જાણો ૨૭/૦૮/૨૦૨૫ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

ગણેશ ચતુર્થી, સંવત્સરી (ચ.પક્ષ)

Ganesh Chaturthi Wishes in Gujarati (2025) | ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ | ગણેશ  ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ | Happy Ganesh Chaturthi Wishes, Quotes,  Images, Greetings, Text, WhatsApp Status in Gujarati

Jain Samvatsari Michhami Dukkadam 2025: Forgiveness Day

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ (ક.) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) સાંજના ૭ ક. ૨૩ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા સાંજના ૭ ક. ૨૩ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૫ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ચોથ

– ગણેશ ચતુર્થી : વરદ ચતુર્થી – ચંદ્ર દર્શન નિષેદ

– વિનાયક ચતુર્થી

– સંવત્સરી (ચ.પક્ષ)

– સરસ્વતી પૂજન (ઓરિસ્સા)

– સૌભાગ્ય ચતુર્થી (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૩મો રોજ તીર

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

ગણેશચતુર્થી પર આ રાશિઓ પર રહેશે ગણેશજીની વિશેષ કૃપા

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો નિરાશાજનક રહેવાનો છે. ઘરમાં આજે વડીલોની સેવામાં સમય પસાર કરશો. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો અઘરો અને મહત્ત્વનો નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હિસ્સો લેવાનો મોકો મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. આજે તમારે તમારી પર્સનલ લાઈફને લઈને કોઈ પર પણ ભરોસો કરવાનું ટાળો. પારિવારિક જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો બિઝનેસ કરી રહેલાં લોકો માટે બિલકુલ લાપરવાહી નહીં દેખાડવાનો રહેશે. સ્વાસ્થ્ય માટે દિવસ આજે અનુકૂળ રહેશે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલાં આ રાશિના જાતકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. કુંવારા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે, જેને કારણે ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના કોઈ સદસ્યના લગ્નમાં અવરોધ આવી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર રહેશે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે વરિષ્ઠ અધિકારીઓની પ્રશંસા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ સાવધાનીથી લેવાનો રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે થોડો મુશ્કેલીથી ભરપૂર રહેશે. કામની વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળશે. પતિ-પત્નીના સંબંધોમાં આજે ખટાશ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ઓફિસમાં સંતુલન જાળવી રાખવાનું રહેશે. આજે પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે કોઈ ત્રીજાનું આગમન થતાં પરિસ્થિતિ વણસી શકે છે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ કરી રહેલાં લોકો માટે નવા નવા લોકો સાથે સંપર્ક બનાવવાનો રહેશે, જેને કારણે ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. મિત્રોનો સાથ-સહકાર મળતાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિરોધીઓ આજે ઈચ્છા છચાં તમારું કંઈ બગાડી શકશો નહીં. માનસિક તાણને કારણે સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે સહકર્મચારીઓને કારણે બદનામી ઉઠાવવાનો વારો આવશે. માતા-પિતાની સેવા કરવાનો મોતો મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કે લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે, કારણ કે તમારા નિર્ણય ખોટો થઈ શકે છે. રોકાણ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખો, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. આજે કોઈ બીમારીને કારણે તમારું મન પરેશાન રહેશો. નોકરી શોધી રહેલાં લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અટવાયેલા પૈસા પાછા મેળવવાનો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે લાભ થઈ રહ્યો છે. પોતાના કામ સિવાય બીજાના કામમાં દખલગિરી કરવાનું ટાળો. ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. પારિવારિક જીવન અને વૈવાહિક જીવન પણ સુખદ રહેશે. આજે તમે કોઈ વાતને કારણે થોડા મૂંઝવણમાં રહેશો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સતર્કતા રાખવાનો રહેશે. પરિવારમાં આજે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. પરિવારના વડીલના સ્વાસ્થ્યને કારણે આજે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. માનસિક શાંતિનો અનુભવ થશે. શેરબજારમાં કામ કરી રહેલાં લોકોએ આજે રોકાણ કરવાથી બચવું પડશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજનો દિવસ સકારાત્મકતા લઈને આવશે. જીવનશૈલીમાં સુધારો લાવવા સમજી વિચારીને પગલાં લેવા પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અટકી પડેલાં સરકારી કામ પૂરા કરવાનો રહેશે. પરિવાર સાથે આજે ખરીદી વગેરે માટે જવાનું પ્લાનિંગ કરશો. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો સાવધાની રાખવાનો રહેશે. નોકરી કરી રહેલાં લોકોની જવાબદારીઓમાં આજે વધારો થશે. અંગતજીવનને લઈને આજે થોડી પરેશાનીનો સામનો કરવે રહેશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. ટ્રેડિંગ કરી રહેલાં લોકોએ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. સ્વાસ્થ્યને લઈને આજે થોડી ચિંતા સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોના ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર હશે. આજે કોઈ વાતને કારણે પરિવારના વિરોધનો સામનો કરવો પડશે. પરિવારમાં કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને આગળ વધો.

કુંભ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપો. આજે કોઈ મોટી નોકરીની ઓફર આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો નહીં સુધારો તો તમને મુશ્કેલી પડી શકે છે. પરિવારને મહત્ત્વ આપશો તો જીવનશૈલી સુખદ રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, અને તમારું મન પ્રસન્ન રહેશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકો માટે લાભ કરાવનારો રહેશે. સ્વાથ્ય સારું રહેશે. આજે તમે થાક અનુભવશો. નોકરી કરી રહેલાં લોકોને આજે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે આજે તમે દરેક વાત શેર કરશો. સંબંધોમાં થોડી ખટાશ આવી જશે. જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યું છે. લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *