આજે શનિવારે વહેલી સવારે મહેસાણાનું વાતાવરણ પલટાયું હતું અને વરસાદી માહોલ છવાયો છે. મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ પડતાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે વહેલી સવારે મહેસાણાનું વાતાવરણ પલટાયું હતું અને વરસાદી માહોલ છવાયો છે. મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ પડતાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ વરસાદને પગલે વાહનવ્યવહારને પણ અસર પડી છે. શિયાળાની શરૂઆતી સિઝનમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. નોંધનીય છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમની અસર રાજ્યના વાતાવરણ પણ થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
ઊંઝા શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોને વરસાદના કારણે નુકસાન જવાની ભીતિ છે.
25 ઓક્ટોબર: વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26 ઓક્ટોબર: વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.
27 ઓક્ટોબર: વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.