મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને ૮૮ રનથી કચડી નાખી…

ભારતની મહિલા ક્રિકેટરોએ અહીં રવિવારે વન-ડે વર્લ્ડ કપની લીગ મૅચમાં પાકિસ્તાન ને ૮૮ રનથી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ભારતીય ખેલાડીઓની ફીલ્ડિંગ ખરાબ ન હોત તો ભારતને વહેલો વિજય મળી ગયો હોત. ખાસ કરીને વિકેટકીપર રિચા ઘોષે ત્રણ કૅચ છોડ્યા હતા.

Women's World cup 2025: ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ಭಾರತ 88 ರನ್ ಗೆಲುವು

પાકિસ્તાનની સિડ્રા અમીને ૧૦૬ બૉલમાં સૌથી વધુ ૮૧ રન કર્યા હતા. ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ તેમ જ સ્નેહ રાણાએ બે વિકેટ લીધી હતી. બે ખેલાડી રનઆઉટ થઈ હતી. પાકિસ્તાનની ટીમ ૨૪૮ રનના ટાર્ગેટ સામે ૧૫૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

Women's World Cup: India Crush Pakistan By 88 Runs To Continue Undefeated  Streak | Times Now

પાકિસ્તાનની બૅટર્સ ભારતીય બોલર્સના પ્રેશરમાં આવીને અત્યંત ધીમું રમી હતી. ૨૪૮ રનના લક્ષ્યાંક સામે પહેલી ૧૫ ઓવરમાં તેઓ માંડ 30 રન કરી શકી હતી અને એટલા નાના સ્કોરમાં તેમની ત્રણ વિકેટ પડી ચૂકી હતી. સામાન્ય રીતે ટેસ્ટ મૅચમાં કરવામાં આવતી હોય એનાથી પણ સ્લો બૅટિંગ પાકિસ્તાની બેટર્સે કરી હતી.

Women's WC Updates: India rout Pakistan by 88 runs - Rediff.com news

સ્ટેડિયમમાં બેઠેલી પાકિસ્તાની ક્રિકેટરોની ઘણી ચાહકો પણ તેમની રમત જોઈને કંટાળી ગઈ હતી. પાકિસ્તાની બૅટરના એક-બે રનના સામાન્ય સ્કોરિંગ શૉટમાં તેમની ચાહકો બૂમો પાડીને ખુશી વ્યક્ત કરી લેતી હતી. રન દોડવામાં ઘણી બૅટર્સ વચ્ચે તાલમેલ પણ નહોતો.

India beat Pakistan by 88 runs in Women's Cricket World Cup 2025 – updates  | Cricket News | Al Jazeera

એ પહેલાં, ભારતીય ટીમે બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા પછી ૫૦ ઓવરમાં ૨૪૭ રન કર્યા હતા. ભારત વતી એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ, પરંતુ નવ બૅટરે નાના-મોટા યોગદાન આપ્યા હતા: હર્લીન દેઓલ (૪૬), રિચા ઘોષ (અણનમ ૩૫), જેમાઈમા (૩૨), પ્રતીકા રાવલ (૩૧), દીપ્તિ શર્મા (૨૫), સ્મૃતિ (૨૩), હરમનપ્રીત (૧૯), સ્નેહ રાણા (૨૦), ક્રાંતિ ગૌડ (૮). પાકિસ્તાન વતી પેસબોલર ડાયના બેગે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

2025 Women's ODI World Cup: India crush Pakistan by 88 runs

Happy Sharad Purnima Gif Images Photos Wallpaper Greetings Free Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *