હાલમાં આઈસીયુમાં રહેલા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયર પર બીસીસીઆઈએ બીજું હેલ્થ અપડેટ બહાર પાડ્યું છે.

ભારતના વનડેના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. સદનસીબે, ઐયરને હવે આઈસીયુ માંથી બહાર ખસેડવામાં આવ્યો છે. જોકે, એક સમય એવો હતો જ્યારે ઐયરનો જીવ જોખમમાં હતો, કારણ કે તેની ઈજા ગંભીર હતી અને આંતરિક રક્તસ્રાવથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. બીસીસીઆઈ એ તેમની નજીકથી દેખરેખ રાખવા માટે એક ટીમ ડૉક્ટરની નિમણૂક કરી છે, અને ૩૦ વર્ષીય ઐયરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

શ્રેયસ હવે આઈસીયુ માંથી બહાર છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં કેચ લેવા માટે પાછળની તરફ ડાઇવ કરતી વખતે તેને પાંસળીમાં ઇજા થઈ હતી, ત્યારબાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા પછી તેની તબિયત સારી ન હોવાથી તેને થોડીવાર પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
શ્રેયસ ઐયર સાથે કેટલાક સ્થાનિક મિત્રો પણ છે, અને વિઝા મળી ગયા બાદ પરિવારના સભ્યો મુંબઈથી સિડની જઈ શકે છે. ઐયરના માતાપિતાએ ઓસ્ટ્રેલિયાના અરજન્ટ વિઝાની પણ અરજી કરી છે.
