જાણો ૨૭/૧૦/૨૦૨૫ સોમવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજ નું પંચાંગ

 આજની તિથિ: આજે કારતક સુદ છઠ, વિક્રમ સંવત: 2082

 ઉત્તર ભારતીય તિથિ: આજે કાર્તિક સુક્લ ષષ્ટિ, વિક્રમ સંવત: 2082
 
દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
 
રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
 
આજના શુભ ચોઘડિયા: 6.39થી 8.05 સુધી અમૃત, 9.31થી 10.57 સુધી શુભ, 13.48થી 15.14 સુધી ચલ, 15.14થી 16.40 સુધી લાભ, 16.40થી 18.06 સુધી અમૃત અને 18.06થી 19.40 સુધી ચલ ચોઘડિયું રહેશે.

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

મેષ:
આજે તમારી એનર્જી અને આત્મવિશ્વાસ ઘટી શકે છે, જેના કારણે રૂટિન કામકાજમાં અવરોધો આવી શકે છે. સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે, જેથી તમારા નજીકના લોકો સાથે અસ્વસ્થ અનુભવશો. તેમની સાથે વાત કરવામાં ધીરજ રાખો, કારણ કે નાની વાતો મોટી સમસ્યામાં ફેરવાઈ શકે છે. તમારી દુરંદેશી અને ઈચ્છાશક્તિ તમારી આસપાસ એક શાંત અને પોઝિટિવ વાતાવરણ બનાવવામાં મદદ કરશે. તમારા દિલને સાંભળો અને તમારી એનર્જી આસપાસના લોકોને શેર કરો. આ સમય પ્રેમ અને સમજણ વધારવાનો છે. લકી નંબર: 1, લકી કલર: મરૂન
વૃષભ:
આજેનો દિવસ તમારી માટે મિશ્ર પરિણામો લાવશે. આસપાસનું વાતાવરણ અસ્થિરતા અને પડકારોથી ભરેલું રહેશે. આ સમય તમારા માનસિક સંતુલનને જાળવવાનો છે. પર્સનલ રિલેશનમાં થોડા મતભેદ કે વિવાદ થઈ શકે છે, પરંતુ સમજદારી અને વાતચીતથી સ્થિતિ સુધરશે. હાલ પરિસ્થિતિ મુશ્કેલ લાગે, પરંતુ તેનાથી પોતાની શક્તિ ઓળખવાનો અને સેલ્ફ એનાલિસિસ કરવાની તક પણ મળી શકે છે. લકી નંબર: 12, લકી કલર: લાલ
મિથુન:
તમારો આજનો દિવસ ખૂબ સારો રહેશે. આસપાસનું વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહેશે, જેનાથી તમે પોઝિટિવ એનર્જી અનુભવશો. તમારી ફીલિંગ્સ આજે સ્થિર રહેશે, જેનાથી તમે તમારા સંબંધો વધુ મજબૂત બનાવી શકશો. પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવો અને દિલથી વાત કરવાથી ફાયદો થાય. તમારા વિચારો અને ફીલિંગ્સ તમને અને નજીકના લોકોને લાભ આપશે. આજનો દિવસ સહકાર અને પોઝિટિવિટીથી ભરેલો રહેશે, જે તમારા જીવનમાં નવી એનર્જી લાવશે. આ તકનો લાભ લો અને તમારા સંબંધોમાં મધુરતા વધારો. લકી નંબર: 4, લકી કલર: નારંગી
કર્ક:
તમારો આજનો દિવસ આનંદદાયક અને પોઝિટિવ રહેશે. આજે તમે આસપાસના લોકો સાથેના સંબંધોમાં હૂંફ અનુભવશો. તમે લોકો સાથે વધુ સારું કમ્યુનિકેશન જાળવી શકો, જેના કારણે સંબંધોમાં આત્મીયતા વધશે. કોઈ જૂના મિત્ર સાથે વાત કરવી તમને નવા વિચાર અને દૃષ્ટિકોણ આપશે. થોડું અંતર પણ રહી શકે છે, પરંતુ તેને નેગેટિવ ન માનો. ચિંતા ન કરો, દરેક પરિસ્થિતિનો ઉકેલ હોય છે. પોઝિટિવ એનર્જી જાળવો. દિવસને ખુશીથી વિતાવો. લકી નંબર: 8, લકી કલર: સફેદ
સિંહ:
આજનો દિવસ તમારી માટે પડકારજનક રહી શકે છે. જીવનમાં પરિસ્થિતિઓ મુશ્કેલ લાગે, જેના કારણે તમે સ્ટ્રેસ અનુભવશો. આ સમય આત્મમંથન કરવાનો છે. તમારા ચાર્મિંગ સ્વભાવથી લોકો તમારી તરફ આકર્ષાય અને તે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવે. તમે તમારા વિચારો અને ફીલિંગ્સ વધુ અસરકારક રીતે વ્યક્ત કરી શકશો. જેનાથી પર્સનલ રિલેશન વધુ મજબૂત બનશે. આસપાસનું વાતાવરણ પોઝિટિવ બનશે. લકી નંબર: 10, લકી કલર: નેવી બ્લુ
કન્યા:
આજનો દિવસ તમારી માટે થોડો મુશ્કેલ રહી શકે છે. તમારા સંબંધોમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. ફીલિંગ્સને લઈને અસંતુલિત અનુભવાય, જેના કારણે નજીકના લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી સર્જાય. તમને ચિંતાઓ થઈ શકે છે, તેથી સંબંધોમાં સાવચેત રહેવું જરૂરી છે. આ દરમિયાન તમારી આત્માને પારખો. દરેક સંકટ એક નવી તક લાવે છે, તેથી દરેક પરિસ્થિતિને પોઝિટિવલી સ્વીકારો. તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પોઝિટિવ વિચારો. લકી નંબર: 3, લકી કલર: મજેન્ટા
તુલા:
તુલાના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા સંતુલિત અને શાંત સ્વભાવથી તમે આસપાસનું વાતાવરણ આનંદમય બનાવી શકો. આજે સંબંધોને મજબૂત કરો અને નવા સંબંધો શરૂ કરો. તમે મિત્રો અને પરિવાર સાથે વધુ સમય વિતાવી શકો છો. જેનાથી તમારી ફીલિંગ્સમાં સ્થિરતા આવશે. આજે આવતી મુશ્કેલી થોડો જ સમય રહેશે. ટૂંક સમયમાં વધુ સારું અનુભવશો. અવરોધોને ધીરજ અને સમજદારીથી દૂર કરો. પોતાને વિશ્વાસમાં લો અને તમારી અંદરની શક્તિ ઓળખો. લકી નંબર: 6, લકી કલર: નીલો
વૃશ્ચિક:
તમારો આજનો દિવસ શુભ અને સકારાત્મક રહેશે. આસપાસનું વાતાવરણ પ્રગતિમાં મદદરૂપ બનશે અને તમે કામમાં આગળ વધશો. આજે તમારી મહેનત અને લગનનું ફળ મળશે, જેથી તમે પર્સનલ અને સોશ્યલ લાઈફમાં સંતોષ અને આનંદ અનુભવશો. આજે પોતાને વ્યક્ત કરો. તમારા વિચારો અને ફીલિંગ્સ ખુલીને વ્યક્ત કરો, કારણ કે તમે માત્ર લોકો સાથે કનેક્ટેડ નહીં રહો, પરંતુ અંદરથી એક અનોખી શાંતિ અને ખુશી પણ અનુભવશો. આજનો દિવસ પ્રેરણાદાયક અને આત્મવિશ્વાસ વધારનાર હશે. લકી નંબર: 11, લકી કલર: ગુલાબી
ધન:
આજે તમને વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી થવાથી ગેરસમજ થઈ શકે છે. ફીલિંગ્સને સંતુલિત રાખો. આસપાસના લોકોથી સાવચેત રહો, કારણ કે નાની વાત પણ વિવાદ બની શકે છે. તમારા પાર્ટનરની જરૂરિયાતોને સમજવાની અને પૂરી કરવાની તક મળશે. આ સમય નવા સંબંધો બનાવવાનો છે. તમારો ઉત્સાહ અને પોઝિટિવ વલણ આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમને સંબંધોમાં સાચી ખુશી અને સંતોષ મળે. લકી નંબર: 2, લકી કલર: બ્રાઉન
મકર:
તમારો આજનો દિવસ એક્સાઈટિંગ અને પોઝિટિવ રહેશે. જીવનમાં સંતુલન રહેશે, જેના કારણે લોકો સાથેના સંબંધો મજબૂત બનશે. આ મિત્રો અને પરિવાર સાથે વધુ વાત કરવાનો સમય છે. ધીરજ અને સહાનુભૂતિથી પરિસ્થિતિ સુધરશે. આ પડકારજનક સમયમાં તમારો દૃઢ નિશ્ચય અને હિંમત તાકાત બનશે. દરેક મુશ્કેલી પાછળ કોઈ તક હોય છે. આ સમયનો યોગ્ય ઉપયોગ કરીને તમારા સંબંધો વધુ ગાઢ બનાવો. લકી નંબર: 11, લકી કલર: સ્કાય બ્લ્યુ
કુંભ:
તમારો આજનો દિવસ પડકારોથી ભરેલો રહી શકે છે. તમારા વિચારો અને ફીલિંગ્સમાં સ્વતંત્ર રહો, પરંતુ આજે થોડી અશાંતિ અને અનિશ્ચિતતાથી મુશ્કેલી થઈ શકે છે. પર્સનલ અને સોશ્યલ રિલેશનમાં અવરોધ આવી શકે છે. આજે તમે પોતાની જાતને સમજવામાં કે અન્ય લોકો સાથે જોડાવામાં મુશ્કેલી અનુભવો. ઉતાવળે લીધેલા નિર્ણયો સંબંધોમાં અંતર વધારી શકે છે, તેથી દરેક પગલું વિચારીને ભરો. સહકાર અને ધીરજથી પરિસ્થિતિ સુધારો. લકી નંબર: 5, લકી કલર: લીલો
મીન:
મીનના જાતકો માટે આજનો દિવસ સંબંધોમાં નિકટતા અને સમજણ વધારવાનો છે. તમારી લવ લાઈફમાં સંવાદ રહેશે, જે તમને અને તમારા પાર્ટનરને ખુશ રાખે. આજનો દિવસ તમારા માટે ઉત્તમ તક લાવ્યો છે. સંબંધોના મૂલ્યને સમજો, પ્રેમ અને સહકાર મજબૂત બનાવો અને દરેક ક્ષણનો આનંદ માણો. પડકારો ઓછા રહેશે, પરંતુ તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહથી સરળતાથી પાર કરી શકો. આમ આજનો દિવસ ખુશી અને નવી સંભાવનાઓથી ભરપૂર રહેશે. તમારા અનુભવોને દિલથી સ્વીકારો અને અન્યો સાથે શેર કરો. લકી નંબર: 7, લકી કલર: પીળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *