવું ન જોઈએ. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે. 

Nikki Haley officially suspends presidential campaign | Here & Now

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત સામે ૨૫ % પારસ્પરિક ડ્યુટી અને વધારાની ૨૫ % ડ્યુટી લાદ્યા બાદ તણાવ વધ્યો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વાટાઘાટોમાં અમેરિકાની ભૂમિકા અંગેના દાવાઓ સહિત મહિનાઓ સુધી ચાલેલા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું હતું. હેલીએ ટ્રમ્પના દબાણ અભિયાનને સમર્થન આપતા કહ્યું કે ભારતની ઊર્જા ખરીદી “યુક્રેન સામે વ્લાદિમીર પુતિનના ક્રૂર યુદ્ધને નાણાંકીય સહાય કરી રહી છે. જોકે, તેમણે ભારતને દુશ્મન માનવા સામે ચેતવણી આપી.

Jain Paryushan 2022: Date for Shwetambar Jains and Digambar Jains,  significance and celebration in India - Hindustan Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *