ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ ગાંધીનગરમાં સેક્ટર-૨૪ માં આવેલ પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. તેમજ એફએસએલ દ્વારા મહિલા કોન્સ્ટેબલના મૃત્યુંને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. પોલીસ દ્વારા યુવતીની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.


ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીનગર એસી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસને કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

