આપનું નવું વર્ષ કેવું રહેશે જાણો

How Will The Year Of Vikram Samvat 2082 Be For Twelve Zodiac Signs? Know  Complete Prediction | વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું વર્ષ બારેય રાશિના  જાતકો માટે કેવું રહેશે? વીડિયો ...

મેષ (અ.લ.ઇ.) : નાણાનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ જતાં તકલીફ ઓછી પડે 1 - image

મેષ (અ.લ.ઇ.) : નાણાનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ જતાં તકલીફ ઓછી પડે

તા. ૧ જૂન થી તા. ૩૧ ઓકટોબર દરમ્યાન ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપની પરેશાની, રુકાવટમાં વધારો કરે…

।। श्री गणेठशाय नमः ।। 

।। श्री सरस्वत्यै नमः ।।

।। श्री नवदुर्गायै नमः ।।

।। श्री यज्ञपुऱुषाय नमः ।।

।। श्री गुऱवे नमः ।।

પરમ કૃપાળુ મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨ કારતક સુદ એકમ તા. ૨૨ ઓકટોબર ૨૦૨૫ બુધવારના રોજથી પ્રારંભ થાય છે. જૈનવીર સંવત ૨૫૫૨ નો પ્રારંભ થાય છે.

નવા વર્ષના ગ્રહયોગ અનુસાર રાશિ ફળ વિગતવાર જોતાં –

વર્ષ દરમ્યાન શનિની સાડા સાત વર્ષની પનોતીનો પ્રથમ તબક્કો મસ્તક પરથી લોખંડના પાયે પસાર થઈ રહ્યો છે. જે આપને કષ્ટ-પીડા રખાવે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સાનુકૂળ- પ્રતિકૂળ રહ્યા કરે. રાહુનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન લાભદાયી બની રહે.

આરોગ્ય  સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન આપે સંભાળવું પડે. વર્ષ દરમ્યાન જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપની તકલીફમાં વધારો થાય. તે સિવાય મોં, ગરદન, દાંતની, આંખની તકલીફ આપને જણાય.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર ૨૦૨૫ તેમજ તા. ૧-૬-૨૦૨૬ થી ૩૧-૧૦-૨૦૨૬ સુધી ગુરૂનું પ્રતિકૂળ પરિભ્રમણ સ્વાસ્થ્ય બાબતે આપને ચિંતા રખાવે. છાતીમાં દુ:ખાવો, ગભરામણ જેવી તકલીફ અનુભવાય. આ સમય દરમ્યાન આપે પડવા – વાગવાથી, મચકોડ-ફ્રેકચરથી, અકસ્માતથી સંભાળવું પડે. તે સિવાય લોહીના દબાણ- વિકારથી થતી બીમારીઓમાં આપે સાવધાની રાખવી પડે.

આર્થિક સુખ-સંપત્તિ

વિક્રમ સંવત ૨૦૮૨માં શનિ મીન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. લોખંડના પાયે ચાલી રહેલ સાડા સાતીનો પ્રથમ તબક્કો આપના માટે મુશ્કેલ રહે. નાણાકીય રોકાણો કરવામાં ધ્યાન રાખવું પડે. આકસ્મિક અને મોટા ખર્ચાઓને લીધે વારંવાર આપનું નાણાકીય આયોજન ખોરવાતું જાય. નાણાકીય બાબતોમાં આપે કોઈના પર ભરોસો રાખવો નહીં. ઉછીના, ઉધારે લીધેલા નાણે ધંધો કરવો નહીં કે વ્યવહારો ચલાવવા નહીં. તેમાં પણ વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ વર્ષના પ્રારંભમાં જ આપની નાણાકીય મુશ્કેલીમાં વધારો કરે. તહેવારના સમયે વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી અનુભવાય.

આ સિવાય અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓકટોબર દરમ્યાન પણ ગુરુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે. તેથી આપની ગણત્રી-ધારણાઓ અવળી પડતાં આપની નાણાંકીય મુશ્કેલી વધારે.

તા. ૧૪ માર્ચથી તા. ૧૧ મે દરમ્યાન આપને રાજકીય- સરકારી, ખાતાકીય કામ અંગે, કોર્ટ-કચેરીના કામ અંગે આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. ખાતાકીય તપાસમાં અટવાઈ જવાને લીધે નાણાંકીય વ્યવહારો સ્થગિત કરી દેતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તે સિવાય સંતાનના પ્રશ્ને આપને ખર્ચ જણાય. આપના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે પણ ખર્ચ જણાય.

તેમ છતાં માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરુનું પરિભ્રમણ સાનુકુળ છે તેથી આવક જણાય. વ્યવહારો સચવાઈ રહે. આ સમય દરમ્યાન નાણાંનું વ્યવસ્થિત આયોજન કરવું જેથી આગળ તકલીફ ઓછી પડે.

પત્ની-સંતાન પરિવાર

કૌટુંબિક- પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષ દરમ્યાન મોસાળ પક્ષ – સાસરી પક્ષની ચિંતા અનુભવાય. ખર્ચ જણાય. વાદ-વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. તે સિવાય વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓકટોબર સુધી ગુરુ કર્ક રાશિમાંથી પસાર થઈ રહ્યો છે જે આપને ઘર- પરિવારની ચિંતા રખાવડાવે. માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા અનુભવાય. દોડધામ- ખર્ચ રહે.

માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરુ મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે જે આપના માટે સાનુકુળ રહે. અવિવાહિતવર્ગને વિવાહ- લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવજીવનની શરૂઆત થાય. ભાઈભાંડુ સાથેના વાદ-વિવાદ- ગેરસમજનો અંત આવે. પુન: મિલનના યોગ ઉભા થાય. જો કે સંતાન બાબતે વર્ષ દરમ્યાન  ચિંતા રહે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને નોકરીમાં કોઇ ને કોઈ મુશ્કેલી રખાવે. રાજકીય – સરકારી કીન્નાખોરીનો ભોગ ના બનો તેનું ધ્યાન આપે રાખવું પડે. જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. પરિણામ તમારા વિરૂધ્ધમાં આવે. તે સિવાય અન્યની ભૂલના લીધે કોર્ટ- કેસમાં ફસાઈ ન જાવ તેની આપે તકેદારી રાખવી પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ આપને કોઇને કોઈ રીતે હેરાન કરવાના પ્રયત્નો કર્યા કરે. સાસરી કે મોસાળપક્ષના સંબંધીને ત્યાં નોકરી કરતાં હોય તો આપની પરેશાની વધે. ન કંઈ કહી શકો, ન સહી શકો તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. નાણાંકીય જવાબદારીનું કામ સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે. કોઈના પર ભરોસો રાખવો નહીં.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓકટોબર દરમ્યાન ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપની પરેશાની- રુકાવટમાં વધારો કરે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેના કામ થઈ શકે નહીં. કામમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવ્યા કરે. કામમાં વિલંબ જણાય. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. નોકરીમાંથી હાથ ધોવા ના પડે તેની તકેદારી રાખવી પડે.

પરંતુ તા. ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધી ગુરુ આપના માટે સાનુકુળ રહે. આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. નવી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો હોય તો તેમાં આપને તક મળી રહે. ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. સ્થળ- સ્થાનની ફેરફારીના યોગ ઉભા થાય. પરંતુ નવી જગ્યાએ જલ્દીથી કોઈના પર ભરોસો મૂકવો નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૨૮નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને ધંધામાં કોઈ ને કોઈ રુકાવટ- મુશ્કેલી રખાવે. વર્ષ દરમ્યાન ધંધો વધારવાની જગ્યાએ જે છે તે સચવાઈ રહે તેના પર વધુ ધ્યાન આપવું.

વર્ષ દરમ્યાન જૂના તેમજ નવા હરિફો આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કર્યા કરે અને તેમાં તેમને સફળતા પણ મળે. આપના જુના ગ્રાહકો પણ બીજે જતાં રહેતાં આપની તકલીફ વધે.

પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર થી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન સુધી ગુરુનું પરિભ્રમણ સાનુકુળ રહેતાં આપને થોડી રાહત રહે. નવો ધંધો મળે કે નવી વાતચીત આવે. નવા ગ્રાહક બંધાય. આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. સાનુકુળતા મળી રહે. સહકાર્યકર વર્ગ-નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહેતાં આપને આનંદ રહે. તેમ છતાં ધંધાકીય મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સાવધાની રાખવી પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતા તેમજ ગુરુનું પ્રતિકૂળ- સાનુકુળ પરિભ્રમણ વિદ્યાભ્યાસમાં ઉતાર- ચઢાવ રખાવે. પરીક્ષા સમયે બીમારી- અકસ્માતથી સંભાળવું પડે. ગુરુની પ્રતિકૂળતાને લીધે અભ્યાસમાં ધાર્યું પરિણામ મેળવવામાં તકલીફ અનુભવાય. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી. મિત્રવર્ગ કે અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. રાહુનું વિદ્યાસ્થાનની સામેથી થઈ રહેલું પરિભ્રમણ અભ્યાસમાંથી આપનું ધ્યાન ભટકાવે. તેમ છતાં ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધીનો સમય આપને થોડી રાહત રહે. આ સમયગાળા દરમ્યાન પરદેશ જવાની કાર્યવાહીમાં પ્રગતિ જણાય પરંતુ લાગણી- મિત્રતાના ચક્કરમાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨માં વર્ષ દરમ્યાન શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર અને અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓકટોબર સુધી ગુરુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કરે. આપનો રસ્તો આસાન ના રહે. ઠોકરો વાગ્યા કરે. નાણાકીય નુકસાનીના ભોગ બનવું પડે. કામમાં વિલંબ રહે.

પરંતુ તા. ૫ ડિસેમ્બર થી તા. ૧ જૂન સુધીનું ગુરુનું પરિભ્રમણ તેમજ વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે. આપને લાભ-ફાયદો અપાવે. આપના કેટલાક મહત્વના કામ ઉકેલાતા આનંદ અનુભવાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગે વર્ષ દરમ્યાન પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વર્ષ દરમ્યાન સામાજિક વ્યવહારિક, કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપને ચિંતા ઉચાટ- ખર્ચ અનુભવાય. સાસરી પક્ષ – મોસાળ પક્ષ વડીલ વર્ગની તેમજ માતાપિતાના આરોગ્ય- આયુષ્યની ચિંતા આપને રહે. વ્યવસાયી નોકરીયાત મહિલાઓને ઘર- પરિવાર અને કામની વચ્ચે સંતુલન રાખવામાં મુશ્કેલી જણાય.

જો કે માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ સુધીનો સમય આપના માટે થોડો રાહતવાળો રહે. આ સમય દરમ્યાન પતિ-ભાઈભાંડુવર્ગનો સાથ – સહકાર આપને મળી રહે. તેઓ આપને સમજવાનો પ્રયાસ કરે. પરંતુ એકંદરે આપના માટે વર્ષ મધ્યમ રહે.

વૃષભ (બ.વ.ઉ.) :  ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે રાહુ વર્ષ દરમ્યાન મધ્યમ રહે, શનિની પનોતી નથી 1 - image

વૃષભ (બ.વ.ઉ.) : ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે રાહુ વર્ષ દરમ્યાન મધ્યમ રહે, શનિની પનોતી નથી

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે સાનુકુળ રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે. રાહુ વર્ષ દરમ્યાન મધ્યમ રહે. શનિની પનોતી નથી પરંતુ તેનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી રખાવે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સાનુકુળ રહે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સારું છે તેથી તબીયતમાં સુધારો રહે. જુની બીમારીમાં રાહત જણાય. વજનમાં વધારો જણાય.

તેમ છતાં આપે વર્ષ દરમ્યાન સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. શનિનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી રખાવે. પીઠ-કમર-ગરદનના ભાગમાં દર્દ-પીડા રહે. દાંતની-જડબાની તકલીફ જણાય.

તા. ૭ ડીસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી સુધીનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહે. આ સમય દરમ્યાન છાતીમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. હ્ય્દયની તકલીફ હોય તો બેદરકારી રાખવી નહીં. આપની બેદરકારી આપના રોગમાં વધારો કરે. તે સિવાય પેટ-પેઢુની, ગુદાભાગની પગની, આંખોની તકલીફ જણાય. એ.સી.ડી.ટી, ગેસની તકલીફના લીધે બેચેની અનુભવ્યા કરો. બહારનું તેમજ તીખું-તળેલું ખાવામાં ધ્યાન રાખવું પડે. બી.પી.ની તકલીફ હોય તેમણે દવા લેવામાં ધ્યાન રાખવું. ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ વધી કે એકદમ ઘટી જવાથી અસ્વસ્થતા રહે. રક્ત સંબંધીત તેમજ ચામડીના રોગ, એલર્જીથી આપે સંભાળવું પડે.

આર્થિક-સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. આપની આવકમાં વધારો જણાય. કૌટુંબિક-પારિવારીક મિલકત મળવાથી આનંદ રહે. ઘણાં સમયથી ફસાઈ ગયેલાં  નાંણા છૂટા થાય. જુદી-જુદી જગ્યાએ કરેલા રોકાણમાંથી સારું વળતર પ્રાપ્ત કરી શકો. તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય. જમીન-મકાન-વાહનની, સ્થાવર-જંગમ મિલ્કતની ખરીદી થઈ શકે. વર્ષના ઉત્તરાર્ધમાં દેશ-પરદેશના, આયાત-નિકાસના કામનો ઉકેલ આવતાં નાંણા છૂટા થાય. ભાઈભાંડુ સગા સંબંધીવર્ગને આપેલા નાંણા છૂટા થાય.

તા. ૧૪ એપ્રીલ થી તા-૨૦ જૂન સુધીનો સમય આપે સંભાળવું પડે. આ સમય દરમ્યાન નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી રાખવી. નવું નાંણાકીય રોકાણ કરવામાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જઈને નાંણાનું રોકાણ કે કોઈને નાંણા આપવા નહીં. સાઈબર ઠગીના શિકાર ન બનો તેનું ધ્યાન આપે રાખવું પડે. તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે કે રાજકીય-સરકારી કામ અંગે નાંણાકીય વ્યવહાર કરવામાં ધ્યાન રાખવું પડે. પત્ની માટે ખર્ચ-ખરીદી જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષ દરમ્યાન રાહુ તેમજ શનિનું પરિભ્રમણ આપના કામમાં વિલંબ રખાવે. ધાર્યા મુજબનું કામ કરી શકો નહીં. કૌટુંબિક-પારિવારીક સંબંધમાં ક્યાંક નોકરી કરતાં હોય તો મુશ્કેલી જણાય. પ્રગતિ અટકી ગઈ છે તેવું લાગ્યા કરે. પરંતુ સંબંધના લીધે કહી પણ ના શકો.

તે સિવાય તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું મધ્યમ પરિભ્રમણ પણ આપને નોકરીના કામમાં ધાર્યું પરિણામ આપે નહીં. આપના કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે તો કેટલાક કામમાં વિલંબ જણાય.

તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોમ્બર સુધી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ થતાં નોકરીમાં આપને નવી તક મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. પરિવારથી દૂર નોકરી હોય તો પરિવાર-સાથે પુન:મિલનના યોગ ઉભા થાય.

પરંતુ આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોમ્બરથી ગુરૂનું પરિભ્રમણ સિંહ રાશિમાં શરૂ થતાં આપના માટે પ્રતિકુળ સમય શરૂ થાય. ગુરુ તેમજ રાહુનું એકબીજા સામેનું પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. જે લોકો તમારી સાથે હોય તે જ તમારી વિરુધ્ધમાં થતાં જાય.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી આપે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. ધંધામાં જુના સંબંધોમાં વિખવાદ ઉભો ન થાય તેની તકેદારી રાખવી. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ ત્રણ રાશિમાંથી થઈ રહ્યું છે જે આપને ધંધામાં આરોહ-અવરોહનો અનુભવ કરાવશે.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા.૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોમ્બર સુધી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહેતાં આપને ધંધામાં લાભ થાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. નવા ગ્રાહક બંધાતા આવકમાં વધારો જણાય.

આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને પ્રગતિ જણાય. મહત્ત્વના કામ ઉકેલાતા જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. પરંતુ તા. ૫ ડીસે.થી તા. ૧ જૂન સુધી ગુરૂ મધ્યમ રહે છે તેથી આપના કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. સંયુક્ત ધંધામાં આપના ભાગે કાર્યભાર વધી રહ્યો છે તેવું લાગ્યા કરે. સામાજિક-વ્યવહારિક કામોના લીધે ધંધાને અસર જણાય.

વર્ષના અંતમાં આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબરથી ગુરૂ પ્રતિકુળ થતાં આપના ધંધામાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખ થતાં કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવાળી સમયે જ કોઈ ને કોઈ તકલીફ આવતા ઓર્ડર પુરા ન કરી શકો અને ગ્રાહકવર્ગ તૂટતો જાય કે ઓર્ડર કેન્સલ થવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન કૌટુંબિક-પારિવારીક સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહ્યા કરે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પતિ સાથે વાદ-વિવાદ થયો હોય, ગેરસમજ થઈ હોય તો તે દૂર થાય. પતિ બહારગામ કે પરદેશમાં હોય તો પુન:મિલનના યોગ, સાથે રહેવાના યોગ ઉભા થાય.

વ્યવસાયી-નોકરીયાત મહિલાઓએ ઘર-પરિવાર તેમજ નોકરી-વ્યવસાયના કામ વચ્ચે સંતુલન જાળવવું પડે. માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા રહે, કે તેમના કામકાજ અંગે આપને દોડધામ-ખર્ચ રહે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગે વર્ષ દરમ્યાન સતત અભ્યાસની તૈયારી ચાલુ રાખવી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. કૌટુંબિક-પારિવારીક પ્રસંગના લીધે અભ્યાસમાં અડચણ જણાય તે સિવાય વર્ષના પ્રારંભમાં તેમજ વર્ષના અંતમાં લાગણી-મિત્રતાના ચક્કરમાં અટવાઈ પડવું નહીં. તેના લીધે અભ્યાસમાંથી આપનું ધ્યાન ભટક્યા કરે.

તે સિવાય તા. ૩૧ ઓક્ટોબરથી ગુરૂ પ્રતિકુળ થતાં આપે અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. દિવાળી સમયમાં ફટાકડા ફોડવામાં ધ્યાન રાખવું પડે. અગ્નિ, ઈલેક્ટ્રીકથી દાઝવાથી સંભાળવું પડે. બહારનું ખાવા-પીવામાં આપે તકેદારી રાખવી પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષનો પ્રારંભ તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધીનો સમય આપના માટે સાનુકુળ રહે. તે સમય દરમ્યાન શિયાળું તેમજ ચોમાસુ પાકમાં આપને લાભ થાય. પરંતુ આપે કોઈના ભરોસે રહેવું નહીં. સમયસર વાવણી-લણણી કરી લેવા. પરંતુ તા. ૫ ડીસે. થી. તા. ૧ જૂન સુધીનો સમય આપના માટે મધ્યમ રહેશે.

વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ તેમજ રાહુનું પરિભ્રમણ આપને થોડી ચિંતા-દોડધામ રખાવે. વર્ષના અંતમાં આસો વદ છઠથી ગુરૂ પ્રતિકુળ થતાં દિવાળી સમયે આપને મુશ્કેલી જણાય.

ઉપસંહાર

વર્ષ દરમ્યાન ગુરૂનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ થઈ રહ્યું છે તેથી વર્ષ મધ્યમ રહે. ક્યારેક સમય એકદમ સાનુકુળ જણાય તો ક્યારેક સમય મધ્યમ રહે તો ક્યારેક પ્રતિકુળતા જણાય. ઘણીવાર શું કરવું તેની સમજણ પડે નહીં. દ્વિધામાં મુકાઈ જાવ.

આ સિવાય વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડી-થોડી મુશ્કેલી સમયાંતરે આપ્યા કરે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. તેના લીધે નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિનો અનુભવ થયા કરે. માતા-પિતાની આપને ચિંતા રખાવે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ સારું રહે. પત્ની સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થવાથી આનંદ રહે. કુટુંબ-પરિવારમાં પ્રસંગ આવતાં આનંદ-ઉલ્લાસ અનુભવાય. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્નોનો સુખદ નિવેડો આવે. પરંતુ શનિનું પરિભ્રમણ આપને સંતાનની ચિંતા રખાવડાવે.

તા. ૭-૧૨ થી તા. ૧૫-૧ સુધીનો સમય પત્નીના આરોગ્ય માટે આપને ચિંતા રખાવે. તે સિવાય પત્ની સાથે નાની બાબતે વાદ-વિવાદ ઉગ્ર બની જતાં મનદુ:ખ ઉભા થાય. વર્ષોનું લગ્નજીવન છૂટાછેડાના આરે આવી ના પડે તેનું ધ્યાન રાખવું પડે.

મિથુન (ક.છ.ઘ.) : ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે... 1 - image

મિથુન (ક.છ.ઘ.) : ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે…

સંવત ૨૦૮૨નું આ વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે. રાહુનું પરિભ્રમણ પણ આપના માટે રાહત આપનારું રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દૃષ્ટિએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષ સારું રહે. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપને રાહત થતી જાય. વજનમાં વધારો જણાય. શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય.

વર્ષારંભથી તા.૫ ડીસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ મધ્યમ રહે છે. સીઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. ખાસ કરીને આંખોને લગતી સમસ્યા અનુભવાય.

માગશર વદ એકમ તા.૫ ડીસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા.૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેશે. આ સમય દરમ્યાન આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. તેમ છતાં આપના માનસિક-શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. વર્ષના અંતમાં દિવાળી સમયે પણ ગુરૂ આપના માટે સાનુકૂળ બની રહેશે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુ. દરમ્યાન વાયરલ સીઝનલ બીમારીના ચક્કરમાં અટવાઈ જાવ. તે સિવાય આપને મોં, દાંત-જડબાની, ગલાની, ગરદન- ખભાની કોઈને કોઈ તકલીફ અનુભવાય. મોં- દાંતમાં ઇન્ફેક્શનથી સંભાળવું પડે. દર્દ-પીડા અનુભવાય. તે સિવાય પગની તકલીફ રહે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. બીજાની ભૂલના લીધે આપને અકસ્માત થઈ જાય. ભાદરવા તેમજ આસોના પ્રારંભમાં આપને છાતીમાં દર્દ-પીડા જણાય. ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગે.

આર્થિક સુખ-સંપત્તિ

ગત વર્ષની સરખામણીએ આ વર્ષ આર્થિક સુખ-સંપત્તિની દૃષ્ટિએ આપના માટે સારું રહે. વર્ષ દરમ્યાન ખોટા ખર્ચ અને આકસ્મિક ખર્ચ ઘટતાં જીવકનું પ્રમાણ ઓછું થાય. બીજી બાજું આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી લાભ થાય. સમયાંતરે કરેલા પૃથક-પૃથક રોકાણમાંથી આપને આવક થતી જાય. સંયુક્ત માલ-મિલ્કતનો લાભ આપને મળી રહે. સ્થાવર-જંગમ મિલ્કતની ખરીદી કરી શકો. ધંધામાં આવકમાં વધારો જણાય. આવકનાં સ્રોત્ર વધતાં આપને આનંદ રહે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુઆરી દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ-ખરીદી જણાય. આપની બેદરકારીના લીધે ખર્ચ વધી ના જાય તેની તકેદારી આપે રાખવી પડે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને આકસ્મિક ખર્ચ આવી જાય. સામાજિક- વ્યવહારિક કાર્યમાં આપે અનિચ્છાએ સહભાગી થવું પડે અને ખર્ચમાં વધારો જણાય.

તે સિવાય અધિક જેઠ, જેઠ અને અષાઢ માસ દરમ્યાન આપને ભાઈભાંડુ- સગા- સંબંધીવર્ગ માટે કોઈને કોઈ ખર્ચ જણાય. આપની સાથે કામ કરનાર ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ માટે ખર્ચ-ખરીદી જણાય. નોકર-ચાકરવર્ગને આર્થિક સહાય કરવી પડે. અડોશ પડોશના કામ માટે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. પરંતુ આપની આવક ચાલુ રહેતાં આપના વ્યવહારો સચવાઈ રહે અને આપને તકલીફ ના પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક પારિવારીક દૃષ્ટિએ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સાનુકૂળ બની રહે. અવિવાહીત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થાય. ઘરમાં નવા મહેમાનનું આગમન થાય.

પત્ની સાથે વાદ-વિવાદ થયો હોય, પત્ની રીસાઈને પીયર જતી રહી હોય તો સમાધાન થાય. પુન: સહજીવનનો આનંદ માણી શકો. નોકરી-ધંધાથી ઘણા વર્ષથી બહારગામ કે પરદેશ હોય અને પરિવારથી દૂર રહેતા હોય તો વર્ષ દરમ્યાન ફરી પાછું પોતાના સ્થાને અને પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત કરી શકો.

સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. પુખ્ત સંતાનને નોકરી- વ્યવસાયનો મેળ પડી જતાં આપને રાહત રહે. તેમના વિવાહ લગ્નનું આયોજન થઈ શકે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકૂળ મધ્યમ પરિભ્રમણ નોકરીમાં આપને સરળતા રખાવડાવે. શનિ-રાહુનું પરિભ્રમણ પણ આપના માટે રાહતકારી બની રહે.

વર્ષ દરમ્યાન આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. આપના ધાર્યા મુજબના કામ થવાથી આનંદ અનુભવો. ઘણા સમયથી કોર્ટ કેસ કે સસ્પેન્શન ચાલી રહ્યું હોય તો તેનો ઉકેલ આવતાં આપને રાહત રહે અને પુન: નોકરીમાં જોડાઈ શકો.

સરકારી નોકરીમાં હોય તેમને બઢતી-બદલીનો લાભ મળે. મનગમતી જગ્યાએ બદલી થતાં કામ કરવાનો આનંદ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થતાં ઉત્સાહ અનુભવો.

સરકારી ખાતામાં આપને ખાતાકીય સહકાર તેમજ સહકાર્યકર વર્ગ-નોકર- ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

જેઓ નોકરીની શોધમાં હોય તેમની શોધ પૂર્ણ થાય અને આવકની શરૂઆત થઈ શકે. તે સિવાય નોકરીમાં નવી જગ્યાએ આપને તક મળી રહે. નોકરી બદલવાની ઇચ્છા હોય તો બદલી શકાય.

પરંતુ તા.૧૫ મે થી ૨ ઓગસ્ટ દરમ્યાન આપે સરકારી- ખાતાકીય તપાસમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. કોઈનું ભલું કરવા જતાં આપ ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. નાંણાકીય જવાબદારીવાળું કામ સંભાળતા હોવ તો આ સમય દરમ્યાન આપે વિશેષ સાવધાની રાખવી પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય

ધંધાકીય દૃષ્ટિએ વર્ષ દરમ્યાન આપને સરળતા જણાય. શનિ-રાહુ આપના માટે રાહતરૂપ રહે. જ્યારે ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળતા રાખે. આપના અટકી પડેલા, વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થઈ શકે. રાજકીય-સરકારી સહાયતા મળી રહે. સરકારી કોન્ટ્રાક્ટના કામ લેતાં હોવ તો તેમાં સફળતા મળી રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નવો ઓર્ડર મળતાં આનંદ જણાય. આપના યશ-પ્રતિષ્ઠા- આવકમાં વધારો થાય તેવું કામ થાય.વર્ષના પ્રારંભથી માગશરવદ એકમ તેમજ તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. તેથી આપના કામ થાય ખરાં પરંતુ કેટલાંક કામમાં આપના દોડધામ-શ્રમ-ખર્ચ વધે. નફામાં નુકસાની ભોગવવી પડે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથે સંભાળવું પડે. પરંતુ દિવાળી સમયે ગુરૂ સાનુકૂળ થતાં પુન: ધંધામાં તેજી જણાય. નવું કામકાજ મળી રહે.તા.૧૫ મે થી ૨ ઓગસ્ટ સુધીનો સમય આપે નાંણાકીય લેવડ-દેવડમાં, ઉધારીમાં ધંધો કરવામાં ધ્યાન રાખવું પડે. તે સિવાય ય્જી્, ઇન્કમટેક્ષના ચક્કરમાં કે અન્ય કોઈ ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. જો કે એકંદરે ધંધાકીય રીતે વર્ષ આપના માટે સારું સાબીત થાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ગત વર્ષ કરતાં સારું રહે. નોકરી-ધંધામાં વિકાસની તક પ્રાપ્ત થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. નવી તક, નવા ઓર્ડર મળી રહે. કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ- લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય.પતિ-સંતાન આપને મદદરૂપ થાય. સંતાનના પ્રશ્નનો ઉકેલ આવવાથી આપને રાહત-આનંદની લાગણી અનુભવાય. સંતાનના અભ્યાસ-વિવાહ-લગ્ન, કારકીર્દિનું કામ ઉકેલાતાં આપ હાશકારો અનુભવો.૧૫મે થી ૨ ઓગસ્ટ દરમ્યાન મોસાળપક્ષે- સાસરીપક્ષે બીમારી- ચિંતા- ખર્ચનું આવરણ આવી જાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન શનિ- રાહુ- ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ બને. જેમને કારકીર્દિનું વર્ષ હોય તેમને મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય. વધુ અભ્યાસાર્થે વિદેશ જવાની ઇચ્છા હોય તો તેમાં સાનુકૂળતા- પ્રગતિ જણાય. વર્ષના પ્રારંભથી તા.૫ ડીસે. અને તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. આ સમય દરમ્યાન કૌટુંબિક-પારિવારીક પ્રસંગ-પ્રશ્નના લીધે અભ્યાસમાં રૂકાવટ જણાય. તેથી જ આપે સમગ્ર વર્ષ દરમ્યાન અભ્યાસની તૈયારી રાખવી. વર્ષ દરમ્યાન મિત્રતા-લાગણીના ચક્કરમાં અટવાઈને અભ્યાસ બગાડવો નહીં.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે ગત વર્ષ કરતાં આ વર્ષ સારું રહે. મહેનતના પ્રમાણમાં પાક ઉતરતાં આપને આનંદ થાય. લાભ ફાયદો મળી રહે. સરકારી યોજનાઓનો લાભ આપ પ્રગતી કરી શકો. સંયુક્ત ખેતીમાં ભાઈભાંડુનો સાથ મળી રહે. વધુ જમીન ખરીદવાનું વિચારતાં હોય તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા મળી રહે. પરંતુ ૧૪ જાન્યુઆરી થી ૨૩ ફેબ્રુ. દરમ્યાન પાક બગડી ન જાય કે તેમાં જીવાત ન પડી જાય તેનું ધ્યાન રાખવું પડે. નુકસાનીથી સંભાળવું પડે. આરોગ્યની અસ્વસ્થતાને લીધે યોગ્ય ધ્યાન આપી શકો નહીં. ખેતરમાં કામ કરતાં સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

સંતાનના પ્રશ્નોની ચિંતા

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે ગત વર્ષની સરખામણી એ સારું રહે. આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામ ઉકેલાતાં જાય. આવકમાં વધારો જણાય. ફસાઈ ગયેલાં નાણા છૂટા થવાથી રાહત અનુભવાય. કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો થાય. પત્ની- સંતાનનો સાથ સહકાર મળી રહે. પત્ની સંતાન સાથે, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસ કરી શકો. સંતાનના પ્રશ્નમાં પણ આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય. પ્રખ્ત વયના સંતાન આપને સમજવાની મદદરૂપ થવાની કોશિષ કરે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુ. દરમ્યાન વાયરલ સીઝનલ બીમારીના ચક્કરમાં અટવાઈ જાવ. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી લાભ થાય.

કર્ક (ડ.હ.) : વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં 1 - image

કર્ક (ડ.હ.) : વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ ગુરૂનું પ્રતિકૂળ સાનુકુળ પરિવર્તન આપના માટે મુશ્કેલી ઉભી કરનારું બની રહેશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન આપ આઠમા રાહુના બંધનમાંથી પસાર થઇ રહ્યા છો, તેથી વર્ષ દરમ્યાન કોઈને કોઈ શારિરીક માનસિક તકલીફ આપને આવ્યા કરે. તેમાં પણ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પસાર થઇ રહ્યો છે જે પણ આપના માટે સારો નથી. વર્ષ દરમ્યાન આપે પડવા વાગવાથી મચકોડ ફ્રેકચર અકસ્માતથી સંભાળવું પડે. પેટ પેઢૂની ગુદાભાગની પગની તકલીફ અનુભવાય. શસ્ત્રક્રિયા કરાવવી પડે. ગંભીર બીમારીમાંથી સપડાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં વધારો થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રિલ સુધીનો સમય આપના માટે વધુ નબળો રહે. આ સમયગાળા દરમ્યાન આપને પીઠ, કમર, કીડની, આંખોની તકલીફ જણાય. ચર્મરોગથી, એલર્જીથી સંભાળવું પડે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. ગંભીર અકસ્માતના લીધે પથારીવશ થવાની સ્થિતિ ઉભી થાય. આ સિવાય અસુરક્ષિત યૌન સંબંધોથી સંભાળવું પડે. તેના લીધે આપ ગંભીર બીમારીમાં સપડાઈ જાવ તેવું બને.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો રહે. નવા નાણાંકીય જોખમોથી આપે દૂર રહેવું. આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. આવક ઘટતી જાય અને જાવક વધતી જાય. કોઇને ઉછીના નાણાં આપ્યા હોય તો તે નાણા પાછા ના આપે કે તમારા ફોન લેવાનું બંધ કરી દે કે ભાગી જાય જેના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. સ્વાસ્થ્યની અસ્વસ્થતા ને લીધે આપને એક પછી એક આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે.

માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી બારમેથી પસાર થઇ રહ્યો છે. આ સમય દરમ્યાન આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો થાય. નાણાંભીડનો અનુભવ થાય. ઘરખર્ચ ચલાવવામાં વ્યવહાર સાચવવામાં આપને મુશ્કેલી પડે. કોઇના જામીન બન્યા હોવ તો આર્થિક ચૂકવણી આપે કરવાની આવે. લોન લીધી હોય, બહારથી ઉછીના નાણા લીધા હોય તો હપ્તા ચૂકવવાની તકલીફ પડે. તા. ૧૫ જૂનથી તા. ૧૫ જુલાઈ દરમ્યાન નાણા ભરેલું બેગ કે પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય જવાબદારીવાળા કાર્યમાં આપે નાણા ભરવાની પરિસ્થિતિ ઉભી થાય.

પત્ની સંતાન પરિવાર

કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. કુટુંબ પરિવારની કોઇને કોઈ સમસ્યા મુશ્કેલી આવ્યા કરે. પરિવારમાં નાની નાની બાબતે વાદ વિવાદ ગેરસમજ મનદુ:ખ ઉભા થાય. સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્ને કુટુંબ પરિવારનું વાતાવરણ અશાંતિભર્યું થઇ જાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા રહે. સાસરીપક્ષે મોસાળપક્ષે બીમારી ચિંતાનું ખર્ચનું વાતાવરણ આવી જાય. સાસરીપક્ષ મોસાળપક્ષના સંબંધીઓ સાથે ભાગીદારીમાં ધંધો કર્યો હોય કે તેમને ત્યાં નોકરી કરતાં હોવ તો આપની મુશ્કેલીમાં વધારો થાય. ન રહેવાય, ન સહેવાય જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.

નોકરીમાં વર્ષ કેવું રહે?

વિક્રમ સંવત ૨૦૮૨ના આ વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકુળ પ્રતિકૂળ પરિભ્રમણ પણ આપને નોકરીમાં તકલીફ આપે.વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે છે. તેથી આપને થોડી રાહત મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસે. થી અધિક જેઠવદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે જે આપના ચિંતા ઉચાટમાં વધારો કરે. ખાતાકીય તપાસમાં સરકારી તપાસમાં ફસાઈ જાવ તેવું બને. પહેલેથી કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય.તે સિવાય રાહુના પ્રતિકૂળ પરિભ્રમણના લીધે આપને વર્ષ દરમ્યાન વારંવાર તબીયતની અસ્વસ્થતા જણાય. જેને લીધે વારંવાર રજાઓ પડે. કામમાં વિલંબ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્નોના લીધે પણ આપને કામમાં મન લાગે નહીં. વિચારોમાં રહેવાને લીધે કામમાં ભૂલો થયા કરે. ઉપરીવર્ગ મેનેજમેન્ટ તરફથી આપને નોટીસ મેમો આપવામાં આવે કે નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે.મહાવદ દસમથી ચૈત્ર સુદ પૂનમ સુધીનો સમય આપના માટે વધુ પીડાદાયક રહે. ધોળે દિવસે તારા દેખાય. નોકરી છોડી દેવાની ઇચ્છા થાય તે સિવાય માનસિક શારિરીક કષ્ટ પીડાના લીધે પણ આપને નોકરીમાં રૂકાવટ જણાય. આત્મઘાતી વિચારો કે અન્ય કોઇને નુકસાન પહોંચાડવાના વિચારો આવ્યા કરે. નાણાંકીય જવાબદારી સંભાળનારે આ સમયમાં વિશેષ સાવધાની રાખવી. ઘરના રૂપિયા જોડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષ દરમ્યાન ગ્રહોની પ્રતિકૂળતા આપને મુશ્કેલીમાં મૂકે. સૌ પ્રથમ તો સ્વાસ્થ્ય આપને સાથ ન આપતાં આપ ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં. તે સિવાય જીએસટી, ઇન્કમટેક્ષ કે અન્ય સરકારી એજન્સીઓના તપાસના ચક્કરમાં અટવાયા કરો. તેના લીધે આપના ધંધાને નુકસાન પહોંચે. કુદરતી કે માનવસર્જિત તકલીફના લીધે માલ સડી જાય કે બગડી જાય અને આપે નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડે. ધંધામાં નવું કોઈ સાહસ કરવાની જગ્યાએ જે છે, જેવું છે તે સચવાઈ રહે તેવા પ્રયત્નો કરવા. આપના હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ દ્વારા આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય અને તેમાં તેને સફળતા પણ મળી રહે. આપના ગ્રાહકો તૂટતા જાય. સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થાય. દગો વિશ્વાસઘાત થાય. જેના લીધે આપ મોટી મુશ્કેલીમાં આવી જાવ. નાંણાકીય જવાબદારી કોર્ટ કચેરી, કુટુંબ પરિવારની જવાબદારીના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય.

મહા, ફાગણ અને ચૈત્ર માસ દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા, પારિવારીક સમસ્યાના લીધે ધંધામાં પૂરું ધ્યાન આપી શકો નહીં. તેમાં પણ ઘરાકી ઘટતી જાય, આવક શૂન્ય થઇ જાય, જાવક વધતી જવાથી ધંધો શું કામ કરો છો ? દુકાન કેમ ખોલો છો ? તેવો પ્રશ્ન આપને સતાવ્યા કરે. ધંધો બંધ કરી દેવાના વિચારો આપને આવ્યા કરે. જો કે અધિક જેઠ વદ એકમથી આસો વદ છઠ દરમ્યાન આપને થોડી રાહત શાંતિ જણાય. કામ મળી રહેતા પુન:ઉર્જાનો સંચાર થાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગે વર્ષ દરમ્યાન પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડે. કુટુંબ પરિવાર, નોકરી વ્યવસાયની જવાબદારીઓ સંભાળવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનવું નહીં. પેટ પેઢુની ગર્ભાશયની તકલીફ જણાય. મેનોપોઝની તકલીફ રહે. શસ્ત્રક્રિયા ના કરાવવી પડે તેનું ધ્યાન રાખવું પડે. તે સિવાય પતિ-સંતાનની ચિંતા આપને રહ્યા કરે. તેમના આરોગ્ય, ભણતર કારકીર્દી નોકરી ધંધાની ચિંતા આપને રહે. વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક અને સંભાળીને કરવું. નહીંતર નાણાભીડનો સામનો આપે કરવો પડે. ટૂકમાં આપે ખૂબ જ ધીરજ શાંતિ અને સાવચેતી રાખીને આ વર્ષ પસાર કરી લેવું.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ નબળું છે. આપને મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. વર્ષ દરમ્યાન કોઇને કોઈ તકલીફના લીધે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અભ્યાસ કરવામાં આપને રૂકાવટ રહે. પરીક્ષા સમેય આપે બીમારી અકસ્માતથી સંભાળવું પડે. વર્ષ બગડે નહીં તેની કાળજી આપે રાખવી પડે. તબીયતની અસ્વસ્થતાના લીધે સમયસર અભ્યાસ કરી શકો નહીં. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. થોડાક ગુણ માટે મનગમતી લાઈન છોડવી પડે કે વર્ષ બગડે. કોઈના દોરવાયા વગર પોતાની સૂઝબૂઝ પ્રમાણે મહેનત કરતાં રહેવું. વધુ અભ્યાસાર્થે પરદેશ જવાની ઇચ્છા હોય તો તેમાં રૂકાવટ મુશ્કેલી જણાય.

ખેડૂતવર્ગ

ખેડૂત વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨ નબળું રહે. ખેતરમાં કામ કરતાં વાગી ન જાય, સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી રાખવી પડે. વર્ષ દરમ્યાન કુદરતી આપત્તિના લીધે આપના પાકને નુકસાન થાય. ઉભો પાક સળગી જાય કે જીવાત પડવાથી બગડી જાય. સંયુક્ત ખેતીમાં ભાઈભાંડુનો સહકાર મળે નહીં અને ઉપરથી તે તેમનો ભાગ વધુ માંગતા વાદ-વિવાદ મનદુ:ખ થઇ જાય. ઉછીના ઉધારે નાણાં લઈને કામ કરવું નહીં તે સિવાય આપના પાકની યોગ્ય કિંમત ન મળતાં આપને નુકસાનીનો સામનો કરવો પડે. પાક ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય. વર્ષ દરમ્યાન કૌટુંબિક પારિવારીક પ્રશ્નોના લીધે ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન આપની પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોવી જોઇે. આરોગ્ય હશે તો બધું જ થશે. તેથી આપે સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી રાખવી નહીં. તે સિવાય આપે વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજનમાં ખૂબ જ સાવધાની રાખવી પડે. આડેધડ કે જોખમી રોકાણો કરવા નહીં. કોઇને ઉધારે નાણા આપવા નહીં કે જામીન બનવું નહીં. રાજકીય સરકારી કનડગતના ભોગ બનવું પડે. કોર્ટ કચેરી થઇ જાય. નોકરી ધંધામાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે.

ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે

વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકુળ પ્રતિકૂળ પરિભ્રમણ પણ આપને નોકરીમાં તકલીફ આપે.વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહે છે. તેથી આપને થોડી રાહત મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. પરંતુ માગશર વદ એકમ તા. ૫ ડિસે. થી અધિક જેઠવદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને મિથુન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે જે આપના ચિંતા ઉચાટમાં વધારો કરે.

નાણાંકીય જવાબદારીવાળા કાર્યમાં આપે નાણા ભરવાની પરિસ્થિતિ ઉભી થાય.

કન્યા (પ.ઠ.ણ.) : આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે... 1 - image

કન્યા (પ.ઠ.ણ.) : આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે…

વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ-સાનુકૂળ રહે છે. શનિ તેમજ રાહુનું પરિભ્રમણ સારું રહેશે.

આરોગ્ય-સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું પસાર થાય. વજનમાં વધારો જણાય. વારસાગત બીમારીમાં, જૂની બિમારીમાં આપને રાહત મળી રહે. આપના સ્વાસ્થ્યમાં સુધારો જણાય, પરંતુ માનસિક-પરિતાપ-વ્યગ્રતા આપને રહે.

તા. ૧૪ એપ્રિલ થી તા. ૧૫ મે દરમ્યાન આપને આંખોની તકલીફ જણાય. આંખોમાં ઇન્ફેક્શનથી સંભાળવું પડે. આંખોમાં જીવજંતુ કે અન્ય કોઈ વસ્તુ જવાને લીધે દર્દ-પીડા જણાય. તે સિવાય ગરમીના લીધે આપને તકલીફ થાય. લૂ લાગવાથી, શરીરમાં પાણી ઓછું થઈ જવાથી આપનું સ્વાસ્થ્ય બગડે. ચર્મરોગની તકલીફ જણાય. તા. ૧૧ મે થી તા. ૨૦ જૂન દરમ્યાન આપે પડવા-વાગવાથી-ફ્રેક્ચર-મચકોડથી સંભાળવું પડે. અગ્નિ-ઇલેકટ્રીકથી દાઝવાથી ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે. અકસ્માતથી સંભાળવું. આ ઉપરાંત મોઢાની, દાંત-જડબાની ગરદનની, કાનની, ખભાની તકલીફ જણાય. દર્દ-પીડા રહે. આ ઉપરાંત તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમ્યાન આપને છાતીમાં દર્દ-પીડા જણાય. છાતી-ફેફસાં-હૃદયને લગતી જૂની કોઈ તકલીફ હોય તેમણે આ સમય દરમ્યાન સાવધાની રાખવી સમયસર દાક્તરી નિદાન કરાવી લેવું.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર માસથી અધિક જેઠ દરમ્યાન આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે. આવકમાં ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવાય.

વર્ષ દરમ્યાન કોઈને કોઈ સામાજિક ખર્ચાઓ આવ્યા કરે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને ખર્ચ રહે. સરકારી તપાસમાં ફસાઈ જવાને લીધે નાણાં હોવા છતાં આપ તેનો ઉપયોગ ના કરી શકો તેવું બને. કોર્ટ-કચેરીના કામમાં આપના ખર્ચમાં વધારો જણાય. કોઈને નાણાં આપવામાં ફસાઈ ન જાવ કે આપની મુશ્કેલી વધે નહીં તેનું ધ્યાન આપે રાખવું પડે. સાસરી પક્ષે – મોસાળ પક્ષે ખર્ચ-ખરીદી જણાય.

તા. ૧૮ ઓગસ્ટ થી તા. ૧૭ સપ્ટેમ્બર અને તા. ૩૧ ઓક્ટોબર પછીનો સમય આપને નાણાંકીય મુશ્કેલી જણાય. કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે આપને નાણાંભીડ અનુભવાય.

પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બરથી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને નાણાંકીય દ્રષ્ટિએ સારું રહે. આવકમાં વધારો જણાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો આપને મળી રહે. ધંધામાં નવી ઘરાકી બંધાતા આવકમાં વધારો થાય. જૂના ફસાઈ ગયેલાં નાંણા છૂટા થવાથી આપને રાહતની સાથે આનંદની લાગણી અનુભવાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર થી અધિક જેઠ માસ દરમ્યાન આપને માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. દોડધામ રહે. તે ઉપરાંત વર્ષ દરમ્યાન પત્નીના આરોગ્ય બાબતે પણ આપ ચિંતાતુર રહો. પત્ની સાથે નાની-નાની વાતમાં વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે. પરંતુ સંતાનથી આપને રાહત રહે. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબરનો સમય પારિવારીક દ્રષ્ટિએ સારો રહે. સંતાનના પ્રશ્નનું નિરાકરણ આવે. તેના વિવાહ લગ્ન અંગે વાતચીત આવે કે નક્કી થાય. તેના અભ્યાસ કારકીર્દિનું ગોઠવાઈ જતાં કે તેમાં પ્રગતિ થતાં આપને આનંદ અનુભવાય. માતા-પિતાના આરોગ્યમાં સુધારો જણાય. પત્ની સાથે વાદ-વિવાદ દૂર થાય. તેનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ-સાનુકુળ રહે છે. રાહુ-શનિનું પરિભ્રમણ આપને રાહત આપનારું બની રહેશે.

માગસર વદ એકમ તા. ૫ ડિસેમ્બર થી અધિક જેઠ વદ એકમના ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. આ સમય દરમ્યાન આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપની વ્યસ્તતામાં વધારો જણાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ ના કામમાં આપને દોડધામ-શ્રમ જણાય. આપના સહકર્મીનું કાર્ય આપની પાસે આવવાથી આપના કાર્યભારમાં વધારો જણાય. જો કે કેટલાક કામનો ઉકેલ આવતાં રાહત શાંતિ થતાં જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સાનુકુળ રહેતાં આપને કામકાજમાં આકસ્મિક સરળતા મળી રહે. આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર આપને મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપને લાભ-ફાયદો મળી રહે. તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમ્યાન રાજકીય-સરકારી કનડગત-ખાતાકીય તપાસથી સંભાળવું પડે. રાજકીય-સરકારી કામમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલી જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. કોઈ બાબતે કોર્ટ કેસ ચાલતો હોય તો સાવધાની રાખવી પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામમાં સરળતા જણાય તો ક્યારેક કામમાં નાની બાબતના લીધે પણ આપને દોડધામ જણાય. વર્ષના પ્રારંભ થી તા. ૫ ડિસેમ્બર દરમ્યાન ગુરૂ સારો રહે. ધંધામાં આપ મહેનત કરો તેના પ્રમાણમાં પરિણામ મળી રહે. પુખ્ત ઉંમરના સંતાનની સહાયતા મળી રહે. પરંતુ તા. ૫ સપ્ટેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન આપના કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. આપ મહેનત કરો તેના પ્રમાણમાં પરિણામ મળે નહીં. આપના કામ થાય ખરા પરંતુ સમય અવધી લંબાવવાને લીધે આપની વ્યસ્તતા-દોડધામ વધે. નફામાં નુકસાન ભોગવવું પડે. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે. આપના કાર્યનો ઝડપથી ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આપને લાભ ફાયદો જણાય. આવકમાં વધારો જણાય. વાણીની મીઠાશથી નવા ગ્રાહકોને આકર્ષી શકો. આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપને આનંદ રહે. પરદેશના કામ થઈ શકે. ઉપરીવર્ગ આપના કાર્યથી ખુશ થાય.

તા. ૭ ડિસે. થી તા. ૧૫ જાન્યુ. દરમ્યાન જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ રાખવી. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધ્યાન આપી શકો નહીં. કોર્ટ કચેરીના પ્રશ્ને સાવધાની રાખવી પડે. તે સિવાય સરકારી-ખાતાકીય તકલીફ રહે.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વ્યવસાયી-નોકરીયાત મહિલાઓને કામકાજ અંગેની વ્યસ્તતા-દોડધામમાં વધારો થાય. આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક, કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. આપના ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. પરંતુ તા. ૧ જૂનથી આપના કામકાજમાં સાનુકૂળતા થતી જાય. આપના કાર્યમાં પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. તે આપને સમજવાનો પ્રયાસ કરે. નોકરીયાત વર્ગને બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. વ્યવસાયી મહિલાને લાભ-ફાયદો મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. પરંતુ દિવાળી સમયે આપને નાણાંકીય બાબતે ધ્યાન રાખવું પડે.

ખેડૂત વર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષ આરોહ-અવરોહવાળું રહે. વર્ષ દરમ્યાન આપે યોગ્ય સમયે યોગ્ય પાક લેવાનું રાખવું. નોકરી-ધંધાની સાથે ખેતીકામ કરનારાની વ્યસ્તતા-દોડધામમાં વધારો થાય. વર્ષની મધ્ય સુધીનો સમય આપના માટે મધ્યમ રહે. અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાને લીધે ખેતીકામમાં ધ્યાન આપી શકો નહીં. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીમે-ધીમે સરળતા થતી જાય. આપના કામમાં સાનુકૂળતા મળી રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. પાક સારો થતાં આવક સારી થાય. આપને લાભ-ફાયદો મળી રહે. પરંતુ આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબરથી આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક વરસાદ વાવાઝોડાને લીધે કે અન્ય કારણોસર ઉભા પાકને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પડે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવવાળું રહેશે. ક્યારેક કામમાં એકદમ સરળતા જણાય. કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. આપના કાર્યમાં અન્યનો સહકાર પણ મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય તો ક્યારેક આપને કામમાં નાની-નાની વાતના લીધે રૂકાવટ જણાય. આયોજન મુજબ, ધાર્યા પ્રમાણે કામ કરવામાં આપને મુશ્કેલી જણાય. આપના કાર્ય માટેની દોડધામ-વ્યસ્તતામાં વધારો જણાય. આપના કાર્યની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. નાણાંકીય રીતે વર્ષ મધ્યમ રહેશે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થીવર્ગે વર્ષ દરમ્યાન અભ્યાસ અંગેનું આયોજન કરી તે પ્રમાણે મહેનત કરવી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજ-મજામાં આપે અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તે સિવાય આપે લાગણી-મિત્રતાના સંબંધમાં તણાઈ જવું નહીં. તા. ૧ જૂન સુધીનો સમય મધ્યમ છે. તેથી આપે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. જાત મહેનત પર વિશ્વાસ રાખવો. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે. પરીક્ષા દરમ્યાન અન્યના લીધે આપ ફસાઈ ન જાવ તેનું આપે ધ્યાન રાખવું પડે. ત્યાર પછીનો સમય આપના માટે સારો રહે. અભ્યાસમાં સાનુકૂળતા મળી રહે. આપના મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકો.

કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર થી અધિક જેઠ માસ દરમ્યાન આપને માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. દોડધામ રહે. 

સિંહ (મ.ટ.) : પારિવારીક પ્રશ્ને આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે  ગેરસમજ, મનદુ:ખ ઉભા થઈ જાય... 1 - image

સિંહ (મ.ટ.) : પારિવારીક પ્રશ્ને આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે ગેરસમજ, મનદુ:ખ ઉભા થઈ જાય…

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મુશ્કેલીવાળું સાબીત થાય. વર્ષ દરમ્યાન શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયેથી પસાર થઈ રહી છે. ગુરૂનું પરિભ્રમણ પણ ઘણો સમય પ્રતિકૂળ રહેશે જેના લીધે વર્ષ પ્રતિકૂળ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. શનિ આઠમા મૃત્યુસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે તેથી આપે આરોગ્યનું ધ્યાન રાખવું પડે. આપને કોઈને કોઈ શારીરિક તકલીફ રહ્યા કરે. જૂની બીમારી ફરી ઉથલો મારતાં, વારસાગત, બીમારીમાં સપડાઈ જવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. પેટ-પેઢુની, ગુદા ભાગની, પગની તકલીફથી આપે સંભાળવું પડે. ખાવા-પીવામાં, દવા લેવામાં આપે ધ્યાન રાખવું પડે. બહારનું ખાવામાં ફુડ પોઈઝન થઈ જાય.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે. આ સમય દરમ્યાન સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. જૂની બીમારીમાં પણ વધારો થાય. આંખોમાં દર્દ-પીડા અનુભવાય. ખર્ચ જણાય.

તા.૧૪/૩ થી ૧૪/૪ સુધી સૂર્ય તેમજ તા.૨/૪ થી તા.૧૧/૫ સુધી મંગળ અષ્ટમ સ્થાનમાં શનિ સાથે પરિભ્રમણ કરશે. આ સમય દરમ્યાન આપને શારિરીક-માનસિક કોઈ ને કોઈ તકલીફ રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. આપની શારીરિક કષ્ટ-પીડામાં વધારો થાય. છાતીમાં-કમરમાં દર્દ-પીડા જણાય. આપે બેદરકારી રાખવી નહીં. તે સિવાય પેશાબમાં બળતરા-ઈન્ફેક્શનની તકલીફથી આપે સંભાળવું પડે.

ટૂંકમાં વર્ષ દરમ્યાન આરોગ્યની બાબતમાં આપે ગંભીર રહેવું પડે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને રાહત આપનારું રહેશે. પરંતુ શનિની પ્રતિકૂળતા તેમજ ગુરૂની પ્રતિકૂળતા સાનુકૂળતા આપને નાંણાકીય મુશ્કેલી રખાવે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતા આપને આરોગ્ય સંબંધી કોઈ ને કોઈ ખર્ચ રખાવે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને પણ  આપને ખર્ચ રહ્યા કરે. સામાજિક-વ્યવહારિક કામમાં આડા-અવળા ખર્ચાઓથી સંભાળવું પડે.

વર્ષના પ્રારંભથી માગશર વદ-છઠ સુધી તેમજ અધિક જેઠ વદ – એકમથી આસો વદ છઠ સુધી આપ બારમા ગુરૂના બંધનમાં રહેશો. આ સમય દરમ્યાન આપને કોઈ ને કોઈ આકસ્મિક ખર્ચ આવ્યા કરે જેને તમે ટાળી ના શકો. જાવકનું પ્રમાણ વધી જતાં આપને નાંણાભીડ અનુભવાય. તે સિવાય મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી – ચિંતા – ખર્ચનું આવરણ આવી જાય.

તા.૨૨ જૂન થી તા. ૭ જુલાઈ અને તા.૫ ઓગસ્ટથી તા.૨૨ ઓગસ્ટ દરમ્યાન આવક એકદમ બંધ થઈ ગઈ છે તેઓ અહેસાસ થાય. આ સમય દરમ્યાન આપે નાંણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવધાની રાખવી પડે. પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

તા.૧૮ સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધી આપને માતા-પિતાના આરોગ્ય બાબતે ખર્ચ-ખરીદી જણાય. જમીન-મકાન-વાહનની કોઈ ને કોઈ તકલીફના લીધે આકસ્મિક ખર્ચ આવ્યા કરે. આયાત-નિકાસના કાર્યમાં, પરદેશના કામમાં રૂકાવટ-મુશ્કેલી આવી જતાં આપના ખર્ચમાં વધારો જણાય.

ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે નાંણાકીય આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક અને સંભાળીને કરવું પડે.

પત્ની – સંતાન – પરિવાર

કૌટુંબિક – પારિવારીક પ્રશ્ને વર્ષ દરમ્યાન આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. સાંસારિક જીવનમાં પત્ની સાથે વાદ-વિવાદ – ગેરસમજ – મન દુ:ખ ઉભા થઈ જાય.

તે સિવાય વર્ષના પ્રારંભથી તા.૫ ડીસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહ્યા કરે. તેની શારીરિક – માનસિક – અસ્વસ્થતા – અભ્યાસ – કારકીર્દિની ચિંતા આપને સતાવ્યા કરે. સાસરીપક્ષ – મોસાળપક્ષમાં બીમારી – ખર્ચનું આવરણ આવી જાય.

જો કે તા.૫ ડીસેમ્બરથી તા.૧ જૂન દરમ્યાન આપને સંતાનો સાથ સહકાર મળી રહે. તેની ચિંતા ઓછી થાય. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થવાથી આપને આનંદ રહે. પત્ની સાથે પણ મનમેળ સારો રહે.

ચૈત્ર-વૈશાખ માસમાં આપને માતાના આરોગ્યની ચિંતા જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતાને લીધે આરોગ્ય વિષયક તકલીફોના લીધે કામમાં મન લાગે નહીં. કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં અનિચ્છાએ આપે કામ કરવું પડે. જેના લીધે કામમાં ભૂલો થવાથી આપનું કામ વધે અને આપે ઉપરીવર્ગનો ઠપકો સાંભળવો પડે. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને કોઈ ને કોઈ મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસો કર્યા કરે અને આપને મુશ્કેલીમાં જોઈ આનંદ ઉઠાવે. તે સિવાય કામ અંગેની વ્યસ્તતા – દોડધામ – શ્રમ – કામના દબાણ – તણાવની અસર આપના કામ અને સ્વાસ્થ્ય બન્ને પર પડે. બીમારી કે અન્ય કોઈ ને કોઈ કારણસર વારંવાર રજાઓ લેવી પડે અને આપના કામમાં વધારો થતો જાય. ઉપરીવર્ગ – સંચાલક મંડળ પણ આપની વારંવારની રજાઓથી નારાજ રહે.

તે સિવાય વર્ષના પ્રારંભથી તા.૫ ડિસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપની પ્રતિકૂળતા મુશ્કેલીમાં વધારો કરે. આપે વાણીની સંયમતા રાખીને કામ કરવું પડે. વાદ-વિવાદ ગેરસમજ – મન દુ:ખના લીધે કાર્ય સ્થળનું વાતાવરણ તંગ રહે અને આપની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે. કોર્ટ-કચેરી કે ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. પહેલેથી જ કોઈ કાર્યવાહી કે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આ સિવાય દરમ્યાન આપની મુશ્કેલીમાં વધારો થાય. આપે મૌન રહી ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. તેમ છતાં માગશર વદ છઠથી અધિક – જેઠ વદ એકમ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેતાં આપને રાહત મળી રહે. આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના કેટલાંક અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. આપને લાભ ફાયદો મળી રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. લોખંડના પાયે ચાલી રહેલી શનિની પનોતી આપને કષ્ટ-પીડા રખાવે. સ્વાસ્થ્ય – સંબંધી તકલીફોના લીધે ધંધામાં પૂરતું ધ્યાન આપી શકો નહીં. માણસોના ભરોસે ધંધો છોડો તો આપે પસ્તાવવું પડે. આપના હરિફવર્ગ – ઈર્ષ્યા કરનાર વર્ગ આપને નુકસાની થાય, મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કર્યા કરે. આપના ગ્રાહકવર્ગ ને  તોડવાના પ્રયાસો કરે. જૂના ગ્રાહકો પણ બીજે વળતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ – ગેર સમજ, મન દુ:ખ ઉભા થઈ જાય. કૌટુંબિક – પારિવારીક પ્રશ્નોને લીધે ચિંતા-ઉચાટ રહે. ધંધામાં મન લાગે નહીં તેવું બને.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી તેમજ અધિક જેઠ વદ એકમ થી આસો વદ છઠ સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે તેથી આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ – મુશ્કેલી રહ્યા કરે. આપના ગણત્રી ધારણા અવળતા  પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. માલ બગડી જાય, તૂટી જાય, પાછો આવે કે ઓર્ડર કેન્સલ થવાના લીધે આપે નુકસાનીનો સામનો કરવો પડે. ઉધારીમાં ધંધો કરતાં હોવ તો સમયસર ઉઘરાણી ન આવવાથી, ઉઘરાણીના નાંણા ફસાઈ જવાથી આપના પર નાંણાકીય સંકટ આવી પડે. દેવાનો બોજ વધતો જાય.

પરંતુ તા.૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહે છે તેથી આપને રાહત રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય. પત્ની-સંતાનનો સાથ સહકાર મળી રહે. આપની બુધ્ધિ અનુભવ – આવડત મહેનતથી ધંધો વધારી શકો. નવા ગ્રાહક બંધાતા આપને આનંદ જણાય. ધંધાકીય મહત્વના નિર્ણયો લઈ શકાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ વર્ષ દરમ્યાન સ્વાસ્થ્યની કાળજી રાખીને પોતાનું કામકાજ કરવું. સાંસારિક જીવનમાં પતિ સાથે વાદ-વિવાદ – મન દુ:ખ થઈ જાય. તે સિવાય પતિના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. વર્ષ દરમ્યાન કૌટુંબિક – પારિવારીક પ્રશ્ને આપની ચિંતા – પરેશાનીમાં વધારો થાય. સંયુક્ત માલ-મિલ્કત કે અન્ય પ્રશ્ને આપે મૌન રહી શાંતિ રાખવી. વાદ-વિવાદમાં ઉતરવું નહીં. વ્યવસાયી મહિલાઓને ઘર-પરિવાર અને નોકરી-વ્યવસાયની જવાબદારીઓ એક સાથે સંભાળવામાં મુશ્કેલી જણાય. બન્ને કામ વચ્ચે સંતુલન જાળવવા આપને તકલીફ પડે. ઘણીવાર નોકરી – વ્યવસાય છોડી દેવાની ઈચ્છા થાય, આરોગ્ય પણ આપને સાથ આપે નહીં. તેમ છતાં માગશર વદ થી અધિક જેઠના સુદ સુધીનો સમય આપના માટે થોડો રાહતવાળો રહે. સંતાનનો સહકાર મળી રહે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સંબંધી કોઈને કોઈ પરેશાની આપને રહ્યા કરે. લાંબો સમય જાગીને, ઉજાગરા કરીને અભ્યાસ કરવો આપના માટે હિતાવહ રહેશે નહીં. વર્ષના પ્રારંભથી જ આપે અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. કોઈના ભરોસે રહેવું નહીં. પરીક્ષા સમયે બીમારી – અકસ્માત, હતાશા – નિરાશાથી આપે સંભાળવું પડે. કૌટુંબિક – પારિવારીક વાતાવરણ, પ્રશ્નના લીધે આપના અભ્યાસ પર અસર પડે. કારકીર્દિનું વર્ષ હોય તેમણે ખૂબ જ સાવધાની રાખવી. થોડાક ગુણ માટે લાઈન ના બદલવી પડે તેની તકેદારી રાખવી. જો કે વધુ અભ્યાસ અર્થે પરદેશની કાર્યવાહી કરવા માંગતા હોય તો થઈ શકે.

તા.૫ ડીસેમ્બરથી તા.૧ જૂન દરમ્યાન ગુરૂની સાનુકૂળતા આપને અભ્યાસક્રમમાં સરળતા રખાવે. આપના આયોજન મુજબ અભ્યાસ થઈ શકે. તેથી આ સમયનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે ઉતાર-ચઢાવનું રહેશે. ક્યારેક કામમાં સરળતા મળી રહે તો ક્યારેક કામમાં આપને મુશ્કેલી અનુભવાશે. તેથી આપે ધીરજ અને શાંતિ રાખીને સમય, સંજોગો પરિસ્થિતિ  અનુસાર નિર્ણયો લઈ આગળ વધવું. વર્ષ દરમ્યાન આપે આપના સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડે. આપની બેદરકારી, એક ભૂલ આપના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત નાંણાકીય આયોજનની બાબતે પણ આપે સંભાળવું પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. પાક ઓછો ઉતરવાને લીધે કે બગડી જવાને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. નાંણાકીય નુકશાન થઈ જાય. ખેતરમાં કામ કરતી વખતે અગ્નિ-ઈલેક્ટ્રીકથી દાઝવાથી સંભાળવું પડે. ખેતરમાં વધુ પડતી રાસાયણીક દવાનો ઉપયોગ કરવાથી પાક બગડી જાય તેમજ આપના સ્વાસ્થ્ય પર પણ અસર પડે. ખેતીના ઓજાર તૂટી જવાથી, બગડી જવાથી સમયસર કામ થઈ શકે નહીં તે સિવાય આપે પાણી કે અન્ય બાબતોમાં કુદરત કે બહારના માણસના ભરોસે રહ્યા વગર પોતાની જાતે વ્યવસ્થા કરી લેવી. વર્ષના પ્રારંભમાં તેમજ અંતમાં આપે નાંણાકીય નુકશાનીથી સંભાળવું પડે. હરિફવર્ગ – ઈર્ષ્યા કરનાર વર્ગ સાથે વાદ-વિવાદ થઈ જાય.

ઉધારીમાં ધંધો કરતાં હોવ તો સમયસર ઉઘરાણી ન આવવાથી, ઉઘરાણીના નાંણા ફસાય….

તુલા (ર.ત.) : વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા કરાવે 1 - image

તુલા (ર.ત.) : વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા કરાવે

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સારું રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે સરળતા લાવે. શનિના પરિભ્રમણને લીધે આરોગ્ય બાબતે આપે થોડું ધ્યાન રાખવું પડે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું રહે. તેમ છતાં વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ સ્વાસ્થ્યની બાબતમાં આપને થોડી ચિંતા રખાવે. આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. શરીરમાં વીટામીન-આયર્નની ઉણપના લીધે અશક્તિ અનુભવાય. બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. પગમાં દુ:ખાવાની તકલીફ જણાય. 

તા. ૧૫ જાન્યુઆરી થી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન છાતીમાં દર્દ-પીડા જણાય. ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગ્યા કરે. શરીરમાં લોહીની ઉણપ સર્જાતા હ્ય્દય ઉપર જોર પડતાં મુશ્કેલી વધે. તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને ગરમી-એ.સી.ડી.ટીની તકલીફ રહે. પેટ-પેઢુ-ગુદાભાગની તકલીફ જણાય. મસા, ભગંદર, હરણીયાની તકલીફ હોય તેમની પીડામાં વધારો થાય. મો, ખભા, ગરદન-આંખની તકલીફ રહે.

પરંતુ વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપ મોટી બીમારીમાંથી, આપત્તિમાંથી બચી જાવ. સમયસરની દાકતરી સલાહ-સારવાર, દવા અને ખાવા-પીવામાં યોગ્ય કાળજીથી આપને રાહત રહે. વર્ષ દરમ્યાન રાહુ જ પરિભ્રમણ પણ આપને રાહત રખાવે. પરંતુ જેમને કમરની તકલીફ હોય તેમને વર્ષ દરમ્યાન ક્યારેક-ક્યારેક દર્દ-પીડા રખાવે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિ એ વર્ષ સારું પસાર થાય. આપની આવકમાં વધારો થાય. ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓ ઘટવાથી બચત થઈ શકે. જુની ઊઘરાણીના નાંણા છૂટા થવાથી, અન્યત્ર ક્યાંય ફસાઈ ગયેલા નાંણા છૂટા થવાથી આપને રાહત થતી જાય. પરદેશના કામના કે પરદેશ જવા માટે આપેલા નાંણા ફસાઈ ગયા હોય તો તે ધીમે-ધીમે પાછા આવતાં જાય. વર્ષાન્તે દિવાળી સમયે આપને આકસ્મિક લાભ-ફાયદો મળી જાય. આવકમાં વૃધ્ધિ જણાય. જોકે તા. ૧ જુનથી તા. ૩૧ ઓક્ટોબર સુધીનો સમય આપના માટે થોડો મધ્યમ રહે. નાંણાકીય આયોજન વ્યક્તિગત રીતે કરવું પડે.

વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડા છૂટક-છૂટક આકસ્મિક ખર્ચાઓ  કરાવડાવે. કોર્ટ-કચેરીના કાર્યમાં, રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં ખર્ચ જણાય.

પોષના અંતથી ફાગણના પ્રારંભ દરમ્યાન આપને ઘર-પરિવાર માટે, માતા-પિતાના આરોગ્ય બાબતે ખર્ચ જણાય. વાહનમાં, મકાનમાં આકસ્મિક ખર્ચ આવી જાય.

વૈશાખ વદ તેરસથી અષાઢ વદ ચોથ દરમ્યાન આરોગ્ય વિષયક ખર્ચ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને, પત્ની માટે ખર્ચ-ચિંતા જણાય. પત્નીના આરોગ્ય માટે ખર્ચ રહે. એકદમ જ આકસ્મિક ખર્ચાઓ આવી જતાં આપનું નાંણાકીય આયોજન ખોરવાઈ જાય. પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. વર્ષાન્તે દિવાળી સમયે પણ આપના માટે યોગ આવે. સંતાન માટેના પણ યોગ ઉભા થાય.

વર્ષની મધ્યમમાં માતા-પિતાના કામ, અન્ય કૌટુંબિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. તા. ૨૦ જૂન થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને પત્નીના આરોગ્ય આયુષ્ય બાબતે ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. પત્ની સાથે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થઈ જાય. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને સંતાનના કામમાં રૂકાવટ-દોડધામ રખાવ્યા કરે. ખર્ચ કરાવડાવે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી અને અધિક જેઠ વદ એકમથી આસો વદ છઠ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. તેથી કેટલાક અગત્યના કામમાં એકદમ સરળતા જણાય તો કેટલાક કાર્યમાં આપને રૂકાવટનો અનુભવ થાય. કામકાજ અંગેની આપની વ્યવસ્તતામાં વધારો થાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. જમીન-મકાન-વાહનના કામકાજ રહે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપે ધ્યાન રાખવું પડે.

તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જુન દરમ્યાન ગુરૂ આપના માટે સાનુકુળ રહેતાં આપના કામમાં સરળતા થતી જાય. આપને નવી કોઈ તક પ્રાપ્ત થાય. નોકરીના સ્થળેથી આપને પરદેશ મોકલવાની કાર્યવાહી થાય. બઢતી બદલીના કાર્યમાં પ્રગતિ જણાય. નોકરીનું સ્થળ દૂર હોવાથી ત્યાં રહેતા હોય કે અપડાઉન કરતાં હોય તો પુન:પરિવાર સાથે પોતાના શહેરમાં રહેવાની તક પ્રાપ્ત થાય. જો કે વર્ષ દરમ્યાન આપની પ્રગતિની ઈર્ષ્યા કરનાર વ્યક્તિઓ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે કામમાં વિલંબ-રૂકાવટ જણાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે કામમાં મન લાગે નહીં. નાંણાકીય જવાબદારીવાળું કાર્ય સંભાળનારે વિશેષ સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. પોતાના કામ સાથે કામ રાખી બીજા સાથે વિવાદમાં ઉતરવું નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ પ્રતિકુળ રહે છે તેથી આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ ભેગા મળી આપને મૂશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આપના કાર્યની સાથે બીજા કામ આવી જવાને લીધે આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. રાહુના પરિભ્રમણને લીધે આપને મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાય. વાણીની મીઠાશ રાખીને પોતાનું કામકાજ કરવું.

વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહે છે. તેથી કામમાં જોઈએ તેવી પ્રગતિ જણાય નહીં. આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામ કે અન્ય કામકાજના લીધે દોડધામ-વ્યસ્તતા અનુભવાય. નફામાં નુકસાન ભોગવવું પડે.

પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન તેમજ તા. ૩૧ ઓક્ટોબરથી વર્ષના અંત સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપના કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. નવું કોઈ ધંધાકીય આયોજન કરી રહ્યા હોવ, ધંધો વધારવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય. આપને સાનુકુળતા મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થતાં આનંદ અનુભવો. પરદેશના કામમાં સરળતા થતી જાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. નવો કોઈ ઓર્ડર મળે કે વાતચીત આવે. મિલન-મુલાકાત થઈ શકે.

તા. ૧૫ મે થી તા. ૨ ઓગસ્ટ દરમ્યાન આપે નાંણાકીય નુકસાનીથી સંભાળવું પડે. માલ બગડી જાય, તૂટી જાય, ઓર્ડર કેન્સલ થવાથી આપને નુકસાની જણાય. આ ઉપરાંત આપની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધંધામાં બરોબર ધ્યાન આપી શકો નહીં.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામકાજમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામ અંગે આપને ચિંતા-ઉચાટ અનુભવાય. પતિ, ઘર-પરિવારનો ક્યારેક સાથ રહે તો ક્યારેક તેમની સાથે વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થઈ જાય. વર્ષ દરમ્યાન આપને સંતાનની, સાસરીપક્ષ-મોસાળપક્ષની કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામની વચ્ચે સંતુલન જાળવવું પડે. ક્યાં કાર્યને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં ક્યારેક મુશ્કેલી જણાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. દિવાળીના સમયમાં નવપરણિત, જેમને સંતાન નહોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પરંતુ તા. ૧૫-૫ થી તા. ૨-૮ દરમ્યાન આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રૂકાવટ-ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ-મધ્યમ રહે છે તેથી વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. નાની સફળતાથી અંજાઈ જવું નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં : મિત્ર વર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં સમય બગાડવો નહીં. વ્યસની તેમજ આપનો ઉપયોગ કરી જનારા મિત્રોથી આપે સંભાળવું પડે. રાહુ-શનિના પરિભ્રમણના લીધે મહેનત ખૂબ કરવી પડે તેના પ્રમાણમાં સફળતા ઓછી મળે. થોડાક ગુણ માટે થઈને આપની મનગમતી લાઈન બદલવી પડે તેવું બને. જોકે તા. ૫-૧૨ થી તા. ૧-૬ દરમ્યાન અભ્યાસાર્થે પરદેશ જવા માંગતા વિદ્યાર્થીને સાનુકુળતા મળી રહે. કારકીર્દિનું વર્ષ હોય તેમને પોતાના પરિણામથી આનંદ થાય. ઉચ્ચ અભ્યાસાર્થે બહાર કે બહારગામ જવાની તૈયારી રાખવી પડે. જો કે વર્ષ દરમ્યાન આપે પરીક્ષા સમયે બીમારી, હતાશા-નિરાશાથી સંભાળવું પડે.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. ખોટા પાક લેવાતા આપના નિર્ણયને લીધે મૂશ્કેલી જણાય. કુદરતી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂંકપના લીધે પાકને નુકસાન થાય. પાકમાં જીવાત પડવાને લીધે આપની મહેનત બાતલ જાય. તેમ છતાં વર્ષના પ્રારંભમાં શિયાળુ પાક લેવામાં આપને સરળતા-સાનુકુળતા મળી રહે. પાક સારો ઉતરતાં આપને આનંદ થાય. આવક જણાય. ભાઈભાંડુવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરંતુ પૌત્રાદિક આપના વ્યવસાયથી દૂર રહેતાં આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. તા. ૨૦-૬ થી તા. ૨-૮ દરમ્યાન આપે ખેતરમાં કામ કરતાં સંભાળવું પડે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે ખેતીમાં ધ્યાન આપી શકો નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિની પ્રતિકુળતા આપને પરેશાન કર્યા કરે. રાહુનું પરિભ્રમણ ક્યારેક આકસ્મિક લાભ આપી જાય તો ક્યારેક વિચારોની અસમંજસતા-દ્વિધા રખાવે. સંતાનની અભ્યાસની ચિંતા રખાવડાવે. વર્ષ દરમ્યાન ગુરુનું પરિભ્રમણ આપના માટે ક્યારેક સાનુકુળ રહે છે તો ક્યારેક મધ્યમ રહે છે એટલે આપે સમય-સંજોગો-પરિસ્થિતિ, અનુસાર આગળ વધવું પડે.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામકાજમાં એકદમ સરળતા રહે તો ક્યારેક કામ અંગે આપને ચિંતા-ઉચાટ અનુભવાય. પતિ, ઘર-પરિવારનો ક્યારેક સાથ રહે તો ક્યારેક તેમની સાથે વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થઈ જાય. વર્ષ દરમ્યાન આપને સંતાનની, સાસરીપક્ષ-મોસાળપક્ષની કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામની વચ્ચે સંતુલન જાળવવું પડે. ક્યાં કાર્યને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવામાં ક્યારેક મુશ્કેલી જણાય. 

અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. દિવાળીના સમયમાં નવપરણિત, જેમને સંતાન નહોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. 

વૃશ્ચિક (ન.ય.) : આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા, કૌટુંબિક પારિવારીક કોઈને કોઈ ખર્ચા રહ્યા કરે 1 - image

વૃશ્ચિક (ન.ય.) : આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા, કૌટુંબિક પારિવારીક કોઈને કોઈ ખર્ચા રહ્યા કરે

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે. જ્યારે ગુરૂ આપના માટે સાનુકુળ પ્રતિકૂળ રહે. શનિ આપને રાહત આપે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું છે તેથી આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. વર્ષ દરમ્યાન આપ ચોથા રાહુના બંધનમાં રહેશો. આપના હૃદય મન બેચેની વ્યગ્રતામાં રહ્યા કરે. છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવાની તકલીફ ગભરામણ જેવું લાગ્યા કરે. કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને કોલેસ્ટ્રોલ વધી જતાં તકલીફ પડે. લોહી જાડું થતાં હૃદયની નળીઓમાં અવરોધ આવે. શસ્ત્રક્રિયા કરાવવી પડે. બી.પી.ની તકલીફ થાય.

તા. ૫ ડીસેમ્બર ૨૦૨૫થી તા. ૧ જૂન સુધી ગુરૂ અષ્ટમ સ્થાનમાંથી મૃત્યુ સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. તેથી આપના કષ્ટ પીડામાં વધારો થાય. મૃત્યુ ન થાય પરંતુ મૃત્યુજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ તેવો અનુભવ થાય. જૂની બીમારી વકરતાં, ફરી ઉથલો મારતાં વારસાગત રોગ લાગુ થવાથી આપનું સ્વાસ્થ્ય કથળતું જાય. આપની બેદરકારીના લીધે રોગ વધી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. ગુરૂ વક્રી થઇને અષ્ટમ સ્થાનમાં આવે છે એટલે આપની મુશ્કેલી વધતી જાય.

જો કે વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે રાહતકારી રહેશે. પરંતુ રાહુનું પરિભ્રમણ નબળું છે તેથી આપે સ્વાસ્થ્યની બાબતમાં ચલાવી લેવાની વૃત્તિ રાખવી નહીં.

તા. ૧૫ જૂનથી તા. ૧૫ જુલાઈ દરમ્યાન પીઠમાં કમરમાં દર્દ પીડા રહે. તા. ૨ ઓગસ્ટથી તા. ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન આપને બી.પી.ની લોહીના વિકારથી થતાં રોગોની તકલીફ જણાય. વાહન ચલાવતી વખતે વિચારોને કાબુમાં રાખવા અકસ્માતથી સંભાળવું પડે.

આર્થિક સુખ સંપત્તિ

આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ તેમજ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જુન સુધી ગુરૂનું પરિભ્રમણ આપને નાણાંકીય મુશ્કેલી રખાવે. આવક સ્થગિત થઇ ગઇ છે અને જાવક ચાલુ છે તેવું લાગ્યા કરે. ઉપરાઉપરી આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા, કૌટુંબિક પારિવારીક કોઈને કોઈ ખર્ચા રહ્યા કરે. ધીમે ધીમે આપની બચત પણ વપરાતી જાય અને આપને નાણાભીડનો સામનો કરવો પડે. રોજિંદા ખર્ચ, સામાજિક વ્યવહારો સાચવવામાં આપને મુશ્કેલી પડે. રોજિંદા ખર્ચમાં કાપ મૂકવો પડે. ઘરમાં ચોરી ન થાય, પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

આ સમય દરમ્યાન મોટા કોઈ નાણાંકીય રોકાણ કરવા નહીં કે જોખમ ઉઠાવવા નહીં. લોન લીધી હોય કે બહારથી ઉછીના નાણાં લીધા હોય તો હપ્તા ભરવામાં મુશ્કેલી જણાય અને આપ વ્યાજના ચક્કરમાં ફસાતા જાવ.

જો કે વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપને થોડીક રાહત મળી રહે. રોજિંદા ખર્ચ નીકળતા જાય, વ્યવહારો સચવાઈ જાય. તેમ છતાં રાહુનું પરિભ્રમણ આપને કોઇને કોઈ આકસ્મિક ખર્ચા રખાવશે. માતા પિતાના આરોગ્ય બાબતે, જમીન, વાહન બાબતે ખર્ચ જણાય. જો કે ગૂરૂની સાનુકુળતાને લીધે આવકનો પ્રવાહ ધીમે ધીમે ચાલુ રહેવાથી આપને થોડી શાંતિ જણાય. આમ, વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સંભાળીને કરવું પડે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨માં નોકરીમાં આપના કાર્ય કરવામાં આપને મુશ્કેલી રહ્યા કરે. નાની નાની ભૂલોના લીધે કામમાં વિલંબ થાય, કામ ખેંચાતા જાય. સમયસર કામ પૂર્ણ કરી શકો નહીં. કાર્યસ્થળે નવી જગ્યાએ મિત્રતાના સંબંધો કેળવવામાં ધ્યાન રાખવું પડે. મિત્રતામાં જ આપને દગો વિશ્વાસઘાત થાય. આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતનો લાભ બીજા લઇ જાય અને આપ કશું કરી શકો નહિં. તેમાં પણ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને અષ્ટમ સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે તેથી આપની મુશ્કેલીમાં વધારો થાય. સ્વાસ્થ્ય સંબંધી કોઇને કોઈ તકલીફના લીધે કામમાં મન લાગે નહીં. કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરો તેમાં વારંવાર ભૂલો થયા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે આપે વારંવાર રજાઓ લેવી પડે તેની અસર આપના કામ પર, નોકરી પર પડે. કામના વધુ પડતા દબાણ, તણાવની અસર, દોડધામ શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર પડે અને આપનું આરોગ્ય બગડતંપ જાય.

વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. તેથી આપને કામમાં રાહત થતી જાય. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આનંદ રહે. નોકરીમાં બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. નવી કોઈ તક પ્રાપ્ત થાય પરંતુ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તે વાત ધ્યાનમાં રાખીને કામ કરવું. ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. નવું પદ કે નવી જગ્યાએ આપ જતાં તો રહો પરંતુ ત્યાં ગયા પછી આપને અફસોસ થાય. એવું લાગ્યા કરે કે આના કરતાં જૂની જગ્યા વધુ સારી હતી.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન રાહુની પ્રતિકૂળતા આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અપાવે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. હરિફ વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કર્યા કરે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ગેરસમજ, મનદુ:ખ થઇ જાય. તેની અસર ધંધા પર પડે. ઉધારીમાં ધંધો કરનારે નાણા ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. તે સિવાય આપ કોઈ ઠગીના શિકાર ના બનો તેનું ધ્યાન રાખવું પડે.નવો ઓર્ડર મળતાં નવી ઘરાકી બંધાતા અટકી જાય. કોઇને કોઈ કારણસર રૂકાવટ આવ્યા કરે. વાત આગળ વધે નહીં કે ઓર્ડર કેન્સલ થઇ જાય.

તા. ૫ ડિસેમ્બરથી ગુરૂ વક્રિ થઇને આપના માટે પ્રતિકૂળ થઇ રહ્યો છે જે ૧ જૂન સુધી રહેશે. આ સમય દરમ્યાન આપના કોઈ કામ થાય નહીં. ગ્રાહક આવે નહીં. ધંધો થાય નહીં. આવક અટકી પડે અને જાવક ચાલુ રહે. દુકાન શા માટે ખોલો છો તેવા વિચારો આવ્યા કરે. તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે પણ આપ ધંધામાં ધ્યાન આપી શકો નહીં. માણસોના ભરોસે ધંધો મૂકવો પડે. આપને દગો વિશ્વાસઘાત નુકસાની થાય.

સ્ત્રીવર્ગ

સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન આપે આપના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડે. આપના આરોગ્યને ગંભીરતાથી ન લેવાની આદત, બેદરકારી આપના માટે મોટી મુશ્કેલી ઉભી કરે. પેટ પેઢુની ગર્ભાશયની મેનોપોઝની તકલીફ રહે. તે સિવાય છાતીમાં દર્દ પીડાથી આપે સંભાળવું પડે. પતિ-સંતાનની ચિંતા રહે. વારંવાર વાદ વિવાદ મનદુ:ખ ઉભા થઇ જાય. નોકરીયાત વ્યવસાયી મહિલાઓને ઘર પરિવાર અને નોકરી વ્યવસાયની જવાબદારી એક સાથે સંભાળવામાં મુશ્કેલી અનુભવાય. ક્યારેક કામ છોડી દેવાની ઇચ્છા થઇ જાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપે ધીરજ અને શાંતિથી કામ લેવું પડે. ઉતાવળમાં આવી જઇને કોઈ નિર્ણય કરવા નહીં. માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા આપને રહે. વર્ષના ઉત્તરાર્ધમાં આપને થોડી રાહત થતી જાય. કામનો ઉકેલ આવતો જાય. પતિ સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય. તેમનો સહકાર મળી રહે.

વિદ્યાર્થી વર્ગ

સંવત ૨૦૮૨નું વર્ષ વિદ્યાર્થીવર્ગ માટે મધ્યમ રહે. પરીક્ષા સમયે આપે બીમારી અકસ્માતથી સંભાળવું પડે. આપના આયોજન મુજબ અભ્યાસ કરવામાં કોઇને કોઈ મુશ્કેલી આવ્યા કરે. મિત્રવર્ગની ચિંતાના લીધે અભ્યાસમાં ધ્યાન લાગે નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ મનદુ:ખ ગેરસમજથી સંભાળવું પડે. વ્યસની સ્વાર્થી મિત્રોથી આપે સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે.

વર્ષના પ્રારંભથી ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપને થોડી રાહત થતી જાય. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાની તૈયારી કરતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરતાં હોય તો તેમાં સાનુકુળતા મળી રહે. પરંતુ અભ્યાસ સાથે નોકરી વ્યવસાય કરનારે સાવધાની રાખવી પડે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર ચઢાવવાળું રહે. જો કે વર્ષનો વધુ સમય પ્રતિકૂળ રહેવાને લીધે આપે ધીરજ અને શાંતિ રાખવા પડે. આપ એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. આપે સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારિક આર્થિક નોકરી ધંધાકીય સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય. જો કે વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીમે ધીમે થોડી રાહત થતી જાય. આપના કામ ઉકેલાતા જાય. આપની મુશ્કેલીમાંથી બહાર આવતાં જાવ. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછા થતાં જાય. સંતાનનો સાથ સહકાર મળી રહે. પરંતુ જમીન મકાન વાહનના પ્રશ્ને આપને દોડધામ ખર્ચ જણાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રખાવ્યા કરે. દોડધામ ખર્ચ જણાય. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું રહેતાં આપને કૌટુંબિક પારિવારીક પ્રશ્ને કોઇને કોઈ ચિંતા આવ્યા કરે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય. તેના આરોગ્ય અભ્યાસ કારકીર્દિની ચિંતા આપને સતાવ્યા કરે. તેના કામ ન થવાથી, કામમાં રૂકાવટ મુશ્કેલી આવવાથી આપના દોડધામ શ્રમ ખર્ચમાં વધારો જણાય. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સારો રહેતાં આપની કૌટુંબિક પારિવારીક ચિંતામાં ઘટાડો થતો જાય. સંતાનના પ્રશ્નોનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. તેમ છતાં આપ સાવ નિશ્ચિત ના થઇ શકો.

ધન (ભ.ધ.ફ.ઢ.) : શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે, બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે... 1 - image

ધન (ભ.ધ.ફ.ઢ.) : શનિની અઢી વર્ષની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે, બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે…

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ પ્રતિકૂળ રહ્યા કરે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. આ ઉપરાંત શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે તેમજ બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન શનિની પનોતી આપને આરોગ્ય વિષયક ચિંતા રખાવડાવે. છાતીમાથી પસાર થઇ રહેલો શનિ આપને છાતીમાં દર્દ પીડા રખાવડાવે. હૃદય સંબંધી બીમારીઓથી આપે સંભાળવું પડે. તે સિવાય શરીરમાં આયર્નની ઉણપ, વિટામીનની ઉણપના લીધે તકલીફ ઉભી થાય.વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપ આઠમા ગુરૂનાં બંધનમાંથી પસાર થશો. આ સમય દરમ્યાન આપે આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. જૂની બીમારી વધી જાય કે ફરી ઉથલો મારે, વારસાગત બીમારી થઇ જાય. પેટ પેઢુની ગુદાભાગની પગની તકલીફ રહે. માનસિક પરિતાપ વ્યગ્રતા બેચેની રહ્યા કરે. આપને ગભરામણ શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો તરત જ દાક્તરને બતાવી દેવું.તા. ૧૪ માર્ચથી તા. ૧૭મે દરમ્યાન આપને પીઠ કમરની, આંખની, કીડનીની તકલીફ જણાય. તે સિવાય આ સમય દરમ્યાન આપે હૃદય સંબંધી તકલીફમાંથી પસાર થવું પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે. જૂની બીમારીમાં આપે બેદરકારી રાખવી નહીં. ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે આરોગ્યની બાબતમાં સવિશેષ કાળજી રાખવી પડે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. આપે વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ સમજી વિચારીને સંભાળીને કરવું પડે. વર્ષ દરમ્યાન નાણાંકીય જોખમ ઉઠાવવા નહીં. ઉઘરાણીમાં નાણા ફસાઈ જવાને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. લોન લઇને, વ્યાજે પૈસા લઇને ધંધામાં માલ ભર્યો હોય, ઘરમાં સામાન ખરીદ્યો હોય તો હપ્તા ભરવામાં આપને મુશ્કેલી અનુભવાય. એક પછી એક કોઇને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. આપની ધારણા પ્રમાણે ઉઘરાણી છૂટી ન થતાં નાણાંભીડનો સામનો કરવો પડે. આવક સ્થગિત થઇ ગઇ છે તેવું લાગ્યા કરે. જમીન મકાન વાહનને લગતા ખર્ચા આવ્યા કરે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહેશે. આપ અષ્ટમ ગુરૂના બંધનમાં આવશો તેથી સ્વાસ્થ્યને લગતી તકલીફના લીધે ખર્ચ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ખર્ચ રહે. માતા-પિતાના આરોગ્ય અંગે આપને ચિંતા-ખર્ચ જણાય. ઘરમાં ચોરી થવાથી, પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ જવાથી આપને નુકસાની થાય. વર્ષના પ્રારંભમાં તા. ૨૭ ઓક્ટોબરથી તા. ૭ ડિસેમ્બર દરમ્યાન સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. કોર્ટ કચેરીના કામમાં, સરકારી રાજકીય કામમાં ખર્ચ રહે. જો કે તા. ૫ ડિસે. થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સારું રહેતાં આપને રાહત જણાય. થોડી થોડી આવક ચાલુ રહેતાં આપના ખર્ચાપાણી નીકળી રહે. આકસ્મિક કોઈ લાભ ફાયદો મળી રહે.

પત્ની સંતાન પરિવાર

કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. શનીની પનોતીના લીધે માતા પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રખાવે. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને, સંયુક્ત માલ મિલ્કત ધંધાના પ્રશ્ને ઘરમાં કલહ-કંકાસનું વાતાવરણ ઉભું થાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થઇ જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસે. અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર કૌટુંબિક પારિવારીક ચિંતા પરેશાનીમાં વધારો થાય. માતાના આરોગ્ય માટે કે માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. આપના દોડધામ શ્રમમાં વધારો થાય.જો કે તા. ૫ ડિસે. થી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ સારું રહેતાં પત્ની સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય. આ વિવાહીત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા ઓછી થાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષના પ્રારંભથી જ આપ લોખંડના પાયે ચાલી રહેલી શનિની પનોતીના બંધનમાં હશો. જે આપને નોકરીમાં તકલીફ આપે. આપને કામ કરવામાં મુશ્કેલી આવ્યા કરે. નાની નાની બાબતોના લીધે કામમાં વિલંબ જણાય. આપના આયોજન મુજબ કામ થઇ શકે નહીં. અન્યની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ સહકાર મળે નહીં. નોકર ચાકરવર્ગની તકલીફ રહ્યા કરે. કુટુંબ પરિવારમાં કે સગા સંબંધીના ત્યાં નોકરી કરતાં હોવ તો આપની પરિસ્થિતિ ન સહેવાય ન રહેવાય એવી થઇ જાય. મજબૂરીના કારણે અપમાન સહન કરીને પણ આપે ત્યાં નોકરી ચાલુ રાખવી પડે. તે સિવાય નોકરીમાં આપના યશ-પદ-ધનની હાનિ ન થાય તેનું આપે ધ્યાન રાખવું પડે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ પણ આપના માટે પ્રતિકૂળ રહેવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્નો ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આપના લીધેલા નિર્ણયો આપના માટે મુશ્કેલી ઉભી કરે. જેમના પર ખૂબ ભરોસો કરતાં હોવ તેવી વ્યક્તિ, સાથી, મિત્ર જ આપને દગો વિશ્વાસઘાત આપે. જો કે માગશર વદ એકમ તા. ૫ ડીસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન સુધીનો સમય આપના માટે થોડોક રાહતવાળો રહે. ગુરૂનું પરિભ્રમણ આપને કામમાં મદદરૂપ થાય. કામમાં સરળતા રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકો. મિત્રવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરંતુ તેમ છતાં શનિનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ છે તે ધ્યાનમાં રાખી કોઇના પર એકદમ ભરોસો કરવો નહીં. તેમજ શાંતિ રાખીને પોતાનું કામ કરવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહેશે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ વ્યવસાય ભૂવનની સામેથી થઇ રહ્યું છે જે નબળું છે તેથી આપને ધંધામાં તકલીફ રહે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. અન્યની ભૂલના લીધે આપે નુકસાનીનો સામનો કરવો પડે. બજારમાં આપની શાખ ખરડાય નહીં તેનું ધ્યાન રાખવું પડે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વિચારોમાં મતભેદ ઉભા થાય. વાદ વિવાદ ગેરસમજ થઇ જાય. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ધંધાની જગ્યાએ અડોશ પડોશમાં વાદ વિવાદ થઇ જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન અષ્ટમ ગુરૂ આપની પ્રતિકૂળતામાં વધારો કરે. આપના લીધેલા નિર્ણયો અવળાં પડતાં, આપની ગણત્રી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નોકર ચાકરવર્ગની તકલીફ જણાય. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં છૂટા થવાની પરિસ્થિતિ આવે કે ધંધો બંધ કરવાની નોબત આવે. આરોગ્યની તકલીફને લીધે ધંધામાં ધ્યાન આપી શકો નહીં. કૌટુંબિક પારિવારીક પ્રશ્નો ચિંતા પરેશાનીના લીધે કામમાં મન લાગે નહીં. જો કે તા. ૫ ડીસે. થી તા. ૧ જૂન દરમ્યાનનું ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે તેથી આપને થોડી રાહત થતી જાય. કેટલાંક મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આપના કેટલાંક અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ રાહતની લાગણી અનુભવો. આવક જણાય.

સ્ત્રી વર્ગ

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ચિંતા-દોડધામનું રહે. વર્ષ દરમિયાન આપને કૌટુંબિક પારિવારીક પ્રશ્ને કોઇને કોઈ ચિંતા રહ્યા કરે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. માતા-પિતા ભાઈભાંડુ વર્ગની ચિંતા રહે. વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. નોકરી કરનાર વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન કરવામાં મુશ્કેલી જણાય. કયા કામને પ્રાથમિકતા આપવી તે અંગે અસમંજસમાં રહ્યા કરો. કામ અંગેની દોડધામ શ્રમ, તણાવના લીધે આપના સ્વાસ્થ્ય પર અસર થાય. મેનોપોઝની તકલીફના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન આપે સાવધાનીપૂર્વક કરવું પડે. ધીરજ અને શાંતિ રાખીને વર્ષ પસાર કરી લેવું.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આપે મહેનત વધુ કરવી પડે અને તેના પ્રમાણમા આપને પરિણામ ઓછું મળે. કૌટુંબિક પારિવારીક પ્રશ્નના લીધે, પ્રસંગ ઘટનાને લીધે આપના અભ્યાસમાં રૂકાવટ આવ્યા કરે. તે સિવાય પરીક્ષા સમયે આપે હતાશા નિરાશા, બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. કારકીર્દીનું વર્ષ હોય તેમને થોડાક ગુણ માટે વર્ષ બગડે નહીં તેની તકેદારી રાખવી. મિત્રવર્ગના લીધે આપના અભ્યાસમાં અડચણ રહે. સ્વાર્થી વ્યસની મિત્રોથી આપે સંભાળવું પડે. જો કે તા. ૫ ડિસે.થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપને થોડી રાહત જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.

ખેડૂત વર્ગ

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન શનિની પનોતી તેમજ વર્ષનો મોટો ભાગ ગુરૂની પ્રતિકૂળતા રહે છે તેથી આપને કામમાં તકલીફ જણાય. ખેતી સાથે નોકરી કે અન્ય કામ કરનારાની મુશ્કેલી વધે. સંયુક્ત ખેતીમાં ભાગની ખેતીમાં નુકસાની જણાય. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ખેતીમાં પૂરતું ધ્યાન આપી શકો નહીં. બીયારણની તકલીફ કે વધુ પડતી રાસાયણીક દવાઓના ઉપયોગ ના લીધે પાક બગડી જવાથી આપને નુકસાની જણાય. માગશર વદ થી અધિક જેઠ વદ સુધીનો સમય આપના માટે થોડો સારો રહે. રવિપાક તથા ઉનાળુ પાક થોડો સારો રહેતાં આપને લાભ ફાયદો જણાય. પરંતુ વાવણી લણણીના સમયે આપે અન્યના ભરોસે રહેવું નહીં. તે સિવાય વર્ષ દરમ્યાન કુદરતી આપત્તિઓથી આપે સંભાળવું પડે.

ઉપસંહાર

આમ વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. આપે શારિરીક માનસિક તકલીફોથી સંભાળવું પડે. નોકરી ધંધામાં આપને કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહે. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ જણાય. નાણાંકીય રોકાણ આયોજનમાં આપે ધ્યાન રાખવું પડે. નાણાંકીય બાબતોમાં આપે કોઇના ભરોસે રહેવું નહીં. તેમ છતાં માગશર વદથી અધિક જેઠ વદ દરમ્યાન આપને થોડી રાહત શાંતિ મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. આવક થવાથી આપના વ્યવહારો આપ સાચવી શકો.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આપે મહેનત વધુ કરવી પડે અને તેના પ્રમાણમા આપને પરિણામ ઓછું મળે. કૌટુંબિક પારિવારીક પ્રશ્નના લીધે, પ્રસંગ ઘટનાને લીધે આપના અભ્યાસમાં રૂકાવટ આવ્યા કરે. તે સિવાય પરીક્ષા સમયે આપે હતાશા નિરાશા, બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. કારકીર્દીનું વર્ષ હોય તેમને થોડાક ગુણ માટે વર્ષ બગડે નહીં તેની તકેદારી રાખવી. મિત્રવર્ગના લીધે આપના અભ્યાસમાં અડચણ રહે. સ્વાર્થી વ્યસની મિત્રોથી આપે સંભાળવું પડે. જો કે તા. ૫ ડિસે.થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપને થોડી રાહત જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.

મકર (ખ.જ.) : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો જણાય... 1 - image

મકર (ખ.જ.) : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો જણાય…

વિક્રમ સંવત ૨૦૮૨માં ગુરૂનું પરિભ્રમણ આપના માટે મિશ્ર રહેશે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને તેમજ નાંણાકીય પ્રશ્ને થોડી ચિંતા રખાવે. શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળતાવાળું રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહેશે. વજનમાં વધારો જણાય. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપના સ્વાસ્થ્યમાં સુધારો જણાય. સમયસરની દાકતરી સલાહ-નિદાન, દવાથી આપની તબીયત સ્થિર રહી શકે. સ્વાસ્થ્યની બાબતમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર આપને મળી રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા ઓછા થતાં જાય.  પરંતુ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ ષષ્ઠમ સ્થાનમાંથી થઈ રહ્યું છે એટલે આપે આરોગ્યની કાળજી રાખવી પડે. સીઝનલ-વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. જૂની બીમારી ફરી ઉથલો મારતાં આપની મુશ્કેલી વધે. ખાવા-પીવામાં કાળજી રાખવી પડે. તેમાં પણ તા. ૧૪ એપ્રિલથી તા. ૨૦ જૂન સુધીનો સમય આપના માટે થોડો વધુ નબળો રહે. છાતીમાં દુ:ખાવો થાય તો તરત જ દાકતરી સલાહ લઈ લેવી. બી.પી.ની તકલીફ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. ચામડીના રોગ થાય.પરંતુ વર્ષના બાકીના સમયમાં ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહેતા સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. પેટ-પેઢુની તકલીફમાં આપને રાહત થતી જાય. વર્ષના ઉત્તરાર્ધમાં આપે વજન વધારાથી સાવધાની રાખવી પડે. આમ આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ એકંદરે સારું રહે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ કરાવડાવે. તેમાં પણ માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ પણ આપના ખર્ચ-ખરીદીમાં વધારો કરાવે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જાય. કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય સરકારી-ખાતાકીય કામમાં, ખર્ચ જણાય. મોસાળપક્ષ-સાસરી પક્ષે દોડધામ-ખર્ચ રહે. બચતનો વપરાશ થતો જાય. આપને ચિંતા જણાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેતાં આપને રાહત જણાય. આપની આવક ચાલુ રહેતાં આપના ખર્ચાઓ સરળતાથી કાઢી શકો. કૌટુંબિક-પારિવારિક-સામાજિક-વ્યવહારિક વ્યવહારો સાચવી શકો. આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાંણા કે લાંબા સમયથી ફસાઈ ગયેલ નાંણા છૂટા થવાથી આપને રાહત થતી જાય, સરકારી કામનાં નાંણા ફસાઈ ગયા હોય તો ધીમે-ધીમે છૂટા થતાં જાય. પરંતુ તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમિયાન આપે નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. મોટા કોઈ નાંણાકીય જોખમ કરવા નહીં. શેરબજારમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. આરોગ્ય વિષયક પ્રશ્નોને લીધે ખર્ચ રહે. ઘર-પરિવાર, જમીન-મકાન, વાહન અંગે આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય. ઉધારીમાં ધંધો કરનારે સાવધાની રાખવી પડે. સંબંધમાં, બે આંખની શરમમાં નાંણાકીય નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું. 

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને રાહુ આપને ચિંતા રખાવે. સંયુક્ત માલ-મિલકત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું પડે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન ભાઈભાંડુ, મોસાળ પક્ષ-સાસરી પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ રહેતાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા ઓછી થતી જાય. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય પરંતુ દિવાળી સમયે પુન: આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમિયાન આપને ક્યારેક સાનૂકૂળ રહે તો ક્યારેક પ્રતિકૂળ રહે. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન આપના કામકાજ અંગે વ્યસ્તતા રહે. આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આપની પાસે આવી જવાથી આપના કાર્યભાર-શ્રમ-દોડધામમાં વધારો જણાય. આપના કામમાં હરિફવર્ગ, આપની પ્રગતિની ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. આરોગ્યની તકલીફના લીધે કામકાજમાં મન લાગે નહીં કે કામમાં ભૂલો થયા કરે. આપના કામનો જશ બીજાને મળતાં કામ પરથી મન ઉઠી જાય. પરંતુ આપે ધીરજ અને શાંતિથી કામ લેવું. વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ અધિક જેઠ વદ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહે છે. તેથી આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સરળતા જણાય. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો આપને સાથ-સહકાર મળી રહે. આપને નવું કોઈ કામ મળી રહે. પરંતુ વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કામમાં થોડી રૂકાવટ રખાવડાવે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોને લીધે કામમાં ધ્યાન આપવામાં મુશ્કેલી જણાય. પરંતુ એકંદરે વર્ષ મધ્યમ રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ ઉતાર-ચઢાવનું રહે. ક્યારેક સમય એકદમ સાનુકૂળ લાગે તો ક્યારેક એકદમ પ્રતિકૂળતા આવી જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સરળતાવાળું રહે. આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક કોઈ લાભ-ફાયદો જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી રહેતાં આવક જણાય. આનંદ રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે.  પરંતુ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાનનો સમય ગુરૂ આપના માટે મધ્યમ રહે તેથી આપને કામમાં કોઈને કોઈ કારણસર રૂકાવટ-મુશ્કેલી આવે. સમયસર ઓર્ડર પૂરો ન કરી શકો. માલ-સામાનની હેરફેરમાં નુકસાનીથી સંભાળવું પડે. સિઝનલ ધંધામાં આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસો થાય. ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. સાસરીપક્ષ કે મોસાળપક્ષના સંબંધી સાથે મળીને ધંધો કરતાં હોવ તો સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. નફામાં નુકસાની ભોગવવાનો  વારો આવે.

તા. ૭ ડીસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમિયાન સરકારી-ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. સરકારી કામ કરતાં હોવ તો તેમાં મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપે ધીરજ અને શાંતિ રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટ કરવા નહીં.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા-ખર્ચ રખાવડાવે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન આપને નોકરી-વ્યવસાય-ઘર-પરિવારના કામમાં સંતુલન જાળવવામાં મુશ્કેલી રહે. નોકરી-વ્યવસાયની જગ્યાએ આપના દોડધામ શ્રમમાં વધારો જણાય.

આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર આપને મુશ્કેલીમાં મુકે. નાંણાકીય જવાબદારીનું કામ સંભાળનારે સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ આપના માટે સાનુકૂળ રહેતાં કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પતિનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપને અભ્યાસમાં રૂકાવટ રખાવે. આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે અભ્યાસમાંથી થોડા સમય માટે વિરામ લેવો પડે. આપના મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. તે સિવાય વર્ષ દરમિયાન પારિવારિક ચિંતા રહે.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા રખાવે. ખર્ચ રખાવે. આકસ્મિક ખર્ચાઓ રખાવે. ગુરૂનું પરિભ્રમણ ક્યારેક આપના માટે સાનુકૂળ તો ક્યારેક આપના માટે મધ્યમ રહેવાનું. આપે સમય, સંજોગો, પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. તે અનુસાર નિર્ણય કરવા. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નના યોગ ઉભા થાય. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. જોકે ક્યારેક સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી, ચિંતાનું આવરણ આવી જાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા-ખર્ચ રખાવડાવે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન આપને નોકરી-વ્યવસાય-ઘર-પરિવારના કામમાં સંતુલન જાળવવામાં મુશ્કેલી રહે. નોકરી-વ્યવસાયની જગ્યાએ આપના દોડધામ શ્રમમાં વધારો જણાય. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર આપને મુશ્કેલીમાં મુકે. નાંણાકીય જવાબદારીનું કામ સંભાળનારે સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ આપના માટે સાનુકૂળ રહેતાં કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પતિનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

મીન (દ.ચ.ઝ.થ.) : આરોગ્યની બાબતમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. શનિ-રાહુનું પરિભ્રમણ આપનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગાડે. 1 - image

મીન (દ.ચ.ઝ.થ.) : આરોગ્યની બાબતમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. શનિ-રાહુનું પરિભ્રમણ આપનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગાડે.

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહે. શનિની સાડાસાતી વર્ષની પનોતીનો બીજો તબક્કો છાતી પરથી લોખંડના પાયે પસાર થઈ રહ્યો છે જે આપને કષ્ટ-પીડા રખાવે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કર્યા કરશે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન પ્રતિકૂળ-સાનુકૂળ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન આરોગ્યની બાબતમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગાડે. આપના હૃદય-મન સતત ઉચાટ ઉદ્વેગમાં રહ્યા કરે. આપને શાંતિ-રાહત જણાય નહીં. વર્ષ દરમ્યાન આપને મોં, દાંત, જડબું, ગળા-ગરદનની, ખભાની, આંખોની તકલીફ જણાય. માથામાં દુ:ખાવો, સણકા આવવા જેવી તકલીફ જણાય. આપને અચાનક ચક્કર આવે, આંખે અંધારા આવી જાય તો તરત જ દાક્તર પાસે જવું.

માગસર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઈને મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. જે આપના સ્વાસ્થ્યની બાબતમાં આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો કરશે. છાતીમાં દુ:ખાવાની તકલીફ રહે. પડવા વાગવાથી માથામાં ઇજા ન થાય તેની તકેદારી આપે રાખવી પડે. પીઠ-કમરનો દુ:ખાવો ઉપડે. ગાદીની-કરોડરજ્જુની તકલીફ જણાય. આપની બેદરકારી આપના રોગમાં વધારો કરે. જો કે વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ આપના માટે સારો રહેશે. આપને થોડી રાહત મળી રહે. ખાવા-પીવામાં અને દવા લેવામાં ધ્યાન રાખવાથી તબીયતમાં થોડો સુધારો જણાય. તેમ છતાં વર્ષ દરમ્યાન શનિ-રાહુ આપને શારિરીક-માનસિક કોઈને કોઈ સમસ્યા રખાવડાવશે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. આવક ઘટતી જાય, સ્થગિત થઈ જાય અને જાવક ચાલુ રહેતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે. તેથી કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ થયા કરે. બારમો રાહુ આપને બંધનયુક્ત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તેવો અહેસાસ કરાવે. સરકારી, ખાતાકીય તપાસને લીધે બેંક ખાતા, લોકર, અન્ય સંપત્તિ જપ્ત થઈ જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. દૈનિક રોજિંદા ખર્ચ કાઢવામાં પણ આપને મુશ્કેલી અનુભવાય. નાણાંભીડના લીધે કૌટુંબિક પારિવારીક જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફ પડે. સામાજિક-વ્યવહારો સાચવવામાં આપને મુશ્કેલી જણાય.

તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ પણ આપના માટે પ્રતિકૂળ રહેતાં નોકરી-ધંધાકીય મુશ્કેલીઓના લીધે ખર્ચ આવ્યા કરે. આપે નાણાં જોડવા પડે. ધંધામાં ધરાકી ન થતાં, નોકરી છૂટી જતાં આપની આવક બંધ થઈ જાય. ઉધારીમાં ધંધો કર્યો હોય તો ઉઘરાણીમાં નાણાં ફસાઈ જાય. કોઈને ઉધાર આપ્યા હોય તે પૈસા આપવાની ના પાડી દે કે ગાયબ થઈ જવાથી આપની પરિસ્થિતિ કફોડી થઈ જાય. બેંકમાંથી લોન લઈને, બહારથી વ્યાજે નાણાં લઈને ધંધો કર્યો હોય, સામાન ખરીદ્યો હોય તેના સમયસર હપ્તા ન ભરી શકવાથી માલ સામાન, ધંધા પર બેંક કે જે તે વ્યક્તિ કબ્જો જમાવી લે. તેમાં પણ તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રીલ સુધીનો સમય આપના માટે વધુ તકલીફદાયક રહે. પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ જવાથી આપની પરેશાની ચિંતામાં વધારો થાય. ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું તેમજ આડેધડ જોખમી રોકાણો કરવા નહીં.

પત્ની- સંતાન- પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું છે. વર્ષ દરમ્યાન આપને કોઈને કોઈ કૌટુંબિક-પારિવારીક ચિંતા રહ્યા કરે. સાસરીપક્ષે-મોસાળપક્ષે બીમારી-ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. કોઈને કોઈ કારણસર વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થઈ જાય. સાંસારિક જીવનમાં પત્નીના આરોગ્ય બાબતે આપને ચિંતા રહે. પત્ની સાથેના સંબંધોમાં ખટાશ આવી જાય. સંબંધ પૂરો થઈ જવાની અણી પર આવી જાય. કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. ચૂકાદો આપની વિરુદ્ધમાં આવતાં નાણાંકીય વળતર ચૂકવવું પડે. સંતાનનો કબ્જો આપને આપવામાં આવે નહીં. સંતાનથી દૂર થઈ જાય. તે સિવાય માતા-પિતાના આરોગ્ય-આયુષ્યની પણ આપને ચિંતા રહ્યા કરે. જો કે તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન થોડી રાહત રહે. સંતાન પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં ઘટાડો થાય. તેના કામ ઉકેલાતાં રાહત જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨ ના વર્ષ દરમ્યાન નોકરીમાં આપે ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રખાવડાવે. વિચારોની અસમંજસના દ્વિધાના લીધે કામમાં વિલંબ જણાય. આરોગ્યની બાબતના લીધે આપે વારંવાર રજાઓ પાડવી પડે જેની અસર આપના કામ પર થાય. વારંવારની રજાઓના લીધે ઉપરી વર્ગ-સંચાલક મંડળ આપનાથી નારાજ રહે. કામમાં વિલંબ, વારંવાર ભૂલો થવાને લીધે ઉપરી વર્ગનો ઠપકો આપે સાંભળવો પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકે. આપનું કામ બગડે તેવા પ્રયાસો કર્યા કરો. અન્યના ભૂલની સજા આપે ભોગવવી પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંમત ૨૦૮૨ ના વર્ષ દરમ્યાન આપે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. નવા કોઈ સાહસો કે જોખમ કરવા નહીં. નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. આપના ગણતરી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. એક બાજુ માલનો ભરાવો થઈ જાય અને બીજી બાજુ ઘરાકી ન આવવાથી નાણાં છૂટા ન થાય. આવક થાય નહીં, નાણાં ફસાતા જાય અને આપની પરિસ્થિતિ બગડતી જાય. લોખંડ, રસાયણ, કમ્પ્યુટર સોફ્ટવેર-હાર્ડવેરના ધંધામાં, આર્કીટેક્ચરના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. સંયુક્ત ધંધામા, ભાગીદારીવાળા ધંધામાં છૂટા થવાનો પ્રશ્ન ઉભો થાય. આપે નાણાં આપવા પડે કે આપે ધંધામાંથી છૂટા થવું પડે. બન્ને પરિસ્થિતિમાં આપ કિંકર્તવ્યમૂઢ થઈ જાવ. શું કરવું, શું ન કરવું તેની સમજ પડે નહીં. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ વધુ નબળું થતાં આપની પ્રતિકૂળતામાં વધારો થાય. વક્રી ગુરૂ આપની મુશ્કેલીમાં વધારો કરે. આવક બંધ થઈ જાય અને જાવક ચાલુ રહેતાં પરેશાની અનુભવો. ઘરાકી સાવ અટકી જાય. ક્યારેક તો વિચાર આવે કે દુકાન શા માટે ખોલો છો. ધંધો બંધ કરવાના વિચાર આવે. ધંધામાં નુકસાની જતાં નાણાંકીય ખેંચનો અનુભવ થાય. બેંકના હપ્તા ભરી શકો નહીં. બહારથી વ્યાજે ઉધાર નાણાં લાવ્યા હોય તો તેની ઉઘરાણીથી આપની પરિસ્થિતિ વિકટ થતી જાય. તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રિલ દરમ્યાન આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો થાય. ય્જી્ , ઇન્કમટેક્સના ચક્કરમાં ફસાઈ જાવ. જો કે તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સારો થતાં આપને થોડી રાહત રહે.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગ માટે સંવત ૨૦૮૨નું વર્ષ કોઈને કોઈ ચિંતા-પરેશાનીનું રહે. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપની મુશ્કેલીઓમાં વધારો કરતું જાય. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી પડે. કુટુંબ પરિવારનો સાથ મળે નહીં. વધુ પડતા કામ, દબાણ, તણાવ, દોડધામ, શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર પડે. પતિના આરોગ્ય આયુષ્યની ચિંતા રહે. ખર્ચ જણાય. સાસરીપક્ષ-મોસાળ પક્ષમાં સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય મુશ્કેલીના લીધે ઘર ખર્ચમાં વ્યવહારો સાચવવામાં તકલીફ અનુભવાય. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ થોડી રાહત અપાવે. સંતાનનો સાથ સહકાર મળી રહે. સંતાનના કામ થવાથી આપને આનંદ રહે.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાનું રહેશે. આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. વર્ષ દરમ્યાન આપને શારીરિક-માનસિક, આર્થિક, સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારીક કોઈ ને કોઈ મુશ્કેલી રહ્યા કરે. નોકરી-ધંધામાં આપની પરિસ્થિતિ ન રહેવાય ન સહેવાય, ન કહેવાય જેવી થાય. વર્ષ દરમ્યાન નાણાંકીય રોકાણોની બાબતમાં આપે જોખમો કરવા નહીં. આકસ્મિક અને ખોટા ખર્ચાઓને લીધે આપે નાણાંભીડનો સામનો કરવો પડે. માતા-પિતા-પત્ની-સંતાનની ચિંતા આપને રહ્યા કરે. આપના સ્વાસ્થ્યની બાબતમાં પણ આપે ધ્યાન રાખવું પડે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમ્યાન કોઈના પર ભરોસો રાખ્યા વગર જાત મહેનત પર વિશ્વાસ રાખવો. અભ્યાસમાં મુશ્કેલી રહ્યા કરે. વાંચવા છતાં યાદ રહે નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા, નિરાશાના કારણે યોગ્ય રજૂઆત ન કરી શકતાં મહેનતના પ્રમાણમાં પરિણામ મળે નહીં. થોડા ગુણ માટે વર્ષ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. મનગમતી લાઈનમાં જઈ શકો નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે અન્ય બાબતો પર ધ્યાન આપ્યા વગર અભ્યાસ પર વધુ ધ્યાન આપવું. મિત્રવર્ગની ચિંતા આપને જણાય. મિત્ર વર્ગ સાથે વાદ વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. વ્યસની-મોજમજા કરવાવાળા, સ્વાર્થી મિત્રોથી આપે સંભાળવું પડે. ટૂંકમાં જો આપ ધ્યાન ન આપો તો વર્ષ બગડે, કારકીર્દી રોળાઈ જાય તેવું બને.

કુંભ (ગ.શ.સ.ષ) : શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે... 1 - image

કુંભ (ગ.શ.સ.ષ) : શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે…

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સાનુકુળ રહે. વર્ષ દરમ્યાન શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહેશે. રાહુ આપની પોતાની રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. જે આપને માનસિક પરિતાપ રખાવડાવશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. શનિની પનોતી આપના આરોગ્યમાં સુધારો કરે. જુની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપના સ્વાસ્થ્યમાં સુધારો થાય.

તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. આ સમય દરમ્યાન વજનમાં વધારો જણાય.

પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જુનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. બીમારી સ્થાનમાંથી ગુરૂ પસાર થતો હોવાથી આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. સીઝનલ-વાયરલ બીમારીના ચક્કરમાં આવી જાવ. જૂની બીમારીના ચક્કરમાં આવી જાવ. જૂની બીમારી ઉથલો મારતા આપની મુશ્કેલી વધે. ડાયાબીટીસ, બી.પી. કોલેસ્ટ્રોલના દર્દીઓએ ધ્યાન રાખવું પડે. આંખો, મોં, દાંત, ગળાની, ગરદન-ખભાની તકલીફ જણાય.

તા. ૧૫ મે થી તા. ૧૫ જૂન દરમ્યાન પેટ- (પેઢુની) તકલીફ જણાય. બહારનું ખાવા-પીવામાં આપે ધ્યાન રાખવું પડે. તા. ૨૦ જૂન થી તા.૨ ઓગસ્ટ દરમ્યાન આપને છાતીમાં-પીઠમાં, ખભામાં દર્દ-પીડા રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક વ્યગ્રતા-બેચેની રખાવડાવે. નકારાત્મક વિચારો આવ્યા કરે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. ગુરૂનું પરિભ્રમણ મધ્યમ છે. વ્યયેશ શનિ ધન ભુવાનમાંથી પસાર થઈ રહ્યો છે તેથી નાંણાકીય આયોજન વ્યવસ્થિત રીતે કરવું. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ખર્ચ જણાય. ઘર-પરિવાર, સંબંધીઓમાં ઉધારમાં નાંણા આપવામાં આપે ધ્યાન રાખવું પડે. કોઈના જામીન બનવામાં આપે સાવધાની રાખવી પડે. તેમ છતાં શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ છે તેથી આપે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવક ચાલુ રહેવાથી આપને આનંદ રહે. તે સિવાય જૂની ઊઘરાણીમાં નાંણા ફસાઈ ગયા હોય તો તે પણ ધીરે-ધીરે છૂટા થવાથી આપને રાહત રહે. સંયુક્ત માલ-મિલકત-ધંધાના પ્રશ્ને કોર્ટ-કચેરીનું કામ હોય તો તેમાં સરળતા જણાય કે તે બાબતે પહેલાં કોઈ કોર્ટ કેસ થયો હોય તો તેમાં સમાધાનના યોગ ઉભા થાય. બન્નેપક્ષનું સમાધાનકારી વલણ કેસમાં મદદરૂપ થાય.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપને આકસ્મિક ખર્ચ-ખરીદી રખાવે. તે સિવાય મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે ખર્ચ જણાય. આપના સ્વાસ્થ્ય બાબતે પણ આપે ખર્ચ કરવો પડે.

તા. ૧૪ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન આપને રાજકીય-સરકારી કામકાજ અંગે, ખાતાકીય કામ અંગે, કોર્ટ-કચેરીના કામ અંગે ખર્ચ જણાય. અડોશ-પડોશ, સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગ માટે ખર્ચ-ખરીદી કરવી પડે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે. આકસ્મિક લાભ-ફાયદો થાય. આવકમાં વધારો જણાય. 

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ નોકરીમાં મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી રહે. આપના કામ થતાં જાય. સગા-સંબંધીને ત્યાં નોકરી કરતા હોય તો તેમનો સહકાર મળી રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે ઉતાર-ચઢાવનું રહેશે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપને થોડી ચિંતા રખાવડાવે. નોકરીમાં આપની પ્રગતિની, આપના કામની ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજ- મન દુ:ખ થવાથી તે આપને પરેશાન કરવાના પ્રયાસ કરે. પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. તેથી આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાતાં જાય. આપની બુદ્ધિ-મહેનત-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. આપની પ્રગતિ થાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ઉપરીવર્ગ આપના કાર્યથી ખુશ થાય. આપના કામની કદર-પ્રશંસા કરે. કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે.

વર્ષ દરમ્યાન રાહુનુ પરિભ્રમણ આપને વિચારોની દ્વિધા-અસમંજસતા રખાવે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને-નિર્ણય લેતા પહેલાં વિચાર-વિમર્શ કરી લેવા. તા. ૧૫ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન નોકરીમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપ કોઈ કાનુની કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. નાંણાકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે આ સમય દરમ્યાન હિસાબમાં ભૂલ ના થાય તે જોવું. તે સિવાય ઘરના રૂપિયા જોડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સારું રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને લાભ-ફાયદો કરાવડાવે ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ બની રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય. જો કે ગુરૂનું પરિભ્રમણ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. ક્યારેક સાનુકુળતા રખાવે તો ક્યારેક પ્રતિકુળતા રખાવે.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહે. કામકાજમાં પ્રતિકુળતા રખાવે. સરળતાથી કામનો ઉકેલ આવે નહીં. ધંધામાં આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આપના ગ્રાહકવર્ગને તોડીને આપને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરે.

પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધીનો સમય ગુરૂ આપના માટે સાનુકુળ રહે છે તેથી કામમાં આકસ્મિક સરળતા મળી રહે. આપના કાર્યનો ઝડપથી ઉકેલ આવતા આપને લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. નવા ગ્રાહક બનતા જાય. આવકમાં વધારો જણાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. ધંધાને વધારવાનું વિચારતા હોય, નવી શાખા ખોલવાનું વિચારતાં હોય તો તેમાં  પ્રગતિ જણાય. પરંતુ વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક વ્યગ્રતા-બેચેની રખાવડાવશે. નવા નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી જણાય. તા. ૧૫ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન સરકારી-ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. નાંણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. કાનુની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં મુશ્કેલી અનુભવાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. શનિનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન આપના માટે સરળતાવાળું રહે. કૌટુંબિક-પારિવારીક કામ, સામાજિક-વ્યવહારિક કામ થતાં જાય. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ બની રહે. ધંધામાં આપને આવક જણાય. નોકરીમાં આપના કામ થતાં જાય. માગશર વદ એકમથી અધિક જેઠવદ એકમ દરમ્યાન ગુરૂની સાનુકુળતા આપને મદદરૂપ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં વિલંબ જણાય. ભાઈભાંડુવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. ઘર-પરિવાર, નોકરી-વ્યવસાયના કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચના લીધે આપનું નાંણાકીય આયોજન ખોરવાય.

વિદ્યાર્થીવર્ગ

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવનું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવે. પરીક્ષા સાથે હતાશ-નિરાશ થઈ જાવ કે ગભરાઈ જાવ તેના લીધે મહેનતના પ્રમાણમાં રજૂઆત કરી શકો નહીં. થોડા ગુણ ઓછા આવવાને લીધે આપને ઉચાટ-ઉદ્વેગ રહે. પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ આપના માટે સાનુકુળ રહેતાં અભ્યાસમાં આપને સરળતા જણાય. આયોજન મુજબ અભ્યાસ કરી આગળ વધી શકો. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાની કાર્યવાહી કરી હોય કે વિચારતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકુળતા મળી રહે. મિત્રવર્ગનો સાથ-સહકાર રહે. પરંતુ વર્ષના પ્રારંભથી ૫ ડીસે. અને તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને અભ્યાસમાં રૂકાવટ જણાય. કોઈને કોઈ કારણસર આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. પરીક્ષા સમયે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. જો કે વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને મદદરૂપ થશે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળવાળું રહેશે. રાહુ આપના માટે સરળ રહે પરંતુ માનસિક ચિંતા-ઉચાટ આપે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સાનુકુળ-પ્રતિકુળ રહે છે તેથી ક્યારેક કામમાં સરળતા જણાય. કામ ઝડપથી ઉકેલાતાં જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થતાં જાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય તો ક્યારેક આપને કામમાં કારણ વગરની વ્યસ્તતા રહે. આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીના કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ જણાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ આપને હેરાન કરવાના પ્રયાસો કર્યા કરે. આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પરિવારીક દ્રષ્ટિએ આપનું વર્ષ સારું રહે. કુટુંબ-પરિવારનો આપને સાથ-સહકાર મળી રહે. પરિવારમાં આનંદમાં ઊમેરો થાય તેવો પ્રસંગ આવે. ખર્ચ જણાય. તા. ૫ ડીસેમ્બર થી તા. ૧ જૂન દરમ્યાન સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. તેના અભ્યાસ-કારકીર્દીના પ્રશ્નોનું નિરાકરણ આવે. તેને વધુ અભ્યાસાર્થે પરદેશ મોકલવાનું આયોજન કરી રહ્યા હોય તો તેમાં સાનુકુળતા મળી રહે. પુખ્ત વયના સંતાન આપના કાર્યમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસે. તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *